વીજળીની ચોરી અટકાવ માટેનો એક રસ્તો બતાવી રહ્યા છે આ મહિલા આઈએએસ અધિકારી.

દેશમાં દર વર્ષે લગભગ 1 લાખ 2 હજાર કરોડ રૂપિયાની વિજળી ચોરી થાય છે. વિજળીના લાંબા બિલથી બચવા માટે માત્ર ગરીબ લોકો જ નહીં પણ ભણેલાગણેલા આર્થિક રીતે સદ્ધર લોકો પણ વિજળીની ચોરી કરે છે. આમ જોવા જઈએ તો હાલના સમયમાં વિજળીની ચોરી એ સાવ જ સામાન્ય વાત થઈ ગઈ છે. સમસ્યા એ છે કે વિજળી વિભાગ વિજળી ચોરી પકડવાના નવા નવા રસ્તાઓ શોધે છે તો સામે વિજળી ચોરો વિજળી ચોરીના એથી પણ વધારે નવા રસ્તા શોધી લે છે.

પણ આ ગંભીર સમસ્યાનું સમાધાન શોધવા માટે 39 વર્ષની એક સ્ત્રી મનથી લાગી પડી છે અને તેણે એક એવું સમાધાન શોધ્યું છે જેની તાતી જરૂરિયાત હતી. તે મહિલા બીજી કોઈ નહીં પણ 2003ની બેચની આઈએએસ અધિકારી રિતુ માહેશ્વરી છે.

2000ના વર્ષમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યા બાદ તેમણે 2003માં આઈએએસ જોઈન કર્યું.

વર્ષ 2001માં રિતુની કાનપુર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપનીમાં નિમણૂંક થઈ. ત્યાં કામ કરતાં તેમને જાણવા મળ્યું કે શહેરના લોકો બિન્દાસ વિજળી ચોરી કરે છે. આ સમસ્યાને ગંભીરતાથી લેતા તેમણે ટેક્નિકલ ઉપયોગ પર ભાર આપતા એક તૃત્યાંશ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દીધું. આ સ્માર્ટ મીટર દ્વારા વિજળી વપરાશનો ડિજિટલ રેકોર્ડ રાખી શકાય છે જેનાથી વિજળી વિતરણ વ્યવસ્થામાં ક્ષણે-ક્ષણે થતાં વપરાશ અને તેમાં થતાં ઘપલાને જોઈ શકાય છે.

‘મેં વિજળી ચોરી કરનારા ગ્રાહકોના વિરોધ કરવા છતાં 5 લાખમાંથી ડોઢ લાખ મીટર બદલાવી દીધા. તેના કારણે કાનપુર શહેરમાં વિજળી ચોરીની ઘટના ખુબ જ ઓછી થઈ ગઈ.’ વિજળી મંત્રાલય દ્વારા જાણવા મળ્યું છે કે રિતુની આ કામગીરીથી કાનપુર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપનીનું વિજળીનું નુકશાન ઘટીને 15 ટકા થઈ ગયું છે.- રિતુ માહેશ્વરી

વિજળી ચોરી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ તે વિજળી ચોરોની નજરમાં ચડી ગઈ. કેટલાએ મોટા-મોટા માફિયાઓ અને રાજનેતાઓ તેના કાર્યાલયમાં ઘૂસી તેમને ધમકી આપવા લાગ્યા હતા. પણ રિતુ આ બધી જ ધમકીઓને નેવે મૂકી એક એવી સિસ્ટમના નિર્માણમાં જોતરાઈ ગઈ હતી, જ્યાં વિજળી ચોરીમાં ઘટાડો કરી ગામડે ગામડે ખેડૂતોને વિજળી પહોંચાડી શકાય.


આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડીજીટલાઇઝેશન જ એક માત્ર રસ્તો છે. કેન્દ્ર સરકાર પાંચ વર્ષથી પાવર ટ્રાંસમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ડસ્ટ્રીમાં લગભગ 3 લાખ 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહી છે.

તેવામાં આ આઈએએસ અધિકારી દ્વારા કરવામાં આવેલું આ કામ ખુબ જ સાહસુ તેમ જ અનુસરવા યોગ્ય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ માહિતી અને દરરોજ આવી અનેક માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.