પિતાના મૃત્યુ બાદ આર્થિક ખેંચમાં સપડાઈ ગયેલા રોહીત શેટ્ટીની જમીનથી આકાશ સુધીની સફર, કેવી રીતે બન્યા હીટ ડીરેક્ટર !

લોકોને હંમેશા વ્યક્તિની સફળતા જ દેખાતી હોય છે પણ તે પાછળની તેની વર્ષોની મહેનત વર્ષોની સહનશક્તિ નથી દેખાતી. આપણી સામે આજે એવા ઘણા બધા દાખલાઓ છે જે આપણને સતત આપણા લક્ષ માટે લાગ્યા રહેવાની પ્રેરણા આપે છે. પછી તે બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન હોય કે પછી મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી હોય.

આજે અમે પણ એવી જ એક વ્યક્તિની વાત લઈને આવ્યા છીએ જે તમને જીવનમાં આગળ વધતા રહેવાની પ્રેરણા આપશે. વાત થઈ રહી છે બોલીવૂડના 100 કરોડ ક્લબ ડીરેક્ટર રોહીત શેટ્ટીની.

રોહીત શેટ્ટીની ફિલ્મોમાં કલાકારો કામ કરવા માટે પડાપડી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લે આવેલી રણવીર સિંહ સ્ટારર સિંબા ફિલ્મમાં કામ કરવા માટે સૈફ અલીની દીકરી સોહાઅલી ખાને રીતસરની રોહિત શેટ્ટીને રિક્વેસ્ટ કરવી પડી હતી.

આજે રોહિત શેટ્ટીની એક એક ફિલ્મ 100 કરોડ કરતાં પણ વધારેની કમાણી કરે છે. તેની દરેક ફિલ્મે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બને છે. તો ચાલો જાણીએ કે આ સફળતા પ્રાપ્ત કરવા માટે રોહિત શેટ્ટીએ કેટલા મુશ્કેલીઓના પહાડ સર કરવા પડ્યા છે.

રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ચ 1973ના રોજ થયો હતો. તેમના પિતા ફિલ્મોમાં ફાઇટર હતા જેને બધા શેટ્ટી તરીકે ઓળખતા હતા જ્યારે તેમના માતા રત્ના શેટ્ટી ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. એટલે બેકગ્રાઉન્ડ તો તેમને ફિલ્મી મળી જ ગયું પણ તેટલું પુરતું નહોતું.

તેમના પિતા જ્યારે બોલીવીડમાં કામ કરતાં હતા ત્યારે તો તેમનું બાળપણ સામાન્ય જઈ રહ્યું હતું પણ તેમના પિતાના મૃત્યુ બાદ પૈસાના અભાવે તેમની માતાએ ફરી કામ શરૂ કરવું પડ્યું. તે સમયે પિતાની આવકને યોગ્ય રીતે બીજે ક્યાંય રોકાણ ન કરતાં પિતાના મૃત્યુ બાદ આખો પરિવાર આર્થિક સંકટ નીચે આવી ગયો. અને તેમની કીશોરાવસ્થાનો આ સમય તેમના માટે ખુબ જ કપરો રહ્યો. આ કૂમળી વયે તેમને પણ ઘર માટે કામ કરવું પડતું અને અભ્યાસ છોડવો પડ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ રોહિત શેટ્ટીની પહેલી કમાણી માત્ર 35 રૂપિયાની હતી.

તેમને શરૂઆતથી જ ફિલ્મોમાં રસ હતો અને પોતાના પિતાની જેમ એક્શનમાં વધારે રસ હતો. તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે કુકુ કોહલી સાથે આસિસ્ટન્ટ ડીરેક્ટર તરીકે કામ શરૂ કર્યું. આ પહેલાં પણ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છુટ્ટક છુટ્ટુક કામ કર્યા હતા. પણ આ અવસર તેમના માટે મહત્ત્વનો હતો.

તેમની આ ફિલ્મનું નામ હતું ફુલ ઓર કાંટે, હા, અજય દેવગનની ડેબ્યુ મૂવી ત્યાર બાદ તેમણે સુહાગ, હકીકત, જુલ્મી, હિન્દુસ્તાન કી કસમ તેમજ રાજુ ચાચા જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડીરેક્ટરનું કામ કર્યું તમે જોશો કે આ બધામાં મોટે ભાગે અજયદેવગન જ હીરો રહ્યો છે. આમ જોવા જઈએ તો આ બન્નેની મિત્રતા ખુબ જ લાંબા સમયથી છે.

પણ 2003માં રોહીતને મોકો મળી ગયો અને તેમણે અભિષેક બચ્ચન અને બિપાશા બસુના લીડ રોલવાળી ફિલ્મ ઝમીન ડીરેક્ટ કરી અને આ ફિલ્મ બોક્ષ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ. જો કે ફિલ્મ એટલી ખરાબ પણ નહોતી પણ તે સમયે નહોતી ચાલી શકી.

ત્યાર બાદ બીજો મોકો તેમને 2006માં મળ્યો અને તેમણે ગોલમાલઃ ફન અનલિમિટેડ ડીરેક્ટ કરી. આ ફિલ્મ સુપર ડુપર હીટ ગઈ. બસ ત્યાર પછી રોહિત શેટ્ટીએ ક્યારેય પાછુ વળીને નથી જોયું. ત્યાર બાદ તેમણે અજય દેવગન સાથે જ પોતાની ત્રીજી ફીલ્મ સનડે, ત્યાર બાદ ગોલમાલ રીટર્ન, સિંઘમ સિરિઝ, બોલ બચ્ચન, ચેન્નઈ એક્સપ્રેસ આમ ફિલ્મો આવતી જ ગઈ આવતી જ ગઈ અને બોક્ષ ઓફિસ પર ટંકશાળ પાડતી જ ગઈ.

હવે તેઓ એક બ્રાન્ડ બની ગયા હતા જેમને રિયાલીટી શો માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું. અને તેમણે ખતરોકે ખિલાડીની કેટલીક સીઝનો પણ હોસ્ટ કરી અને કોમેડી સર્કરસમાં પણ જજ બન્યા.

તેઓ પોતાની ફિલ્મો વિષે જણાવે છે કે તેઓ હંમેશા મોટી ફિલ્મો જ એટલે કે બીગ બજેટ ફિલ્મો જ બનાવવા માગશે. તેમને નાની ફિલ્મો બનાવતા બીક લાગે છે. પણ તેઓ એવું જણાવે છે કે જો કોઈ નાના બજેટની મૂવી હોય અને તેની સ્ટોરી તેમને ગમે તેવી હશે તો તે ચોક્કસ તે ફિલ્મને પ્રોડ્યુસ કરશે.

તેઓ જણાવે છે કે તે મોટી ફિલ્મો જ બનાવે છે અને લોકો તેમને તેના કારણે જ ઓળખે છે. તેમના ફેન્સ માટે રોહિત શેટ્ટીની ફિલ્મ જોવી એટલે કે કોઈ ઉત્સવને પરદા પર જોવા બરાબર છે અને તેઓ નાના બજેટની ફિલ્મ બનાવીને પોતાના આ ફેન્સ સાથે ચીટીંગ કરવા નથી માગતા.

તેઓ પોતાની સફળતા બાબતે તેમજ પોતાની લક્ઝરિયસ લાઇફ સ્ટાઇલ માટે પોતાના ફેન્સનો આભાર માને છે. તે સમજે છે કે તેની ફિલ્મો જોવા માટે મધ્યમવર્ગના લોકો તેમની આવકનો દસ ટકા હિસ્સો ખર્ચે છે અન તેમના આ ખર્ચના કારણે તે સુખી જીવન જીવી રહ્યા છે તો તેઓ કેવી રીતે પોતાના દર્શકોને છેતરી શકે.

છેલ્લે આવેલી તેમની સિમ્બા ફિલ્મ પણ બોક્ષ ઓફિસ પર સૂપર હીટ રહી. રીલીઝના થોડા જ દીવસોમાં આ ફિલ્મે 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મમાં તેની સિંઘમ ફિલ્મ સિરિઝની જેમ જ પોલિસને કેન્દ્રમાં રાખવામાં આવી છે.

તેમણે મુંબઈ પોલિસને સંમ્માન આપવાના ઇરાદાથી સિમ્બાની કમાણીમાંથી રૂપિયા 51 લાખનો ચેક મુંબઈ પોલિસ ફાઉન્ડેશનને આપ્યો હતો. અને આ રીતે તેમણેઁ મુંબઈ પોલિસનું પણ દીલ જીતી લીધું હતું. આ ચેક આપતી વખતે તેમની સાથે અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સીંઘ પણ હાજર રહ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ