રોઝ સંદેશ – હવે તમે જાતે પણ ઘરે બનાવી શકશો આ બંગાળી મીઠાઈ, રૂચીબેનની સરળ રેસીપીથી…

સંદેશ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને બનવવા ના ખૂબ સરળ એવી બંગાળી મીઠાઈ છે. આ મીઠાઈ માં કોઈ વધારા ની સામગ્રી ની જરૂર નથી. સામાન્ય 4 સામગ્રી માંથી બનતી આ મીઠાઈ એક વાર જરૂર ટ્રાય કારજો.

દૂધ ની ફાડી , એને લોટ ની જેમ મસળી ખાંડ અને રોઝ સીરપ ઉમેરો અને બસ તૈયાર છે સ્વાદિષ્ટ રોઝ સંદેશ… તો ચાલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી અને તમે પણ અચૂક ટ્રાય કરજો અને જરૂર થી જણાવશો આપને કેવા લાગ્યા આ રોઝ સંદેશ..

સામગ્રી :

• 1 lt ફૂલ ફેટ ક્રીમ

• 2 ચમચી લીંબુ નો રસ

• 2 મોટી ચમચી રોઝ સિરપ

• સ્વાદાનુસાર ખાંડ નો ભૂકો

• 1 નાની ચમચી ઈલાયચી નો ભૂકો

રીત ::


સૌ પ્રથમ એક જાડા તળિયા વાળા તપેલા માં દૂધ ગરમ કરો. દૂધ ઉકાળવા માંડે એટલે એમાં લીંબુ નો રસ ઉમરી ગેસ આંચ ધીમી કરી દો. આપ જોશો કે દૂધ માંથી આછા લીલા રંગ નું પાણી છૂટું પડશે. ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણ ને એક પાતળા કોટન ના કપડાં માં રેડો અને 30 મિનિટ માટે પાણી નીતરી જવા દો. ધ્યાન રહે, સંદેશ બનાવવા માટે છીનો બહુ નિતારવો નહીં. નહીં તો સોલિડ પનીર જેવું બની જશે. સંદેશ માટે સહેજ મોઈશ્ચર જોઈશે, પાણી નહીં. ત્યારબાદ એક પોહળી થાળી કે બાઉલ માં છીનો લો. હાથ થી સરસ રીતે 5 મિનિટ માટે મસળો. લિસા લોટ જેવું થઈ જશે. ત્યારબાદ એમા ખાંડ નો ભૂકો અને રોસ સીરપ ઉમેરો. આપ ચાહો તો કોઈ પણ ફ્લેવર ઉમેરી શકો અથવા સાદા પણ બનાવી શકાય. હવે આ મિશ્રણ ને નોન સ્ટીક પેન માં 5 મિનિટ માટે ગરમ કરી લો. ગેસ ની આંચ એકદમ ધીમી રાખવી.. આ સ્ટેજ પર શેકવાનું નથી બસ થોડું ગરમ કરવાનું છે જેથી ખાંડ ના લીધે વધેલું મોઈશ્ચર ઓછું થઈ જાય. ત્યારબાદ ઈલાયચી ભૂકો ઉમેરો અને ગેસ બંધ કરી દો. સરસ રીતે મિક્સ કરો. થોડું ઠંડુ પડે નાના ગોળા વાળી લો. ઉપર થી બદામ પિસ્તા ની કતરણ થી સજાવટ કરો. ફ્રીઝ માં 2 થી 3 કલાક માટે ઠંડુ કરો અને પીરસો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.