જલ્સા કરોને જેંતીલાલ

ઋષિ કપૂર અને નીતુ કપૂરની 40 વર્ષ પહેલાની લગ્ન પત્રિકા થઇ વાઇરલ, સાથે જુઓ બીજા ક્યારેય ના જોયેલા ફોટો…

ઋષિ કપૂરે 40 વર્ષ પહેલાં નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા, તેમના લગ્નનું કાર્ડ હવે વાયરલ થઈ રહ્યું છે, જુઓ આવી હતી તેમની આમંત્રણ પત્રિકા, આ તમામ ખાસ તસ્વીરો સાથે તેમના લગ્નની આમંત્રણ પત્રિકા પણ સામે આવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

image source

બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરના નિધન બાદ આખું ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે, આવી સ્થિતિમાં તેમનો પરિવાર પણ ઘણો દુ:ખી છે. ઋષિ કપૂરના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાયેલી ઘણી બધી તસવીરો યાદોના રૂપે બહાર આવી રહી છે. આ દરમિયાન, તેમની તમામ ખાસ તસ્વીરો સાથે, તેમના લગ્નની આમંત્રણ પત્રિકા પણ સામે આવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

image source

ઋષિ કપૂર અને નીતુ કપૂર લગ્નની આ પત્રિકાને બધા ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઋષિ કપૂર અને નીતુના લગ્ન 23 જાન્યુઆરી 1980 ના રોજ થયા હતા. તેમના લગ્નનું સ્થળ ચેમ્બુર સ્થિત આર કે સ્ટુડિયો જ હતું. જેને હવે કપૂર પરિવાર દ્વારા વેચી દેવામાં આવ્યો છે.

image source

ઋષિ કપૂરના નિધન બાદ શનિવારે પહેલીવાર જ તેમની પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નીતુએ ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાના હૃદયનું વર્ણન કરી બધાને ભાવુક કર્યા હતા.

નીતુ કપૂરે ઋષિ કપૂરની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું છે કે, “આપણી કહાનીનો અંત”. આ સાથે નીતુ કપૂરે દિલવાળા ઇમોજીસ પણ બનાવ્યા છે. નીતુ સિંહે પહેલા પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમની લવ સ્ટોરી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ કરતા પણ વધુ રોમેન્ટિક હતી. જોકે બંનેએ ઘણા ઉતાર-ચઢાવ જોયા, પણ નીતુએ હાર માની નહીં. નીતુ છેલ્લી ક્ષણ સુધી તેમની તાકાત રહી હતી. નીતુની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તેમને દિલાસો આપી રહ્યા છે તેમજ ઋષિ કપૂરની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે બંનેના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટથી થઈ હતી. નીતુ અને ઋષિ પહેલીવાર ફિલ્મ ‘જહરિલા ઇન્સાન’ ના સેટ પર મળ્યા હતા. પ્રારંભિક લડાઇ-ઝગડા પ્રેમમાં બદલાઈ ગયા અને તકરાર પણ પ્રેમમાં ફેરવાઈ ગઈ. તે બંને વચ્ચે આ પ્રથમ નજરનો પ્રેમ ન હતો, પરંતુ જન્મ-જન્મનો સંબંધ બની ગયો હતો. એક અતૂટ સંબંધ. નીતુએ કદી સપનામાં વિચાર્યું પણ નહોતું કે મૃત્યુથી તેઓ બંને અલગ થઈ જશે.

તમને જણાવી દઈએ કે 30 એપ્રિલના રોજ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ઋષિ કપૂરનું નિધન થયું હતું. તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂરની સારવાર દરમિયાન નીતુ કપૂર પળેપળ તેમની સાથે જ હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. ઋષિ કપૂરને 2018 માં લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. ઋષિ કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. તે તેની સારવાર માટે ન્યૂયોર્ક પણ ગયા હતા અને ગયા વર્ષે જ ભારત પરત આવ્યા હતા. 67 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા અને સમગ્ર વિશ્વને વિદાય આપી. ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ થયો હતો. ઋષિ કપૂર ભારતીય ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતા.

image source

ઋષિ કપૂરના મૃત્યુના સમાચાર સૌ પ્રથમ અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં આપ્યા હતા. તેમણે કહ્યું કે ઋષિ કપૂરે આ દુનિયા છોડી દીધી છે. આ સાથે તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે તેઓ તૂટી ગયા છે, તેમના મોટા ભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version