રોગોનું મૂળ ખબર હશે તો જ તેને જડમૂળથી નાબૂદ કરી શકાશે, વાંચો ઉપયોગી માહિતી…

આજના જમાનામાં જરાવાર માથામાં દુખાવો થાય કે પેટમાં વીટ ઉપડે તો પણ આપણે હાલતાં ને ચાલતાં ડોક્ટર પાસે દવા લેવા જઈ ચડીએ છીએ. એવે સમયે ક્યારેક ડોક્ટરોને અમુક તકલીફોમાં નિદાન શું કરવું એ પણ અસમનજસ થઈ પડે છે. નાના – મોટા રોગોનું મૂળ શોધવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો એ દરેક ડોક્ટરો માટે પડકારરૂપ થઈ રહે છે.

શરીરમાં પ્રસરતા રોગ એટલે એવી કોઇપણ સ્થિતિ જેમાં શરીર કે તેના કોઇપણ અંગોની સામાન્ય કામગીરી પર અસર પડે, કામ કરતાં અટકી જાય કે તેમની કાર્યક્ષમતા ઘટે છે. અશક્તિ આવવી, સુસ્તી લાગવી અને કંટાળો આવવો જેવી શારીરિક તકલીફો અનુભવાય છે. ખુલ્લી ગટર કે પાણીના ખાબોચીયાં, વૃક્ષ / છોડમાંથી ફેલાતો કચરો, હવામાં ઉડતાં શૂક્ષ્મ જીવાણુંઓ અને પશુમાંથી પણ જૈવિક રીતે થતી પ્રક્રિયાઓ થકી રોગો ફેલાઈ શકે છે.

મનુષ્યદેહને લગતાં સૌથી મહત્વનાં રોગો અને તેની સ્થિતિઓને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે. આંતરિક રોગો, બાહ્ય રોગો અને મૂળ ખબર ન હોય તેવા રોગો. આનું વર્ગીકરણ રોગની લાગુ પડવાની શક્યતાઓ, લાક્ષણિકતાઓ અને તેની સારવાની રીત અનુસાર પડાઈ છે. બની શકે કે દરેક રોગનું નિદાન અને સારવાર શક્ય ન હોય અથવા તો તેનું નિવારણ પણ તુરંત ન થઈ શકતું હોય. અમુક ઉપચારોમાં લાંબાગાળે ફરક જણાવવા લાગે છે તો અમુક રોગો શરીરમાં લાગુ પણ ઝડપથી થાય છે અને તેમની પર દવાની પણ તેટલી જ ઝડપથી થઈને મટી જાય છે.

આમ, શરીરમાં ઘર કરી બેઠેલ રોગોનું મૂળ સમજીએ તો જણાશે કે કઈ રીતે તે ઉત્પન્ન થાય છે અને તેની પાછળના કારણો શું છે?

આંતરિક રોગો:
આ આંતરિક રોગો એટલે કે જે શરીરની અંદરથી આવતાં હોય છે. જોકે આજનાં સમયમાં આ પ્રકારનાં રોગો સૌથી વધુ પ્રમાણમાં પ્રચલિત છે. તેમાં માનસિક તાણને લગતાં રોગો, રોગપ્રતિકારક શક્તિની ઉણપને લગતાં રોગો, કેન્સર, હ્રદયરોગો, અંતઃસ્ત્રાવ કે ગ્રંથિઓની સ્થિતિને લગતાં રોગો, લોહી વિકાર અને પોષણની ઉણપને લગતાં રોગો ખાસ જાણીતા છે.
આ રોગોમાં તાવ – શરદીથી લઈને જીવલેણ રોગ સુધીની સમસ્યાઓ ઊભી થઈ જતી હોય છે. જેથી તેના ઇલાજમાં કોઈ બાંધછોડ ન કરવી અને ડોકટરોના સૂચનો મુજબ અનુસરવું વધુ હિતાવહ રહે છે.

બાહ્ય રોગો:
બાહ્ય પરિબળોથી થતા રોગો કે જે વીસમી સદીથી આપણાં જીવનધોરણમાં અને શૈલીમાં બદલાવો આવ્યા છે તેને લીધે તેનું પ્રમાણ વધતું રહ્યું છે. વારંવાર બદલાતા વાતાવરણ અને ૠતુઓની ફેરબદલી પણ અવારનવાર માંદા પડવાનું કારણ હોય છે. વિવિધ પ્રકારના વાઈરલ ઇન્ફેક્શન અને ચેપી રોગોનું મૂળ છે આ બાહ્ય રોગો. અને આ રોગો સમાજ માટે વધુ મોટું જોખમ ઊભું કરી રહ્યાં છે. કારણ કે તે ક્યારે, કોને અને શાથી લાગુ પડે છે તે જાણી શકાતું નથી. ગમે તેટલી ચોખ્ખાઈ રાખીએ કે હોસ્પીટમાં કે બીમાર વ્યક્તિ પાસે જઈને માસ્ક પહેરીએ અથવા તો ખાણીપીણીમાં તકેદારી રાખીએ દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક કોઈને કોઈ ચેપી રોગથી પીડાઈ જઈ શકે છે. તેમ છતાં, હાથ સ્વચ્છ રાખવા અને બહારના ખોરાક લેવાનું ઓછું કરવું વગેરે કાળજી લેવી જ જોઈએ.

રોગો જેનાં મૂળ ખબર નથી:
એવી પણ બીમારીઓ છે જેનાં મૂળ ખબર નથી જેમકે અલ્ઝાઇમર, તેનાં કારણોથી આપણે વાકેફ નથી. ડાયાબીટીઝ કે થાઈરોઈડ જેવા રોગો પણ શરીરમાં કાયમી જગ્યા બનાવી લેતા હોય છે ત્યારે તે કયા કારણે ઘર કરી બેઠા એ ચોક્ક્સપણે કહી નથી શકાતું ત્યારે આ પ્રકારના રોગો સામે પગલાં લેવાનું જરા મુશ્કેલ બને છે. એવા સમયે યોગ્ય તબીબી સારવાર લેવી એજ ઉપાય રહે છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.