રોઝ લસ્સી – લસ્સી પીવાના શોખીન એકવાર આ રીત અજમાવી ટેસ્ટ કરો લસ્સી…

રોઝ લસ્સી

સામગ્રી : 

  • 1) ૧ કપ દહીં,
  • 2) ૧ કપ ઠંડુ દૂધ,
  • 3) ૧/૨ કપ ઘર ની મલાઈ કે ક્રિમ,
  • 4) ૨ ચમચી ખાંડ,
  • 5) ૨ ચમચી રોઝ સીરપ,
  • 6) બરફ ના ટૂકડા.

ગરમી ના દિવસોમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની ખૂબ જ મજા આવે તો આજે આપણે ઘરે જ સરસ રોઝ લસ્સી કેવી રીતે બનાવવી તે જોઈશું

રીત : 

1) મિક્ષરમાં બધી વસ્તુ મિક્ષ કરી લો2) એને ૨-૩ મિનીટ માટે ચર્ન કરી લો 3) લસ્સી ને સર્વિંગ ગ્લાસ માં લઈ લો 4) ઉપર થી ગર્નીશિંગ માટે રોઝ સીરપ એડ કરો

તો તૈયાર છે રોઝ લસ્સી….

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી