જલ્સા કરોને જેંતીલાલ

કોઈ હીરોઇનથી જરાય ઓછી નથી આર માધવનની પત્ની સરિતા, લાઈમલાઈટથી દુર રહીને આ ક્ષેત્રમાં છે અવ્વલ

જાણીતા અભિનેતા આર માધવનનો જન્મ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. એમનું આખું નામ રંગનાથન માધવન છે જેમાં રંગનાથન એમના પિતાનું નામ છે. માધવને મુંબઈની કે સી કોલેજમાંથી પબ્લિક સ્પીકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી એ શિક્ષક તરીકે કામ કરવા લાગ્યા. ફિલ્મોમાં આવતા પહેલા માધવને ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું.

image source

માધવન રંગ દે બસંતી, 3 ઇડિયટ્સ, તનું વેડ્સ મનું રિટર્નસમાં પણ અગત્યની ભૂમિકાઓ ભજવી છે. આ એમની યાદગાર ફિલ્મો છે. એ સિવાય એ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે. સાઉથમાં માધવનની ઘણી ફેન ફોલોઇંગ છે. બોલિવુડના ફેન્સ એમને મેડીના નામે પણ ઓળખે છે. માધવન વિશે તો તમે બરાબર જાણતા જ હશો પણ આજે અમે તમને એમની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છે.

image source

માધવને મુખ્ય અભિનેતા તરીકે કરિયરની શરૂઆત રહેના હે તેરે દિલ મેં ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં એમની સાથે દિયા મિર્જા દેખાઈ હતી. માધવન ભલે ઓછી ફિલ્મો કરે છે પણ એમના ફેન્સની કોઈ કમી નથી. માધવને વર્ષ 1999માં સરિતા બીર્જે સાથે સાત ફેરા લીધા. પણ લગ્ન સુધી આ સંબંધ કઈ રીતે પહોંચ્યો એની કહાની પણ કઈ ઓછી રસપ્રદ નથી.

image source

તમને જણાવી દઈએ કે બન્નેની પહેલી મુલાકાત વર્ષ 1991માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થઈ હતી. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી માધવન કમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગના કલાસીસ લેવા લાગ્યા. એ દરમિયાન એમની મુલાકાત સરિતા સાથે થઈ. કલાસીસ પછી સરિતાને એરહોસ્ટેસની જોબ મળી ગઈ તો એક દિવસ માધવનનો આભાર માનવા પહોંચી ગઈ. સરિતાએ એમને ડિનર માટે કહ્યું અને આ રીતે બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ.

image source

પોતાના સંબંધ વિશે એક ઇન્ટરવ્યૂ દરમિયાન માધવને જણાવ્યું હતું કે સરિતા મારી સ્ટુડન્ટ હતી. એને મને એક દિવસ ડિનર માટે પૂછ્યું. હું એક શ્યામ છોકરો હતો એવામાં મેં વિચાર્યું કે આ મારા માટે એક સારો અવસર છે. ધીમે ધીમે અમારા વચ્ચે મિત્રતા થઈ અને એની સાથે મને સારું લાગવા લાગ્યું. મેં આ સંબંધને આગળ વધવા દીધો.

image source

લગભગ આઠ વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ વર્ષ 1999માં લગ્ન કરી લીધા. એમના લગ્ન ટ્રેડિશનલ તમિલ સ્ટાઇલમાં થયા હતા. બન્નેને એક દીકરો વેદાંત છે જેનો જન્મ વર્ષ 2005માં થયો હતો. બન્ને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. માધવન પોતાના દીકરા સાથેના પણ ઘણા ફોટા શેર કરતા રહે છે. માધવનની પત્ની લાઈમલાઈટથી દુર રહેવાનું જ પસંદ કરે છે. એમનો ઓસ્ટ્રીયામાં ક્લોથિંગ સ્ટોર છે. એ સિવાય એ ફ્લાઇટ અટેનડેન્ટ પણ રહી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version