રસ્તા પર ભીખ માંગતી આ છોકરીનુ નસીબ બદલાતા બની ગઇ ઓનલાન સેલિબ્રિટિ અને મોડલ, જાણો જીવનમાં એવો તો ક્યાં આવ્યો વળાંક

નસીબ, રંક હોય કે રાજા, જો નસીબ સાથ ના આપે તો બધું નકામું છે, જુવો આ છોકરીની કહાની.

માણસનું નસીબ બદલવા માટે ઘણા બધા પાસા જવાબદાર હોય છે પણ ક્યારેક ક્યારેક એક તસ્વીર પણ નસીબ બદલી નાખે છે. 13 વર્ષની રીતા ગૈવિયોલા તેનું ઉદાહરણ છે. 4 વર્ષ પહેલા તે રસ્તા પર ભીખ માંગતી હતી પરંતુ આજે મૉડેલ અને સેલિબ્રિટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના એક લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે ફિલીપીંસના લુકબાન શહેરમાં ફોટોગ્રાફર ટોફર ક્વીંટો પહોંચ્યા.

image source

ટોફરે જ્યારે રિતાને રસ્તા પર ભીખ માંગતા જોય ત્યારે તર તેની સુંદરતાથી પ્રભાવિત થયા હતા અને તેની એક તસ્વીર લીધું હતી. ત્યારબાદ ટોફરે આ તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી અને પછી રિતાની જિંદગી બદલી ગઈ. રિતા 5 ભાઈ બહેન છે જ્યારે તેની માતા બીજાના ઘરે કામ કરે છે અને પિતા ભંગાર એકઠો કરે છે.

રિતા મોડલિંગ સાથે એક્ટિંગ પણ કરે છે. ચાર વર્ષ પહેલાં જ્યારે તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર થઈ ત્યારબાદ રિતાને ઘણી જગ્યાએથી કામ મળ્યું હતું. તેને અનેક બ્યુટી કવીને પસંદ કરી હતી અને તેને આર્થિક મદદ પણ કરી હતી. તસ્વીર વાયરલ થઈ એટલે કેટલીક કંપનીએ પણ તેને મોડલ તરીકે કામ આપ્યું હતું. તે tv શોમાં પણ આવી હતી.

image source

રિતા બેડઝાઓ નામના અલ્પસંખ્યક સમુદાય માંથી આવે છે અને એટલેજ લોકો તેને બેડઝાઓ ગર્લ પણ કહે છે.

રિઆલિટી શો ‘બિગ બ્રધર’માં કર્યું કામઃ મિસ વર્લ્ડ ફિલિપીંસ 2015, મિસ ઈન્ટરનેશનલ ફિલિપીંસ 2015 અને મિસ અર્થ 2015એ સોશિયલ મીડિયા પર રીતાના ફિગરના વખાણ કર્યા. રીતા ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેને રિઆલિટી શો ‘બિગ બ્રધર’ ઑફર કરવામાં આવ્યો હતો. આ શો એ તેને નવી ઉંચાઈઓ અપાવી અને પરિવાર આર્થિક રીતે મજબૂત થયો.

image source

અમેરિકી ચાહકે ભેટ આપ્યું ઘર. 2018માં રીતાએ યુટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો. જેમાં તેણે પોતાના નવા ઘરની જાણકારી આપી. આ ઘર બનાવવામાં તેના એક અમેરિકી ચાહકે આર્થિક મદદ કરી હતી. રીતા હાલ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ તેની પ્રાથમિકતા ભણતર પૂર્ણ કરવાની છે.

રિતા હાલમાં મોડલિંગ સાથે tv શોમાં પણ કામ કરે છે સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપે છે. ભણતર તેની પ્રાથમિક જરૂરિયાત છે અને આગળ ખૂબ ભણવાની ઈચ્છાઓ રાખે છે. રિતાનું નસીબ એક તસ્વીરે આખું બદલી દીધું છે. પહેલા ભીખ માંગીને રોડ પર રખડતી રીતા હાલમાં પોતાના ઘરમાં આરામની જિંદગી જીવે છે. આને જ કહેવાય કે નસીબનું હોય તે મળીને જ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ