રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીર અને મસ્તિષ્કને મળે છે આ ૫ ફાયદા.

હિંદુ ધર્મને અનુસાર રુદ્રાક્ષ પહેરવો શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષ પહેરવો માત્ર ધાર્મિક પરંપરા અનુસાર જ શુભ નથી, પરંતુ તેના ઘણા સ્વાસ્થય લાભ પણ છે. રુદ્રાક્ષ તમારુ ચિત અને મન શાંત રાખવામાં લાભદાયક છે. રુદ્રાક્ષ પહેરવાથી વ્યકિતના આધ્યાતમિક અને માનસિક સ્વાસ્થય બન્નેને ભરપૂર ફાયદો થાય છે. રુદ્રાક્ષમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ગુણોને કારણે અદભૂત શક્તિ હોઇ છે. ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડોક્ટર ડેવિડ લીને અનુસાર રુદ્રાક્ષ વિધુત ઉર્જાના આવેશને સંચિત કરે છે. જેનાથી આમાં ચુંબકીય ગુણ વિકસિત થાય છે. તેને ડાય ઈલેક્ટ્રિક પ્રોપર્ટી કહેવામાં આવે છે. રુદ્રાક્ષની ડાયનામિક પોલેરિટી અદભૂત હોઇ છે, આ તમારા મસ્તિષ્કમાં અમુક કેમિકલ્સને પ્રોત્સાહિત કરે છે. આવો અમે તમને જણાવીએ છીએ કે રુદ્રાક્ષના શું-શું ફાયદા છે.

રુદ્રાક્ષના માનસિક પ્રભાવ

રુદ્રાક્ષ તમારા તન અને મન બન્ને માટે ફાયદાકારક છે. રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિને સારુ બનાવવામાં ફાયદાકારક છે. તેના સિવાય તણાવ અને ચિંતાની સમસ્યાથી હેરાન લોકોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. તેના સિવાય તેને પહેરવાથી તણાવ ડિપ્રેશન અને માથાનો દુ:ખાવો થવાના ઓછા આસાર રહે છે.

રુદ્રાક્ષ ધારણ કરવો સ્વાસ્થય માટે ફાયદાકારક પંડિત દયાનંદ શાસ્ત્રીએ જણાવ્યુ કે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી બુધ ગ્રહ અનુકુળ ફળ આપવા લાગે છે.

રુદ્રાક્ષનું પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યોમાં ખૂબ મહત્વ છે. આ એકથી લઈને ૧૪ મુખી સુધી હોઈ છે. તેની માળા ગળામાં ધારણ કરવાથી હ્દય અને મનને શાંતિ મળે છે.

પંડિત દયાનંદને અનુસાર એક મુખી અને ૧૪ મુખી રુદ્રાક્ષને સાક્ષાત વિગ્રહ માનવામાં આવે છે.

આ શરીરનાં ચુંબકીય ક્ષેત્રને પ્રભાવિત કરે છે. તેનાથી રક્તચાપ સામાન્ય થાય છે. તેના વાનસ્પતિક નામ ઈલેકારપસ ગોનટીરસ છે આ ઈલેકારપેસી પરિવારનો છોડ છે.

ઉપયોગી ભાગ:- તેનો ઉપયોગી ભાગ ફળ અને ફૂલ હોઈ છે.

આ એટલે કે રુદ્રાક્ષ ગરમ પ્રકૃતિનો હોઈ છે. એટલે લોહી શુધ્ધ કરે છે. રાત્રે તેને પાણીમાં પલાળીને રાખવો જોઈએ. સવારે આ પાણી પીવાથી હ્દય રોગમાં લાભ થાય છે.

આ આંખ, કાન, નાક અને ગળાની બિમારીમાં પણ ઉપયોગી છે સાથે જ તેનાથી યાદશક્તિ વધે છે.

આ ઈજા, ડાઘ અને ધાબ્બાને પણ ઠીક કરે છે.

આ બિમારીમાં છે ફાયદાકારક

અનિદ્રા, મિર્ગી

બ્રાહ્મી સાથે ઘસીને પીવાથી અનિદ્રા અને મિર્ગીની બિમારીમાં લાભ થાય છે.

યાદશક્તિ

યાદશક્તિ અને બુધ્ધિ વધારવા માટે રુદ્રાક્ષ ઘોડા બચ,સ્વર્ણ,શંખને એક સાથે પથ્થર પર ઘસીને સવારે અને સાંજે એક ચમચી મધ સાથે પ્રયોગ કરવો જોઈએ.

દમ (શ્વાસ)

ઉધરસ અને શ્વાસમાં રુદ્રાક્ષ ઘસીને મધની સાથે પ્રયોગ કરવો જોઈએ. ગાયના તાજા દૂધ સાથે ઘસીને પ્રયોગ કરવાથી પણ લાભ થાય છે.

રક્તચાપ:- તેની માળા ગળામાં પહેરવી જોઈએ.

ચર્મ રોગ:- રુદ્રાક્ષને ગૌમૂત્ર સાથે ઘસીને પ્રયોગ કરવો જોઈએ.

ઇજા:-ઇજામાં રુદ્રાક્ષને તુલસીના પાન સાથે પીસીને લેપ કરવામાં આવે છે.

ઘુંટણનો દુ:ખાવો:- રુદ્રાક્ષને પીસીને સરસિયા તેલ સાથે મેળવીને માલિશ કરવાથી ગઠિયા, ઘુંટણના દુ:ખાવામાં આરામ મળે છે.

ધ્યાન આપો-રુદ્રાક્ષને ડોક્ટરના સલાહ સૂચન બાદ જ ઉપયોગ કરવો. યાદશક્તિ વધારે છે

જો તમારા બાળકનું મન અભ્યાસમાં નથી લાગતુ તો ડરવાની જરૂર નથી કારણ કે ગણેશ રુદ્રાક્ષ આ બધી સમસ્યાઓનો એકમાત્ર સરળ ઉપાય છે. તેના સાથે કે વધારામાં તમે ૬ મુખી રુદ્રાક્ષનો પણ પ્રયોગ કરી શકો છો.

જ્યોતિષને અનુસાર અભ્યાસમાં સફળતા માટે બુધ ગ્રહનુ અનુકુળ હોવુ જરૂરી હોઈ છે. બુધ ગ્રહ જો અનુકુળ હોઈ તો વ્યકિત તિવ્ર બુદ્ધિથી યુક્ત હોઈ છે તેમજ સાધારણ પ્રયાસ કરવા પર પણ સારુ પરિણામ મેળવી શકે છે.

પંડિત દયાનંદ શાસ્ત્રીએ જણાવ્યુ કે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી બુધ ગ્રહ અનુકુળ ફળ આપવા લાગે છે. ગણેશ રુદ્રાક્ષ અધ્યયનને પ્રતિ એકાગ્રતામાં વૃદ્ધિ કરે છે, યાદશક્તિ વધારે છે તેમજ લેખન શક્તિમાં પણ વૃદ્ધિ કરે છે. તેના પ્રભાવથી સામાન્ય ક્ષમતા વાળો વિધાર્થી પણ સારુ પરિક્ષા પરિણામ મેળવી શકે છે.

જાણો કેવી રીતે અને ક્યારે ધારણ કરવો

જ્યોતિર્વિદ પંડિત દયાનંદ શાસ્ત્રીએ જણાવ્યુ કે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને ગાયના કાચા દૂધ અને ગંગાજળમાં ધોઇ લો તેમજ તેનું પૂજન કરવુ. ત્યારબાદ ગણપતિ અર્થવર્શિષનો પાઠ કરવો. ગણેશ રુદ્રાક્ષને લીલા રંગના દોરામાં ધારણ કરવો. કોઇપણ મહિનાના શુક્લ પક્ષમાં જે બુધવારે સર્વાથસિધ્ધિ યોગ બની રહ્યો હોઈ, તે દિવસે ગણેશ રુદ્રાક્ષ પહેરવો શુભ હોઈ છે.

કાંઈક તો વિશેષ છે રુદ્રાક્ષમાં

ધ્યાન, યોગ, તાઈ-જી જેવી વૈકલ્પિક ચિકિત્સામાં રુદ્રાક્ષનું સ્થાન સૌથી ઉપર છે. રુદ્રાક્ષના આધ્યાત્મિક ગુણોને કારણે જ સદિઓથી ઋષિ મુનિ તેને ધારણ કરતા આવ્યા છે. મસ્તિષ્કને એકાગ્ર અને કુશાગ્ર બનાવવામાં રુદ્રાક્ષના ગુણ સર્વવિદિત છે. તેને પહેરવાવાળા લોકોની આસપાસ સકારાત્મક ઉર્જાનો ઘેરો બની જાય છે, જેનાથી સારુ સ્વાસ્થય, આંતરિક પ્રસન્નતા, આધ્યાત્મિક ઉન્નતિ, સમૃદ્ધિ, રચનાત્મકતા, પરિવારમાં સામંજસ્ય, આકર્ષણ, નિડરતા અને માનસિક પ્રબળતા આવે છે.

રુદ્રાક્ષના રાસાયણિક સંયોજન

તત્વ……ટકા

કાર્બન…૫૦.૦૨૪

હાઈડ્રોજન…૧૭.૭૯૮

નાઈટ્રોજન…૦.૯૪૬૧

ઓક્સિજન…૩૦.૪૫૩૧

રુદ્રાક્ષમાં એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ક્લોરિન, કોપર, કોબાલ્ટ, નિકલ, આયરન, મેગ્નેશિયમ, મેગ્નીજ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, સિલિકોન ઓક્સાઈડ અને જીંક પણ મળી આવે છે. જોકે, તેની માત્રા ખૂબ ઓછી હોઈ છે. રુદ્રાક્ષમાં ચુંબકીય અને વિધુતિય ગુણ પણ હોઈ છે. વનસ્પતિ શાસ્ત્ર મુજબ રુદ્રાક્ષનું વૃક્ષ ઈલયોકૈરપસ જેનિટ્રસ પ્રજાતિનું હોઈ છે.

રુદ્રાક્ષથી મળે છે સકારાત્મક ઉર્જા

જ્યોતિર્વિદ પંડિત દયાનંદ શાસ્ત્રીને અનુસાર રુદ્રાક્ષથી નિકળતી સકારાત્મક ઉર્જાની સૌથી વધુ અસર તેને પહેરનાર વ્યકિતના મન, મસ્તિષ્ક અને લોહી પર પડે છે. માનસિક બિમારીઓ, તણાવ, અનિદ્રાને દૂર કરવા સાથે તેનાથી લોહીની શુધ્ધતા જળવાઈ રહે છે.

પ્રતિરોધકતા:- શરીરમાં સતત બાયોઈલેક્ટ્રિકલ સિગ્નલનો સંચાર થતો રહે છે. રુદ્રાક્ષમાં પ્રતિરોધક ગુણ હોઈ છે. જ્યારે રુદ્રાક્ષના દાણા બાયોઈલેક્ટ્રિકલ સિગ્નલનો પ્રવાહ રોકે છે તો એક ચોક્કસ એમ્પીયરનો વિધુત પ્રવાહ શરીરમાં થાય છે. તેનાથી હ્દયના ધબકારા સમાન્ય થાય છે અને તે સિગ્નલ મસ્તિષ્ક સુધી પહોંચે છે. આ સિગ્નલોથી મસ્તિષ્કમાં એક કેમિકલ ઉત્સર્જન થાય છે, જે વ્યકિતના મગજમાં હળવાપણુ લાવે છે, આત્મવિશ્વાસ અને ઉર્જાનો સંચાર કરે છે.

શોધમાં મળી આવ્યુ છે કે અલગ અલગ મુખી રુદ્રાક્ષ ભિન્ન પ્રકારના સિગ્નલ મસ્તિષ્કમાં મોકલે છે, જે તેને ધારણ કરનાર વ્યકિતના વ્યકિતત્વનાં સકારાત્મક ફેરફાર લાવે છે. રુદ્રાક્ષમાં ડાયઈલેક્ટ્રિક ગુણ હોઈ છે. એટલે આ વિધુતિય ઉર્જાનો ભંડાર હોઈ છે. રુદ્રાક્ષના આ જ ગુણ શરીરના બાયોઈલેક્ટ્રિક કરંટને સ્થિર કરે છે. તેનાથી હાઈપર એક્ટિવિટિ અને હ્દયના ધબકારા સમાન્ય થાય છે.

રુદ્રાક્ષની રોજ સફાઈ કરવી જરૂરી છે. તેને સાબુ-સોડાથી સાફ ના કરવો. હળવા ગરમ પાણીથી હળવા હાથે ઘસીને નરમ કપડાથી લુછવો.

જો રુદ્રાક્ષ થોડા સમય માટે કાઢીને રાખવા માંગો છો તો તેને ઉન કે રેશમી કપડમાં વીટીને રાખો અને મહિનામાં એક વાર તેને ચંદનના તેલથી સાફ કરો. ટોઈલેટ જતા સમયે અને સેક્સ કરતા સમયે રુદ્રાક્ષ કાઢી નાખવો જોઈએ. શવયાત્રામાં જતા પહેલા અને બાળકના જન્મ સમયે પણ રુદ્રાક્ષ કાઢી નાખો. રુદ્રાક્ષના મુખ એટલે કે રેખાઓ જો અસ્ત વ્યસ્ત થઈ જાય કે રુદ્રાક્ષમાં તિરાડ પડી જાય તો તેને તરત કાઢી નાખવો જોઈએ.

રુદ્રાક્ષ રિસર્ચ ક્ષેત્રમાં કામ કરી રહેલી મુંબઈ સ્થિત સંસ્થા રુદ્રલાઈફના સંસ્થાપક તનય સીથા કહે છે કે સંસ્થા એ બે વર્ષ પહેલા મુંબઈ યુનિવર્સિટી ઈંસ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં રુદ્રાક્ષ પર શોધ કાર્ય શરુ કર્યુ છે. અત્યાર સુધી તેના પર ત્રણ મુખ્ય બિંદુઓને લઈને સફળતાપૂર્વક શોધ કરવામાં આવી ચૂકી છે, જેના અનુસાર રુદ્રાક્ષમાં હ્દયને નિયંત્રિત કરવાની ક્ષમતા હોઈ છે અને તેમાં પ્રજ્જવલનરોધી (એંટિ ઈન્ફ્લેમેટ્રી) ગુણ અને યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા વધારવાના અદભૂત ગુણ મળી આવે છે. આયુર્વેદિક દવાઓના રુપમાં રુદ્રાક્ષના ઉપયોગ પર શોધ ચાલી રહી છે.

જ્યોતિષાચાર્ય પંડિત દયાનંદ શાસ્ત્રીને અનુસાર રુદ્રાક્ષ સકારાત્મક ઉર્જા પેદા કરે છે. તેનાથી ક્યારેય કોઇને નુક્સાન નથી પહોંચતુ. ૪થી ૬ મુખી રુદ્રાક્ષ સર્વસુલભ અને સર્વમાન્ય હોઈ છે. તેને ગૃહસ્થથી લઈને નોકરિયાત અને વેપારી પહેરી શકે છે. પંડિત દયાનંદ શાસ્ત્રી કહે છે કે ચાર મુખીથી ઓછો અને છ મુખીથી વધુનો રુદ્રાક્ષ સામાન્યરીતે ના પહેરવો જોઈએ. રુદ્રાક્ષ સમજી વિચારીને અથવા સલાહ સૂચન લઈને ધારણ કરવો જોઈએ.

આયુર્વેદાચાર્ય ડો.અશ્લેષ ચૌરેને અનુસાર હ્દય રોગોમાં રુદ્રાક્ષના સારા પરિણામ મળે છે. જોકે દવાઓમાં રુદ્રાક્ષનો પ્રયોગ નથી કરવામાં આવતો, પરંતુ શરદી-સળેખમ-તાવ કે મિજલ્સ (ખસરા) થવા પર રુદ્રાક્ષ ઘસીને ચાટવાથી આરામ મળે છે. રુદ્રાક્ષમાં ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફિલ્ડ હોવાને કારણે આ શરીરમાં રક્તનો સંચાર વ્યવસ્થિત કરે છે.

રાશિઓ માટે

રાશિ……ગ્રહ…..રુદ્રાક્ષ

મેષ……મંગળ….ત્રણ મુખી

વૃષભ….શુક્ર….છ કે તેર મુખી

મિથુન….બુધ…ચારમુખી

કર્ક રાશિ ……ચંદ્ર……બે મુખી

સિંહ રાશિ ….સૂર્ય….એક કે બાર મુખી

કન્યા…બુધ…ચાર મુખી

તુલા……શુક્ર…છ કે તેર મુખી

વૃશ્ચિક….મંગળ….ત્રણ મુખી

ધન….ગુરુ….પાંચ મુખી

મકર…..શનિ…સાત કે ચૌદ મુખી

કુંભ….શનિ…સાત કે ચૌદ મુખી

મીન…..ગુરુ……પાંચ મુખી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ