પાર્ટનર અને મિત્રો સાથે આ જગ્યાઓ પર બનાવો રોડ ટ્રિપનો પ્લાન, હંમેશ માટે બની રહેશે યાદગાર

ફરવાનો શોખ તો લગભગ બધાને હોય છે પણ ફરક બસ એટલો હોય છે કે કોઈને શાંતિ વાળી જગ્યાએ જવું ગમે છે તો કોઈને એડવેન્ચર કરવું ગમે છે. પણ શું તમે જાણો છો કે રોડ ટ્રીપની પણ એક અલગ જ મજા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો રોડ ટ્રીપ પર જાય છે. કોઈ મિત્રો સાથે, કોઈ પોતાના પાર્ટનર સાથે તો કોઈ એકલા જ રોડ ટ્રીપ પર નીકળી જાય છે. એવામાં તમે ક્યારેય રોડ ટ્રીપ પર ન ગયા હોય તો તમે પક એકવાર રોડ ટ્રીપ પર જઈ શકો છો. તો ચાલો અમે તમને અમુક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે રોડ ટ્રીપ પર જઈ શકો છો અને વિશ્વાસ રાખો તમને અહીંયા ઘણી મજા આવશે.

મુંબઈથી પુણે.

image source

ભારતમાં ઘણા એવા એક્સપ્રેસ વે બન્યા છે જે પોતાની ઝડપ અને સુંદરતા માટે જાણીતા છે. એમાંથી જ એક છે મુંબઈ પુણે એક્સપ્રેસ વે જે ખૂબ જ સુંદર રસ્તો છે. અહીંયા તમને આખા રસ્તે વેસ્ટર્ન ઘાટ જોવા મળશે, થોડા થોડા અંતરે તમને પાણીના જળાશય પણ જોવા મળશે. આ એક્સપ્રેસ વે 200 કિલોમીટર લાંબો છે. અહીંયા તમે તમારા પાર્ટનર, મિત્ર સાથે ઘણી મજા માણી શકો છો.

ગુવાહાટીથી શીલોંન્ગ

image source

ભારતમાં એવી ઘણી જગ્યા છે જ્યાં લોકો રોડ ટ્રીપ પ્લાન કરે છે. પણ જો તમે અત્યાર સુધી ઉત્તર પૂર્વની સુંદરતા ન જોઈ શક્યા હોય તો પછી તમારે ગુવાહાટીથી શીલોન્ગ વચ્ચે રોડ ટ્રીપ પ્લાન કરવી જોઈએ. અહીંયા તમને ચારે બાજુ હરિયાળી, મોટા મોટા પહાડો, સફેદ યાક વગેરે ઘણી વસ્તુઓ જોવા મળી જશે. આ રસ્તાનું અંતર 110 કિલોમીટર છે. અહીંયાની સુંદરતા દરેકને પોતાના દીવાના બનાવી લે છે. એટલે દર વર્ષે અહીંયા ઘણી મોટી સંખ્યામા લોકો રોડ ટ્રીપ પ્લાન કરે છે

ચેન્નઈથી પુદુચેરી.

image source

ચેન્નઇથી પુદુચેરી વચ્ચે રોડ ટ્રીપ પર જવાનો અર્થ છે દરેક સુંદરતાને જોવી. આ બન્ને શહેરો વચ્ચે તમે ઇસ્ટ કોસ્ટ રોડનો આનંદ લઈ શકો છો. આ રસ્તો 150 કિલોમીટર લાંબો છે જે સાઉથ ઇન્ડિયાનો સૌથી વધુ સુંદર રસ્તો માનવામાં આવે છે..અહીંયા તમે મહાબલીપુરમ, અલંબારા કિલા અને કલપક્કમ ન્યુક્લિયર ફેસિલિટી જોઈ શકો છો. આ રસ્તા પર લોકો પોતાના પાર્ટનર અને મિત્રો સાથે રોડ ટ્રીપ પર જાય છે.

બેંગ્લોરથી મૈસુર.

image source

જો તમે ક્યારેય બેંગ્લોર કે મૈસુર ન ગયા હોય તો તમારે એકવાર તો બેંગ્લોરથી મૈસુર વચ્ચે રોડ ટ્રીપ પર જવું જ જોઈએ. આ રસ્તો 145 કિલોમીટર એટલે કે લગભગ 5 કલાકનો રસ્તો છે. અહીંયા રસ્તામાં તમને એવી હરિયાળી જોવા મળશે જેને જોઈને તમે ખુશ થઈ જશો. અહીંયા રસ્તામાં જમવા માટે ઘણા બધા સારા ઢાબા પણ છે. જ્યાં તમે સ્વાદિષ્ટ વ્યંજનનો સ્વાદ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ