દરરોજ ૧ ગ્લાસ જલજીર‍ા પીવાથી મળશે આ 5 ફાયદા..

ગરમીમાં જલજીરા પીવાથી શરીરમાં નમી જળવાઈ રહે છે. તેને પીવાથી ગરમીની અસર ઓછી થાય છે.સાથે જ તેની અંદર રહેલ ન્યૂટ્રએેન્સ ઘણી બિમારીઓ સામે રક્ષણ આપે છે. નાણાવટી સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલ, મુંબઈનાં ચીફ ડાઇટીશિયન ડો.ઉષા કિરણ સિસોદીયા જણાવી રહ્યા છે તેના ૫ ફાયદા.

પાચનક્રિયાને ઝડપી બનાવે

જલજીરામાં ઉમેરવામાં આવેલું કાળું મીઠું આંતરનાં ગેસ સામે લડે છે અને પાચનક્રિયાને ઝડપી બનાવે છે.જલજીરા,છાતીમાં બળતરાથી રાહત અપાવે છે અને શરીરને રીહાઈડ્રેટ કરે છે.

એનિમિયાથી બચાવ

જીરામાં આયરન ઉચ્ચ માત્રામાં હોય છે,અેટલે તે અેનિમિયાથી બચાવ કરે છે.જલજીરા ઈમ્યૂનિટી પાવરને પણ વધારે છે અને તમારા શરીરને ઠંડુ રાખે છે.

પેટની ખરાબીમાં રાહત

જલજીરામાં આદુ હોય છે,એટલે કે એ મોટાભાગની તકલીફને સાજી કરે છે.જો તમને પેટમાં દુખાવો છે,પિરિયડ્સનાં ક્રૈંપ્સ થઈ રહ્યા છે,ઉલ્ટી ,ગેસ કે અર્થરાઈટિસની તકલીફ છે,ત્યારે પણ જલજીરા તમને રાહત પહોંચાડી શકે છે.

વિટામીન સીની કમી દૂર કરવામાં મદદરૂપ

જલજીરામાં આમચૂર પાઉડર ઉમેરવામાં આવે છે.આમચૂરમાં ઉચ્ચ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે તમારા ઈમ્યૂનિટી પાવરને વધારે છે અને ઘણીબધી બિમારીથી તમારો બચાવ કરે છે.

Weight Loss Lose Weight Losing Weight Belly Slim

લો કેલોરી ડ્રિંક

તમે જ્યારે ઈચ્છો જલજીરા પી શકો છો એ પણ વગર કેલોરીની ચિંતા કર્યે.એટલે જો તમે વજન ઘટાડી રહ્ય‍ા છો તો સોડા ડ્રિંક પીવાથી સારું છે કે તમે જલજીરા પીઓ .આ તમારા શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઈ કરે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે.

અત્યાર સુધી તો તમે જલજીરાનાં ફાયદાઓ જાણીને તેને પીવાનું મન બનાવી જ ચૂક્યા હશો.જો એમ જ છે તો બજારમાંથી જલજીરાનું પેકેટ લેવા ન નિકળી જાવ પરંતુ ઘર પર જલજીરા બનાવો,જેથી તે હેલ્ધી હોય.

જલજીરા પાઉડર બનાવવાની રીત –

સૌથી પહેલા આખું જીરું અને વરિયાળીને શેકી લો. અને પછી આ બંને સહિત બીજી બધી સામગ્રી જેમકે આખા મરી, આમચૂર પાઉડર, સંચળ. સૂકા ફૂદીનાના પાન, લવિંગ અને એલાયચીને યોગ્ય માત્રામાં લઈને મિકસરમાં દળી લો. ને પછી ચાળીને એરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરો. જલજીરા બનાવટી વખતે લીંબુનો રસ ઉમેરવો ના ભૂલવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ