તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતી રીટા રિપોર્ટર છે રિયલ લાઇફમાં બોલ્ડ એન્ડ બ્યુટીફુલ, જીવે છે લક્ઝરીયસ લાઈફ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ ભારતના મોટા ભાગના જુવાન-વૃદ્ધ-બાળકો ખુબ જ શોખથી જોતા હોય છે. આ સિરિયલ સમાજના દરેક વર્ગને સંપૂર્ણ મનોરંજન પુરુ પાડે છે. તેની લોક પ્રિયતાના કારણે જ આજે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ભારતનો સૌથી લાંબો શો છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


ફિલ્મ શોલેની જેમ આ સિરિયલના દરેક કેરેક્ટર લોકોના મન મસ્તિષ્ક પર છવાઈ ગયા છે અને ભલે અમુક કેરેક્ટર ઘણા ઓછા એપિસોડમાં જ જોવા મળતા હોય તેમ છતાં તેઓ દર્શકોને યાદ રહી જતા હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એવું જ એક ચરિત્ર છે રીટા રીપોર્ટરનું.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


રીટા રીપોર્ટર તમને ભલે ભીડે, અંજલી કે બબીતાના કરેક્ટરની જેમ અવારનવાર સ્ક્રીન પર જોવા નહીં મળતું હોય તેમ છતાં તેને લોકોએ યાદ રાખી લીધી છે અને તેને મોટા ભાગના દર્શકો તેના સાચા નામથી ઓળખતા પણ નથી તો તમને તેનું સાચું નામ જણાવી દઈએ તેનું નામ છે પ્રિયા આહુજા રાજડા.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


સિરિયલમાં તેણીને એક અત્યંત એક્ટિવ રીપોર્ટ તરીકે દર્શાવવામાં આવી છે. તેણી હંમેશા બ્રેકીંગ ન્યુઝની શોધમાં રહે છે. તારક મહેતા… સિરિયલ પહેલાં પણ તેણીએ ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે જેમ કે ઝારા, શુભ વિવાહ, છજ્જે કા પ્યાર તેમજ બિટ્ટો વિગેરે સિરિયલો.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


પ્રિયા આહુજા એટલે કે રીટા રીપોર્ટરને તમે તારક મહેતા… માં ભલે ખુબ જ સાદા વસ્ત્રો જેમ કે કૂર્તિ, સ્કર્ટ ટોપ કે પછી ઓછા મેક અપ કે પછી સાદી હેયર સ્ટાઇલમાં જોતા હશો પણ વાસ્તવમાં તે તદ્દન અલગ છે. તમને જણાવી દઈએ કે રીટા રીપોર્ટરે રીયલ લાઈફમાં સિરિયલના ડાયરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કરેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


રીટાને પ્રવાસ-પર્યટનનો ખુબ જ શોખ છે. તેને બીચ પર જવું ખુબ ગમે છે અને તે અવારનવાર પોતાના બોલ્ડ ફોટો સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરતી હોય છે. તેણીને પોતાના દેખાવમાં પ્રયોગ કરવા પણ ખુબ ગમે છે તે અવનવા લૂકમાં ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


તેણી સોશિયલ મિડિયા અકાઉન્ટ પર ઘણી એક્ટીવ છે તે પોતાના દરેક પ્રવાસ, દરેક મહત્ત્વની ઇવેન્ટ તેમજ મસ્તી મજાકની પળો તેમજ પોતાના પતિ સાથેની મીઠી મધૂર પળોને પણ સોશિયલ અકાઉન્ટ પર શેયર કરતી રહે છે. તેના આજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાખ ફોલોઅર્સ છે જે દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


પ્રિયા ભલે તારક મહેતા…માં વધારે જોવા ન મળતી હોય પણ તેને પોતાના સાથી કલાકારો સાથે સમય પસાર કરવો ખુબ ગમે છે તે આજે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનું એટલે કે નીધી ભાનુશાળી તેમજ ગોલી સાથે પોતાનો સમય પસાર કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


તેણી થોડા સમય પહેલા જ પોતાના પતિ સાથે યુરોપ ફરવા ગઈ હતી. અને તેણે ત્યાંની સુંદર સુંદર તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી. તેણી સાચે જ કોઈ ડ્રીમ લાઈફ જીવી રહી છે.

તેણી પ્રાણી પ્રેમી પણ છે તેણી પોતાના વિવિધ બ્રિડના પપીઝ સાથે અવારનવાર મસ્તી કરતી જોવા મળે છે. આ તસ્વીરમાં તે પોતાના ક્યુટ પપીઝ સાથે મસ્તી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


પ્રિયા પોતાની જાતને ફિટ રાખવામાં માને છે. ઘણી બધી બોલીવૂડ સેલિબ્રીટીની જેમ તે પણ રેગ્યુલર જીમમાં જઈ એક્સરસાઇઝ કરે છે. તે અંગેની તસ્વિર પણ અહીં ઇન્સ્ટાગ્રામ પર તેણીએ મુકી છે જેમાં તેણી. પોતાના ટ્રેઇનર સાથે બોક્સિંગની પ્રેક્ટિસ કરી રહી છે. નાના, તેણે કોઈ બોક્સરનું કેરેક્ટર નથી કરવાનું પણ આ એક જાતની ફિટનેસ એક્સરસાઇઝ છે જે તમારા સ્નાયુઓને મજબુત બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


પ્રિયાના પતિ ગુજરાતના નાટ્ય જગતની ફેમસ જોડી સુરેશ-શેતલ રાજડાના દીકરા છે. જો કે માલવને હંમેશા કેમેરા પાછળ જ રહેવાનું હેવાથી તેમને ઘણા ઓછા લોકો ઓળખે છે. માલવે પોતાની કેરિયરની શરૂઆત ‘તીન બહુરાનિયા’ નામની સિરિયલથી કરી હતી. આ પહેલા તેમણે ‘પાપડ પોળ’નામની સીરીયલના પણ કેટલાક એપિસોડ ડીરેક્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


પ્રિયા – માલવની લવ સ્ટોરી

માલવે સૌ પ્રથમવાર પ્રિયાને તારક મહેતા… સિરિયલના સેટ પર જોઈ હતી અને તે પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી ગયા હતા. તે વખતે માલવ કોઈ બીજી છોકરી સાથે ડેટીંગ કરી રહ્યા હતા અને પ્રિયા પણ કોઈ બીજા છોકરા સાથે ડેટીંગ કરી રહી હતી. માટે શરૂઆતના છ મહિના તો બન્નેના સંબંધ માત્ર હાય-હેલોના જ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


શરૂઆતમાં માલવને પ્રિયાએ જરા પણ ભાવ ન આપ્યો. જો કે તે વખતે માલવ પોતે પણ પ્રિયા સાથે વાત કરવાનું ટાળતો હતો. પણ છેવટે માલવથી ન રહેવાયું અને પ્રિયાના વખાણ કરતો એક મેસેજ તેણે પ્રિયાને કરી દીધો અને આ એક મેસેજે તે બન્ને વચ્ચેના અંતરને ઘટાડી દીધું. અને આ રીતે તેમની લવ સ્ટોરીની શરૂઆત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on


થોડા સમય બાદ માલવે પ્રિયા નહીં પણ તેના મમ્મી પાસે જ પ્રિયાનો હાથ માગી લીધો. અને પ્રિયાના મમ્મીએ હા પણ પાડી દીધી. 19 નવેમ્બર 2011માં બન્ને કુટુંબની મરજીથી પ્રિયા અને માલવે રાજીખુશીથી પ્રભુતામાં પગલા પાડ્યા અને આજે તેઓ સુખી લગ્ન જીવન માણી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ