વિશ્વનું પહેલું રોબોટિક કિચન તૈયાર, જે ફ્રિજમાંથી જાતે જ વસ્તુઓ લઈને બનાવે છે જમવાનું, જાણો અન્ય ખુબીઓ પણ

વિશ્વાની ઘણી હોટલોમાં તમે જોયું હશે કે માણસો નહિ પણ રોબોટ દ્વારા જમવાનું પીરસવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય શાંભળ્યું છે આખુ કિચન જ રોબોટ દ્વારા હેન્ડલ કરવામાં આવતું હોય. કે જેમા બધો સામાના પોતે જ લઈલે અને પોતે જ જમાવાનું બનાવી આપે.

image source

તમને કદાચ નવાઈ લાગશે પણ આ વાત બિલકુલ સાચી છે. હવે રોબોટિક મશીન બાદ હવે રોબોટિક કિચન પણ બનીને તૈયાર થઈ ગયું છે. નવાઈની વાત છે કે તે 5 હજાર પ્રકારની ડિશિશ તૈયાર કરી શકે છે. રોબોટિક કિચનને તૈયાર કરનારી બ્રિટનની કંપની મોલે રોબોટિક્સનું કહેવું છે કે, તેમાં બે હાથ લગાવવામાં આવ્યા છે જે 2001માં માસ્ટર શેફના વિનર રહેલા ટિમ એન્ડરસના હાથોની જેમ કામ કરે છે. તો ચાલો જાણીએ કે રોબોટિક કિચનની કેવી વિશેષતા છે.

કિંમત 29થી 54 લાખ રૂપિયા સુધી

image source

સૌથી નવાઈની વાત એ છે કે ઓટોમેટિક કિચન આપમેળે ફ્રિજમાંથી વસ્તુ કાઢે છે. વાસણમાં વસ્તુ રાખે છે. જમવાનું બનાવવા માટે તાપમાન કેટલું રાખવું છે તે પણ નક્કી કરે છે. એટલું જ નહીં, તમારી સામે ખાવાનું પણ સર્વ કરે છે. મનુષ્યની જેમ રોબોટને એવું કહેવાની જરૂર નથી પડતી કે હાથ ધોઈને ખાવાનું બનાવવું. આ ઓટોમેટિક કિચનને સેકન્ડો ડિઝાઈનર્સ અને એન્જિયર્સે મળીને તૈયાર કર્યું છે. તેને તૈયાર કરનારી ટીમમાં 3 એવોર્ડ વિનિંગ શેફ પણ સામેલ છે. તેને તૈયાર કરવામાં 6 વર્ષનો સમય લાગ્યો છે. કંપની મોલે રોબોટિક્સનું કહેવું છે કે, તે લક્ઝરી કિચન છે જેની કિંમત 29થી 54 લાખ રૂપિયા સુધી છે. કિંમત કિચનના કન્ફિગરેશન પર આધાર રાખે છે.

તમારા સ્વાસ્થ્યનું પણ રાખે છે ધ્યાન

image source

તો બીજી તરફ તેના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં રોબોટિક કેમેરા અને સેન્સર લાગેલા છે. જેની મદદથી રોબોટ વસ્તુને શોધે છે, વાસણોને લે છે અને ખાવાનું તૈયાર કરે છે. કેમેરાની મદદથી એ જોવે છે કે વાસણને સાફ કરવાનું છે કે નહીં. એટલું જ નહીં ખાવાનું બનાવતી વખતે ઈન્ફેક્શન ન ફેલાય તેના માટે રોબોટમાં અલ્ટ્રાવાયોલેટ લેમ્પ પણ લગાવવામાં આવેલા છે જે કિચનની સપાટી પર રહેલા જંતુઓનો નાશ કરે છે. આમ આ રોબોટિક કિચન તમારો સમય તો બચાવે જ પરંતુ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

કિચનમાં સ્માર્ટ ફ્રિજ અને સ્ટોરેજ એરિયા સેટ કરવામાં આવ્યો

image source

આ રોબોટિક કિચનની સૌથી મોટી વિશેષતા એ છે કે વસ્તુઓ પણ જાતે જ લઈ લે છે. આ અંગે કંપનીના જણાવ્યા પ્રમાણે, ઓટોમેટિક કિચનમાં સ્માર્ટ ફ્રિજ અને સ્ટોરેજ એરિયા સેટ કરવામાં આવ્યો છે. જ્યારે પણ વસ્તુઓ ખાલી થઈ જાય છે અથવા તેની એક્સપાયરી ડેટ નજીક આવે છે તો એ અલર્ટ કરે છે. ઓવન, ઈન્ડક્શન અને સિંકનો ઉપયોગ કરીને પણ તે એલર્ટ મોકલે છે. જેથી લોકો વસ્તુઓ કેટલી ભરેલી છે કે એક્સપાયરી જોવાની જરૂર પડતી નથી આ બધુ કામ રોબોટ પોતે જ કરી લે છે.

વેચાણ માટે તૈયાર

image source

કંપનીના સીઈઓ માર્ક ઓલિનિક કહે છે કે આ વિશ્વનું પ્રથમ કન્યૂમર રોબોટિક કિચન છે. તે વેચાણ માટે તૈયાર છે. જો આ રસોડાની માંગ વધશે તો તેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવશે. આની મદદથી ઓછી કેલરીથી લઈને સ્પેશ્યલ ડાયેટવાળું જમવાનુ તૈયાર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ