રોજના માત્ર 1 મિનિટ આ એક્સર્સાઇઝ કરવાથી, ઘટી જશે તમારું વધેલું પેટ, પેટની ચરબી થઈ જશે ગાયબ !!!

પેટની વધેલી ચરબીથી આજે દરેક વ્યક્તિ પરેશાન છે. પેટ વધવાની સમસ્યા આમ તો શરૂઆતમાં એકદમ ધીમી હોય છે. તમે તેનો અનુભવ પણ નહી કરી શકો અને જ્યારે તમે તમારું વધેલા પેટની સમસ્યાનો અનુભવ કરશો ત્યારે ખરેખર મોડુ થઈ ગયું હશે. વધી ગયેલા પેટનું ઘટાડવું એ અશક્ય તો છે જ નહી. જો તમે પણ વધી ગયેલા પેટની ચરબીના કારણે પરેશાન છો ? તો આજે અમે તમારા માટે એકદમ સરળ ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ.

એ છે પ્લેન્ક. પ્લેંન્ક એ વધી ગયેલા પેટની ચરબી બાળવા માટેની બેસ્ટ કસરત છે. જે કરવાથી તમારા પેટની ચરબી તો બળશે સાથે સાથે તમારા શરીરના મસલ્સ પણ વધારી શરીરની શક્તિશાળી બનાવે છે. અને તેને માત્ર 1 મિનિટ જ કરવાનું છે. કલાકોના કલાકો સુધી કરીને કોઈ પરસેવો પાડવાનો નથી.

પ્લેંન્ક કરવાથી પેટની ચરબી તો ઘટે જ છે સાથે સાથે આખી બોડીના પોશ્ચરમાં પણ સુધારો થાય છે.

એક્સરસાઇઝ કરવા માટેની રીત :

સૌથી પહેલા તો પેટના બળે સીધા સૂઈ જાવ. હવે કોણીને વાળી લો અને બાજુઓને આગળની તરફ શરીરનો ભાર આપો.પછી તમારા શરીરને સીધૂ રાખો અને હલાવો નહીં. પેટના સ્નાયુઓને ઢીલા ન છોડો. તમારા માથા પર દબાણ નથી આપવાનું તેને જમીન તરફ જુઓ એમ રાખો. તમારી ક્ષમતા અનુસાર આ સ્થિતિને જાળવી રાખો. પ્લેન્ક એક્સરસાઇઝ દરમિયાન ધીમે ધીમે શ્વાસ લેતા રહો અને છોડો.

જો તમે વધારે સમય પ્લેન્કની પોઝિશનમાં રહી શકો તો તે તમારા માટે બેસ્ટ છે. જેટલું વધારે રહેશો તેટલો ફાયદો વધારે થશે. અને એટલી જ ઝડપથી પેટની ચરબી પણ ઘટશે. પ્લેન્ક એક્સરસાઇઝ અથવા કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ, મગજ માં એન્ડોર્ફિન નામના હાર્મોન્સને બનાવે છે. એન્ડોર્ફિન હર્મન મૂડ ઠીક અને ફ્રેશ રાખે છે અને તાણ ઓછી કરે છે.

આ કસરતથી ચિંતામાં રાહત આપે છે. આ પ્રકારની કસરત કરવાથી શરીર અને માનસિક રીતે તમારા મૂડને રિલેક્સ રાખે છે.