“પિઝ્ઝા સોસ” – હવે પીઝા સોસ બહારથી લાવવાની જરૂરત નહિ રહે..

“પિઝ્ઝા સોસ”

સારા પિઝ્ઝા માં મૂળ રીતે પિઝ્ઝા સોસ સારો હોય , તોજ પિઝ્ઝા સ્વાદિષ્ટ બને નહિ તો બ્રેડ-ચીઝ ખાતા હોઈએ એવું લાગે .. બાળકો ને પિઝ્ઝા pasta ખુબ જ પસંદ હોય છે , મને પણ બહુ જ પસંદ છે    .. આજે આપણે અહી ઝડપી સોસ બનાવીશું જે પિઝ્ઝા અને pasta બંને બનવા માં ઉપયોગી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બનશે ..

આ સોસ તમે ટાઈટ બોટલ માં મહિના સુધી ફ્રીઝ માં સાચવી શકીશો .. બસ બાળકો ની ફરમાઇશ આવે એટલે tension વગર ફટાફટ બનાવી દો પિઝ્ઝા કે pasta ..

આ સોસ સરસ રીતે બનાવા , એકદમ પાકા ટામેટા વાપરવા .

સામગ્રી :

• ૬-૭ પાકા લાલ ટામેટા,
• ૩-૪ મોટી ડુંગળી,
• ૩ ચમચી સમારેલું લસણ,
• ૧ મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ,
• 5 મોટી ચમચી ઓલીવ ઓઈલ,
• ૧ ચમચી ઓરેગાનો,
• ૧ ચમચી chilliflakes (લાલ સુકા મરચા નો અધ કચરો ભૂકો ),
• ૨ ચમચી ટામેટા સોસ,
• ૧/૪ ચમચી ખાંડ,
• મીઠું,
• ૧/૨ ચમચી લાલ મરચું,
• ૧/૪ ચમચી હળદર,

રીત :

એક મોટા તપેલા માં પાણી ને ઉકાળો , પાણી ઉકળી જાય એટલે એમાં ટામેટા નાખી દો . અમુક સેકન્ડ પછી ગેસ બંધ કરી ઢાંકી દો. ૧૫-૧૭ min સુધી રેહવા દો .. ર બાદ ટામેટા બહાર કાઢી ઠરવા દો . તમે જોશો કે ટામેટા ની છાલ છૂટી પડી ગઈ હશે . ટામેટા ઠરે એટલે હાથ ની છાલ કાઢી લો ..

મિક્ષેર માં એકદમ સ્મૂથ પ્યુરી બનાવી લો ..
એક કડાય માં તેલ ગરમ કરો . એમાં સમારેલું લસણ સાંતળો. ત્યાર બાદ જીણી સમારેલી ડુંગળી ઉમરો અને સાંતળો ૨ min માટે .


હવે એમાં ટામેટા ની પ્યુરી ઉમેરી પકાવો ૨ min માટે ..

હવે એમાં આદુ મરચા ની પેસ્ટ , ઓરેગાનો , chilliflakes , હળદર, લાલ મરચું ઉમેરો અને પકાવો ..

વચ્ચે વચ્ચે હલાવતા રહો . હવે એમાં ટામેટા સોસ , ખાંડ અને મીઠું ઉમેરો અને ૧-૨ min સુધી પકાવો ..


સંપૂર્ણ ઠરે એટલે બોટલ માં ભરી દો . જરૂર મુજબ વાપરી ફરી ફ્રીઝ માં મૂકી દેવું

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી