રોજ સવારે એક મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ ! તમે જોશો તમારા શરીરમાં ગજબનો ફેરફાર !

કુદરતે આપણને આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કંઈ કેટલીએ કુદરતી ખાદ્ય સામગ્રીઓ આપી છે જેની આપણે કિંમત નથી કરતાં. જો આપણે આપણી ઉપજાવી કાડેલી વાનગીઓ પર નહીં પણ કુદરતે ઉત્પન્ન કરેલા ખાદ્ય પદાર્થનો જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ઘણી બધી બિમારીઓથી બચી શકીએ છીએ.


આજે અમે કૂદરતની એવી જ એક ખાદ્ય ઉપજ એવા ચણાને નિયમિત ખાવાથી થતાં ફાયદાઓ વિષે વિસ્તૃત માહિતિ લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે ચણા આપણે ખારા જ ખાતા હોઈ છીએ. બજારમાં મળતા ખારા હળદર વાળા ચણા આપણા બેસ્વાદ મોઢાને સ્વાદ આપતા હોય છે. જ્યારે તમને તાવ આવ્યો હોય અને કશું જ ખાવાનું મન ન થતું હોય ત્યારે તમારી જીભને આ ખારા ચણા જ સંતોષ આપતા હોય છે. તો ચાલો જાણીએ શેકેલા ચણાના અગણિત ફાયદાઓ વિષે.


સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે ચણા કેવી રીતે ખાવા ? ચણા બને ત્યાં સુધી છોતરા વગર જ અને મીઠા વગર જ ખાવા જોઈએ. કારણ કે સામાન્ય રીતે બજારમાં મળતા ખારા હળધરવાળા ચણા વધારે પડતાં જ ખારા હોય છે અને આ વધારાનું મીઠું તમારા શરીરને નુકસાન કરે છે માટે તમારે શેકેલા ચણાના છોતરા કાઢીને તેનું સેવન કરવું જોઈએ.

શેકેલા છણાના ગુણ


શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ભેજ, આયર્ન અને વિવિધ પ્રકારના વિટામીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે તમને દિવસ દરમિયાન ભરપૂર ઉર્જા પુરી પાડે છે.

કેટલા પ્રમાણમાં શેકેલા ચણા ખાવા ?


કોઈ પણ વસ્તુનો અતિરેક મનુષ્યને નુકસાન પહોંચાડનારો સાબિત થાય છે માટે દરેક વસ્તુની એક મર્યાદા હોવી જરૂરી છે તેવી જ રીતે તમારે દિવસ દરમિયાન 50થી 60 ગ્રામ જેટલા જ શેકેલા ચણા આરોગવા જોઈએ. એટલે કે એક જ મુઠ્ઠી ચણા ખાવા જોઈએ પણ નિયમિત રીતે તો જ તેની અસર તમારા શરીર પર જોઈ શકાશે.

મેદસ્વીતા દૂર કરે છે ચણાનું નિયમિત સેવન


જો તમને સતત મેદસ્વીતાની સમસ્યા સતાવતી હોય અથવા તમારા કુટુંબમાં કોઈનું વજન વધારે પડતું હોય તો તેમણે ચોક્કસ શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. ચણાના નિયમિત સેવનથી શરીરની વધારાની ચરબી દૂર થાય છે.

નિયમિત ચણાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે


આજે મનુષ્યની શરીરને લગતી સર્વ સામાન્ય ફરિયાદ હોય તો તે છે વારંવાર બિમાર પડવું. જો તમે તમારા શરીરને રોગો સામે ટકાવી રાખવા માગતા હોવ તો તમારે નિયમિત રીતે રોજ એક મુઠ્ઠી શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કબજિયાત દૂર કરે છે ચણાનું નિયમિત સેવન


આજે કબજિયાતની સમસ્યા એ માત્ર ભારતના જ નહીં પણ વિશ્વના લોકોને પરેશાન કરતી સર્વસામાન્ય શારીરિક સમસ્યા છે. અને તેના પર તો એક હીટ ફિલ્મ પિકુ પણ બની ગઈ છે. જો તમે પણ આ સમસ્યાના શિકાર હોવ તો તમારે નિયમિત ચણાનું સેવન કરવું જોઈએ માત્ર થોડા જ દિવસમાં તમને તમારી સમસ્યાનું સમાધાન મળી જશે.

વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં રાહત


શેકેલા ચણાનું નિયમિત અમુક નક્કી કરેલી માત્રામાં સેવન કરવાથી તમને રહેતી વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં રાહત મળે છે. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી જ તમને તમારી આ સમસ્યા ઓછી થતી દેખાશે.

શેકેલા ચણાનું નિયમિત સેવન ડાયાબિટિક માટે ઉત્તમ ખોરાક


જો એક મુઠ્ઠી શેકેલા ચણાનું નિયમિત સેવન કરવામાં આવે તો જે લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તેમને તેમાં રાહત મળે છે કારણ કે ચણા શરીરમાંના ગ્લુકોઝને શોષવાનો ગુણ છે. નિયમિત સેવનથી શરીરમાંનું સર્કરાનું સ્તર નિયંત્રણમાં રહે છે.

શેકેલા ચણાનું નિયમિત સેવન પાચન શક્તિ સુધારે છે


ચણા માત્ર તમારા પેટની ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે તે આગળ જણાવ્યું તે પ્રમાણે કબજિયાતની સમસ્યાતો દૂર કરે જ છે પણ સાથે સાથે તમને જો અવારનવાર અપચાની સમસ્યા રહેતી હોય તો શેકેલા ચણાનું નિયમિત સેવન કરવાથી તમારી આ સમસ્યા પણ દૂર થઈ શકે છે. ચણાનો આ ગુણ તેનામાં રહેલા ફોસ્ફરસને આભારી છે જે શરીરમાં હિમોગ્લોબિન સ્તર વધારે છે અને કીડનીમાંથી વધારાનો ક્ષાર દૂર કરે છે.


આ ઉપરાંત જો શેકેલા ચણાને રાત્રે બરાબર ચાવીને હુંફાળા દૂધ સાથે પીવામાં આવે તો શ્વાસને લગતા કેટલાક રોગોમાં પણ રાહત મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ