સાનિયા મિર્ઝાની બહેનની રોયલ વેડિંગની તસ્વીરો જોઈ તમારા હોશ ઉડી જશે
છેલ્લા કેટલાક સમયથી ભારતની જાણીતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેનના લગ્ન સાથે જોડાયેલી કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.
સાનિયા મિર્ઝા પોતે અને તેની બહેન અનમ પણ પોતાના સેશિયલ મિડિયા અકાઉન્ટ પરથી પોતાની સગાઈ, પ્રિ વેડિંગ સેરેમની તેમજ બેચલોરેટ પાર્ટીના ફોટોઝ અપલોડ કરતી રહે છે જેને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરતા હોય છે.
જેમ મુંબઈમાં અંબાણી ફેમેલિ પ્રખ્યાત છે તેવી જ રીતે હૈદરાબાદમાં સાનિયા મિર્ઝાનું કુટુંબ પણ એક રોયલ ફેમિલિ જેવો જ ઠસ્સો ધરાવે છે.
તાજેતરમાં સાનિયાની બહેનના ધામધૂમથી ભૂતપૂર્વ ભારતીય ક્રીકેટ ટીમ કેપ્ટન અઝરુદ્દીનના દીકરા અસદુદ્દીન સાથે નિકાહ પઢવામા આવ્યા હતા.
અનમના લગ્નની એક એક સેરેમનીની તસ્વીરો સોશિયલ મિડિયા પર આવી ચૂકી છે.
લગ્ન પહેલાંની મહેંદી સેરેમની તેમજ સંગીત સેરેમનીની તસ્વીરો પણ સોશિયેલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. હાલ તેના રિસેપ્શનની તસ્વીરો પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે.
અનમના આ બીજા લગ્ન છે તે પહેલાં તેણી બિઝનેસમેન અકબર રાશિદ સાથે લગ્ન કરી ચૂકી છે પણ બે વર્ષ બાદ બન્ને સહમતીથી છુટ્ટા પડી ગયા હતા.
અને ત્યાર બાદ અનમ અઝહરુદ્દીનના દીકરાને ડેટ કરી રહી હતી.
થોડા સમય પહેલાં અસદુદ્દીને અનમને તેના બર્થડે પર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ થ્રુ બર્થડે વિશ કરતાં લખ્યું હતું, ‘મારા જીવનની સૌથી સુંદર વ્યક્તિને જન્મદિવસની ખુબ બધી શુભેચ્છાઓ.’
બહેનના લગ્નમાં સાનિયા દેખાઈ અત્યંત જાજરમાન
સાનિયા પોતાની બહેનના લગ્નથી અત્યંત ખુશ છે તેની ખુશી તેની તસ્વીરોમાં જોઈ જ શકાય છે. બહેન અનમ મિર્ઝાના રિસેપ્શનમાં સાનિયા તદ્દ્ન રોયલ અને જાજરમાન લાગી રહી હતી. તેણીએ મરુન અને બ્લેક રંગનો સુંદર લહેંગો પહેર્યો હતો.
તો વળી સાઉથના સુપર સ્ટાર રામચરણની પત્નીએ પણ અનમ મિર્ઝાના લગ્નની એકે વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં રામ ચરણ સાનિયા મિર્ઝા અને ફારાહ ખાન સાથે તાલથી તાલ મિલાવી રહ્યો હતો.
આ વિડિયોને સોશિયેલ મિડિયા પર લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. રામચણની પત્નીએ આ વિડિયો પોસ્ટ કર્યો ત્યારે સાનિયાએ કમેન્ટ કરી હતી કે તેણીને વિશ્વાસ જ નથી કે તેમણે આ વિડિયો પોસ્ટ કર્યો છે.
અનમ મિર્ઝાના રિસેપ્શનમાં ઘણી બધી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. સાનિયાની એક તસ્વીર પણ લોકોને ખુબ પસંદ આવી હતી જેમાં તેણી અઝહરુદ્દીન સાથે પોઝ આપી રહી છે.
તો વળી સાનિયા એક આઇડિયલ માતાની જેમ પોતાના દીકરાને પણ આખા પ્રસંગમાં સાથેને સાથે જ લઈને ફરતી પણ જોવા મળી હતી. તેના દીકરાએ પણ સુંદર મજાનો વેલ્વેટ સૂટ પહેર્યો હતો અને તે અત્યંત ક્યૂટ લાગી રહ્યો હતો.
સાઉથના સુપર સ્ટારે સંગીત સેરેમનીમાં તો હાજરી આપી જ હતી પણ રિસેપ્શનમાં પણ તે પોતાની પત્ની સાથે હાજર રહ્યો હતો તેણે રિસેપ્શન દરમિયાન મિડિયાને પોતાની પત્ની સાથે પોઝ આપ્યો હતો.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ ઉપરાંત જાણીતા રાજકારણીઓએ પણ લગ્નમાં હાજરી આપી હતી.
જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરની મુખ્ય હાજરી હતી. આ ઉપરાંત પૂર્વ ક્રીકેટર વીવીએસ લક્ષ્મણ, ઇરફાન પઠાણ, સૈયદ કીરમાણીએ પણ હાજરી આપી હતી.
ફારાહ ખાન સાનિયા તેમજ તેની બહેન અનમ મિર્ઝાની નજીકની મિત્ર છે. તેઓ અવારનવાર એકબીજાની મુલાકાત લેતા રહે છે અને તેની તસ્વીરો પણ સાનિયા તેમજ ફારાહ અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતા રહે છે.
રિસેપ્શનમાં ફારાહે પણ અનમ સાથે એક સુંદર પોઝ આપતી તસ્વીર ખેંચાવી હતી.
અઝહરુદ્દીનની પુર્વ પત્ની સંગીતા બીજલાનીએ પણ લગ્નમાં હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે સંગીતા બીજલાનીએ 1996માં અઝરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા અને 2010માં તેઓ એકબીજાથી છુટ્ટા થઈ ગયા હતા.
આ રિસેપ્શનમાં સંગીતા પણ કોઈ એજલેસ બ્યુટીની જેમ આકર્ષક લાગી રહી હતી જે તમે તસ્વીરમાં જોઈ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ