હરિયાળી કબાબ – બનાવામાં સરળ અને ખૂબ જ પૌષ્ટિક પણ છે. પૂરા પરિવાર ને નાસ્તા માં કે જમવા માં પીરસો…

આજે ટ્રાય કરો આ હેલ્થી અને સ્વાદિષ્ટ કબાબ. બટેટા , ડુંગળી , લસણ વગર ની આ કટલેટ બનાવામાં સરળ અને ખૂબ જ પૌષ્ટિક પણ છે. પૂરા પરિવાર ને નાસ્તા માં કે જમવા માં પીરસો .

મેં આ કબાબ માં oats નો ઉપયોગ કરયો છે , આપ ચાહો તો રવો , ટોસ્ટ નો ભૂકો , શેકેલો ચણા નો લોટ કે દાળિયા નો ભૂકો ઉમેરી શકો.

જો આપ બટેટા વાપરતા હોય તો સ્વાદ અનુસાર વધારે પણ લઇ શકો . મેં અહીં કબાબ ને તવા પર શેકયા છે , આપ ચાહો તો શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી શકો .

સામગ્રી :

2 વાડકા પાલક , સમારેલી,
1.5 વાડકો વટાણા,
1 વાડકો તાજી કોથમીર ,
1/2 કાચું કેળુ,
1/2 ચમચી છીણેલું આદુ ,
2 લીલા મરચા , સમારેલા ,
2/3 વાડકા oats નો ભૂકો ,
1 ચમચી ગરમ મસાલો ,
1/2 ચમચી આમચૂર ,
મીઠું ,

રીત :

એક કડાય માં 1 ચમચી તેલ લઈ, તેમાં પાલક , વટાણા , અને 2 ચપટી ખાંડ ઉમેરી પકાવો . પાલક પુરી રીતે બફાઈ ના જાય ત્યાં સુધી પકાવું પણ ધ્યાન રાખવું કે પાલક કાળી ના થઇ જાય.. મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે , જે અડધા બાફેલા જ હોય , જો આપ તાજા વટાણા વાપરતા હોય તો વટાણા ને પહેલા જુદા બાફી લો .

હવે એમાં તાજી કોથમીર , લીલા મરચા , આદુ ઉમેરી અધકચરું વાટી લો . એકધારું ના વાટતા pulse વાપરવું. હવે આ મિક્સર માં બાફેલુ કાચું કેળું, oats નો ભૂકો અને બધો મસાલો ઉમેરો . સરસ રીતે મિક્સ કરો . નાના ગોળા લઈ કબાબ નો શેપ આપો .

નોન સ્ટિક લોઢી માં 2 ચમચી તેલ રેડી , કબાબ ગોઠવો .. માધ્યમ આંચ પર શેકો. કડક થાય એટલે સાઈડ ચેન્જ કરો અને ફરી શેકો.

કોથમીર ની ચટણી કે ટામેટા ના સોસ સાથે પીરસો …

રસોઈની રાણી : રૂચી શાહ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી