ગરમ પાણી પીવાના ૧૦ ફાયદાઓ – પાચન તંત્રથી માંડીને ખોડા સુધીની સમસ્યાઓનો ઊકેલ છે ગરમ પાણી..

પાણી જીવનનું અમૃત માનવામાં આવે છે. દિવસનું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે એટલું જ નહીં પાણી શરીરના આંતરિક અવયવો નું શુદ્ધિકરણ કરે છે તેમજ ચામડીને પણ ચમકતી અને હાઇડ્રેટિડ રાખે છે.

image source

સવારની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરવામાં આવે તો ઘણી બધી શારીરિક સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે. સવારનું એક ગ્લાસ ગરમ પાણી દવાનું કામ પણ કરી જાણે છે.

ઘણા લોકોને સવારની શરૂઆત સીધી જ ચા અથવા કોફી થી કરવાની ટેવ હોય છે પરંતુ તે લાંબા ગાળે કબજિયાત, પેટ દર્દ ,ગેસ ,ખીલ ,એસીડીટી ,બ્લડપ્રેશર ,છાતીમાં બળતરા જેવા રોગ ઉભા કરે છે.

Image result for losing weight
image source

રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરની ચરબી પણ ઓગળે છે.

આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર અબરાર મુલતાની જણાવે છે કે ગરમ પાણી શરીરની આંતરિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવે છે.સવારમાં નરણા કોઠે ગરમ પાણી પીવાથી શરીરમાં સારી રીતે ડિટોક્સીફિકેશન થાય છે. પાચનશક્તિ સુધરે છે. પેટ સાફ આવે છે. ગરમ પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ નિયંત્રણમાં રહે છે. સવારમાં ગરમ પાણી પીવાથી વજન પણ ઊતરે છે.

image source

કબજિયાત દૂર થાય છે. મહિલાઓને માસિક ધર્મ સમયે થતો દુખાવો પણ ગરમ પાણીના સેવનથી દૂર થાય છે. કફજન્ય પ્રકૃતિવાળા માટે પણ ગરમ પાણી ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં રોજ સવારમાં એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો શરદી ,ઉધરસ અને ખાંસીની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

આપણામાંના ઘણા નહીં જાણતા હોય કે ગરમ પાણી એક પેઇનકિલર ની ગરજ સારે છે. ગરમ પાણી પીવાથી શરીરમાં થતો દુખાવો દૂર થાય છે.

image source

ગરમ પાણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને અજીર્ણ અને અપચાની સમસ્યાને પણ દૂર કરે છે.

બ્લડ પ્યોરિફિકેશન માં પણ સવારનું એક ગ્લાસ ગરમ પાણી અકસીર કામ કરે છે. જેના કારણે ચામડીના રોગમાં પણ રાહત મળે છે.

સાંધાના દુખાવામાં પણ ગરમ પાણી અકસીર ઉપાય છે.

ગરમ પાણી અને કુદરતી રીતે જ પાત્રો કરતો હોવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ રાહત દાયક છે.

image source

ગરમ પાણીનું સેવન બ્લડ ક્લોટિંગની સમસ્યામાં પણ ફાયદાકારક છે.ગરામ પાણી પીવાથી લોહીમાં જામી ગયેલા કણ ઓગળે છે . હૃદયરોગ તથા લકવાની તકલીફમાં પણ ગરમ પાણીનો ઉપયોગ અમૃત સમાન માનવામાં આવે છે.

અસ્થમાના દર્દી માટે ગરમ પાણી રામબાણ ઈલાજ છે.

ગરમ પાણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એલર્જીજન્ય રોગ અને સાઈનસાઈટિસ માં પણ ગરમ પાણી ફાયદાકારક સાબિત થાય છે.

image source

નિયમિત એક ગ્લાસ ગરમ પાણી સવારમાં પીવામાં આવે તો શરીરમાં પડતી કરચલીઓ પણ દૂર થાય છે એટલે કે વૃદ્ધત્વને રોકવામાં પણ ગરમ પાણી ફાયદાકારક સાબિત થાય છે.

કફની પ્રકૃતિ માં ગરમ પાણીનો ઉપયોગ રાહત આપતો હોવાથી માથાનો ખોડો વાળ ખરવાની સમસ્યા અને વાળ સફેદ થવાની સમસ્યાને પણ કેટલાક આવશે રોકવામાં ગરમ પાણી શ્રેષ્ઠ ટોનિક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ