ડાયમંડ રિંગ પહેરવાની ક્રેઝી છે ટીવીની આ 8 અભિનેત્રીઓ, જેમાં ખાસ જોજો હિના ખાન અને દિવ્યાંકા ત્રિપાઠીની રિંગ

એવી કઈ મહિલા હશે જેને ડાયમંડ માટે પ્રેન ન હોય. નાનાં પડદાની અભિનેત્રીઓ પણ આમાં અપવાદ નથી. કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમની હજી સુધી સગાઈ પણ નથી થઈ પણ એ ડાયમંડ રિંગ્સની દિવાની છે.ટીવીની આ અભિનેત્રીઓ ડાયમંડ રિંગ પહેરવા હંમેશા તૈયાર રહે છે. અમૂકે તો સગાઈની વીંટીની પણ રાહ જોયા વગર જાતે જ ડાયમંડ રિંગ ખરીદી લીધી. તો ચાલો જાણી લઈએ આ અભિનેત્રીઓ વિશે.

1. હિના ખાન

image source

ટીવીની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. યે રિશ્તા ક્યાં કહેલાતા હેથી જાણીતી બનેલી આ અભિનેત્રી આજે ખૂબ જ સફળ છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બધાંનું ધ્યાન હિના ખાનની આંગળીમાં દેખાઈ રહેલી રિંગ પર જઈ રહ્યું હતું. હીનાએ પોતાના હાથમાં એક મોટા ડાયમંડની સુંદર રિંગ પહેરી હતી. આ રીંગને જોઈને કોઈ એ જ અંદાજો લગાવે કે કદાચ એમને સગાઈ કરી લીધી. પછીથી હિના ખાને આ અફવા પર વિરામ મુકતા કહ્યું કે આ સગાઈની વીંટી નથી. એમને ડાયમંડ રિંગ પહેરવું ગમે છે.

2. અંકિતા લોખંડે.

image source

ટીવી શો પવિત્ર રિશ્તાથી જાણીતી બનેલી અભિનેત્રી અંકિતા લોખંડે પણ થોડા સમય પહેલા પોતાના હાથમાં ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. કોવિડ19ના કારણે લોકડાઉનમાં અંકિતાની આ ડાયમંડ રીંગે ફેન્સને ચોંકાવી દીધા. બધાને એવું લાગી રહ્યું હતું કે અંકિતાએ સગાઈ કરી લીધી. પછીથી અંકિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફિલ્મોમાં લીડ એક્ટ્રેસનો રોલ કર્યા પછી જ એ લગ્ન કરશે એમને ડાયમંડ રિંગ ખૂબ જ ગમે છે એટલે જાતે જ ખરીદીને પહેરી લીધી.

3. હિમાંશી ખુરાના

image source

કોન્ટ્રોવરશિયલ શો બિગ બોસ 13 પછી હીમાંશી ખુરાના અને આસીમ રિયાઝનો સંબંધ ચર્ચામાં રહ્યો. હિમાંશી ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં એને ડાયમંડ રિંગ પહેરેલી દેખાય છે. પણ હીમાંશીએ જે કેપ્સન લખ્યું હતું એને જોઈને ફેન્સ કન્ફ્યુઝડ થઈ ગયા હતા. એમને લખ્યું હતું કે એમની તરફથી હા છે અને આ ખાસ રિંગ માટે હજારવાર હા છે. એની સાથે એમને એક બ્રાન્ડનેમ આપ્યું છે એના પરથી ખ્યાલ આવી જાય કે આ એક પ્રમોશનલ ફોટો છે.

4. દિવ્યાંકા ત્રિપાઠી.

image source

ટીવી કલાકાર અને સૌથી ડિસેન્ટ એક્ટ્રેસ દિવ્યાકા ત્રિપાઠીને ડાયમંડ રિંગ પહેરવી ખૂબ ગમે છે. એ હંમેશા પોતાના હાથમાં ડાયમંડ રિંગ પહેરે છે. એમના બધા જ ફોટામાં આ વાત તમે નોટિસ કરી શકો છો.

5. એરિકા ફર્નાન્ડિઝ

image source

ફેશન અને સ્ટાઇલમાં પોપ્યુલર એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ લન ડાયમંડ જવેલરીની શોખીન છે. થોડા મહિના પહેલા એરિકાએ પોતાના હાથમાં એક ખૂબ જ સુંદર ડાયમંડ રિંગ ફ્લોનટ કરતા દેખાઈ હતી. આ રિંગ પર એરિકાના નામનો પહેલો અક્ષર લખેલો હતો.

6. સનાયા ઈરાની.

image source

સનાયાને ડાયમંડ રિંગ ખૂબ જ ગમેં છે. એકટર મોહિત સહગલે સગાઈના દિવસે સનાયાને જે ડાયમંડ રિંગ પહેરાવી હતી એને સનાયાએ આજ સુધી પોતાની આંગળીમાં પહેરી રાખી છે.

7. યુવીકા ચૌધરી.

image source

ડાયમંડ લવરની લિસ્ટમાં યુવીકા ચૌધરી કેવી રીતે પાછળ રહી શકે. યુવીકા ફોટામાં ઘણીવાર પોતાની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી દેખાય છે.

8.સરગુન મહેતા.

image source

સરગુન મહેતાના ફોટામાં એમનો ડાયમંડ પ્રેમ સાફ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ