રોઝ ફાલુદા – ગરમીની શરૂઆત થઇ ગઈ છે, રાત્રે જમ્યા પછી પરિવાર સાથે આનંદ ઉઠાવો આ ઠંડા ફાલુદાનો…

રોઝ ફાલુદા

ગરમી ના દિવસો માં બાળકો ને ગરમ દૂધ પીવું ભાવતું નથી. ગરમી માં તો બસ એકદમ ઠંડુ ઠંડુ કઈ પીવા મળી જાય તો બસ. એકદમ ફટાફટ અને સરળ રીતે બનતું આ ફાલુદા આજે જ ટ્રાય કરી જોજો. એકદમ સરળ સામગ્રી ઓ થી બનાવી શકાય છે આ ફાલુદા.

સ્ટ્રોબેરી ની જેલી , તકમારીયા , સેવ વાળું ઠંડુ દૂધ અને ઉપર વેનીલા આઈસ્ક્રીમ … બોલો છે ને એકદમ જોરદાર.. તો ચાલો જોઈએ બનાવાની પૂર્ણ રીત..

સામગ્રી ::
• પોણો લીટર દૂધ

• રોઝ ફ્લેવર સીરપ

• 1 વાડકો વરમીસીલી/ ઘઉં ની સેવ

• 2 મોટી ચમચી ખાંડ (દૂધ માં ઉમેરવા)

• 3 મોટી ચમચી તકમારીયા

• 2 ચમચી ખાંડ (તકમારીયા માં ઉમેરવા)

• સ્ટ્રોબેરી ફ્લેવર ની જેલી

• વેનીલા આઈસ્ક્રીમ

• થોડી ચેરી , સજાવટ માટે

રીત ::

મેં અહીં જેલી બનાવવા weikfield ના તૈયાર પેકેટ મળે છે , એનો ઉપયોગ કર્યો છે. કેવી રીતે બનાવવાની એ પણ એ પેકેટ માં આપેલું જ છે.. પેકેટ માં બતાવેલ માપ કરતા મેં 100ml પાણી ઓછું લીધું છે.. જેલી બની જાય એટલે 1 કલાક ફ્રીઝ માં મૂકી નાના ટુકડા કરી લેવા…

એક તપેલી માં સેવ ને પાણી માં બાફી લો. સેવ ને બાફતા 5 થી 6 મિનિટ લાગશે .. સેવ બફાય જાય એટલે વધારા નું પાણી ગાળી લો અને તરત ઠંડા પાણી માં મૂકી દો. આમ કરવા થી સેવ એકબીજા સાથે ચોટશે નહીં.

દૂધ ને એક જાડા તળિયા વાળા તપેલા માં ગરમ કરો. મધ્યમ આંચ પર 10 થી 12 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ બાફેલી સેવ અને ખાંડ પણ દૂધ માં ઉમેરી દો અને બીજી 5 મિનિટ માટે ઉકાળવા દો. ગેસ બંધ કરી સંપૂર્ણ ઠરવા દો. ઠરે એટલે ઓછા માં ઓછી 5 થી 6 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો.

એક બાઉલ માં તકમરીયા અને ખાંડ મિક્સ કરો અને 1.5 વાડકા જેટલું પાણી ઉમેરો 30 મિનિટ માટે પલળવા દો. જરૂર લાગે તો હજુ 2 -3 ચમચી પાણી ઉમેરી શકો. સરસ મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દો.

પીરસતા પેહલા , ખાલી ગ્લાસ ફ્રીઝ માં મૂકી ઠંડા કરી લેવા .. ઠંડા સેવ વાળા દૂધ માં રોઝ સીરપ ઉમેરો. સ્વાદ અનુસાર રોઝ સીરપ ઉમેરવી.

આ ફાલુદા એકદમ ઠંડુ જ પીરસવું .. સૌ પ્રથમ ઠંડા ગ્લાસ માં જેલી ના ટુકડા ઉમેરો. ત્યારબાદ રોઝ ફ્લેવર નું સેવ વાળું દૂધ. એની પર 1.5 ચમચી જેટલા પલાળેલા તકમરીયા ઉમેરો.. ઉપર એક સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ મુકો. જેલી ના ટુકડા અને ચેરી થી સજાવટ કરો.

બધી સામગ્રી તૈયાર હશે તો ફટાફટ સર્વ કરી શકીશું . આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.