જાણો લોકડાઉનમાં કેટલા થયા અકસ્માત, અને કેટલા લોકોના થયા મોત, જેમાં મૃતકોમાં 26% સંખ્યા પ્રવાસી મજૂરોની

લોકડાઉન છતાં 2 મહિનામાં 1461 અકસ્માત અને 750 લોકોના મૃત્યુ – મૃતકોમાં 26% સંખ્યા પ્રવાસી મજૂરોની

આખાએ દેશમાં લગભગ બે મહિના સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના હેતુથી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. જો કે હવે ધીમે ધીમે લોકડાઉનને હળવુ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન ભારતના એક એક નાગરીકો કે જેઓ ઇમર્જન્સી સેવાઓ સાથે જોડાયેલા નોહતા તેમને ઘરે પુરાઈ રેહવાનો વારો આવ્યો હતો.

image source

આખાએ આખા શહેરો કે જ્યાં કીડીયારાની જેમ માણસો ઉભરાતા હતા તે શહેરોને વેરાન જોવામાં આવ્યા હતા. શહેરની નાની સડકોથી લઈને નેશનલ હાઇવે સુધીના માર્ગો નિર્જન બન્યા હતા. તેમ છતાં લોકડાઉનના આ બે મહિના દરમિયાન 1461 અકસ્માતો સર્જાયા છે. જેમાં 750 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો.

image source

પણ અહીં સૌથી વધારે દુઃખની વાત એ છે કે આ મૃતકોમાં 26% સંખ્યા પ્રવાસી મજૂરોની હતી. જે બીચારા બેરોજગારી તેમજ ગરીબીના માર્યા અને પોતાના કુટુંબીજનોના સાથ માટે પેતાના વતન પાછા ફરી રહ્યા હતા.

image source

આ આંકડા સેવલાઇફ ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમણે 24મી માર્ચથી 30 મે સુધીના મૃત્યુઆંકનું મુલ્યાંકન કરીને આ આંકડાઓ જાહેર કર્યા છે. સેવ લાઇફ ફાઉન્ડેશનના અભ્યાસ પ્રમાણે બે મહિના ઉપરાંતના લાંબાગાળાના લોકડાઉન દરમિયાન જે માર્ગ અકસ્માત થયા છે તેમાં મૃત્યુ પામનાર લોકોમાં પ્રવાસી મજૂરોની સંખ્યા નોંધનીય છે. લગભગ 26.4 ટકા મૃતકો પ્રવાસી મજૂરો હતા. જ્યારે 5.3 ટકા મૃતકો ઇમર્જન્સી સેવાઓ સાથે જોડાયેલા હતા. જ્યારે 68.3 ટકા મૃતકો એવા હતા જેઓ સામાન્ય મુસાફરો હતા.

લોકડાઉનના બીજા તબક્કામાં અકસ્માતમાં થયો હતો વધારો

image source

લોકડાઉનના ચોથા તબક્કામાં સૌથી વધારે અકસ્માત સર્જાયા હતા અને મૃતકોની સંખ્યા પણ આગળના તબક્કા કરતા વધી જવા પામી હતી. એમ કહી શકાય કે લોકડાઉનનો ચોથો તબક્કો વધારે જોખમી રહ્યો હતો. આ તબક્કામાં 322 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા હતા. આમ કહી શકાય કે લોકડાઉનના બીજા તબક્કામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 60 ટકા રહી હતી.

તેમ એટલા માટે થયું હતું કારણ કે આ તબક્કામાં સૌથી વધારે પ્રવાસી મજૂરોએ પોતાના વતન તરફ સ્થળાંતર કર્યું હતું. કેટલાક ટ્રકોમાં બેસીને જઈ રહ્યા હતા તો કેટલાક પગપાળા જઈ રહ્યા હતા. તો વળી કેટલાક તો એટલા મજબૂર હતા કે તેમણે પોતાના વતન જવા માટે કોંક્રીટ મિક્સરની ટાંકીમાં મુસાફરી કરી હતી. બસ અને ટ્રેનની વ્યવસ્થા તો છેક મે મહિનાના મધ્યમાં શરૂ કરવામાં આવી હતી.

image source

અકસ્માતથી સૌથી વધારે મૃત્યુ યુ.પીમાં નોંધાયા

પોતાના વતન પોતાના કુટુંબીજનો પાસે પાછા ફરી રહેલા ગરીબ મજૂરોમાંના 198 મજૂરોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. કુલ મૃત્યુદરના 30 ટકા મૃત્યુ યુપીમાં થયા હતા, અહીં 245 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જ્યારે મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં 56-56 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે. સેવ લાઇફ ફાઉન્ડેશન દ્વારા આ આંકડા મિડિયા સમાચાર તેમજ મલ્ટી સોર્સ વેરિફિકેશન બાદ તૈયાર કરવામા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ