રોજ સવારે નરણેકોઠે પલાળેલી કિશમિશ ખાવના ફાયદા છે ગજબના, જાણો અને અજમાવો કાલથી જ !!

શરીરમાં લોહીનું પ્રમાણ એકદમ યોગ્ય હોવું જરૂરી છે. તેના માટે યોગ્ય ખાન પાન પણ કરવું જોઈએ, જો ખાન પાન પર ધ્યાન આપવામાં ના આવે તો લોહીની માત્રા શરીરમાં ઘટી જાય છે ને જેના કારણે ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે. પરંતુ જો રોજ સવારે કિશમિશ ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સમપ્રમાણ રહે છે. તો જાણો ફાયદા ને અજમાવો આ ઉપયોગી ઉપાય.
કિશમિશ ખાવી એ શરીર માટે જરૂરી છે. એમાંય જો તેને પલાળીને ખાવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે.
જો કિશમિશ ને રાત્રે પલાળવામાં આવે તો તેમાં રહેલ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ ને ફાઇબરની માત્રમાં ડબલ વધારો થાય છે.

કિશમિશ બંને ફાયદાકારક છે. જો લીલી કે કાળી કિશમિશ રોજ 10 જેટલી ખાવામાં આવે તો પાચન શક્તિ એકદમ મજબૂત બને છે.
કિશમિશમાં ફાયબર વધારે માત્રમાં હોવાથી કબજિયાત થવાની શક્યતા ટળી જાય છે. .

કિશમિશ ખાવાથી વજન પણ વધે છે ને આરોગ્ય સારું રહે છે.

રોજ રાત્રે દસ કિશમિશ પલાળી દો ને સવારે નરણે કોઠે ખાઈ જાવ. આ પ્રયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

એક સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે, જો રોજ પલાળેલી કિશમિશ ખાવામાં આવે તો બીપી પણ કંટ્રોલ માં રહે છે.

કેવી રીતે કરવો પ્રયોગ ;

સૌથી પહેલા તો કિશમિશ લો ને તેને સાફ કરો ને ધોઈને પાણીમાં પલાળી રાખો.
તે બાદ એક ગ્લાસ પાણીમાં તેને પલાળી દો.
પછી બીજા દિવસે સવારે કિશમિશ ને નરણે કોઠે ખાઈ જવાની અને તેનું પાણી પણ પી જવાનું. આમ કરવાથી અનેક ગણા લાભ મળે છે.