તમારા વાળનો ગ્રોથ ઝડપથી વધારવા આ રીતે કરો કેર

 દરેક વ્યક્તિને વાળની સમસ્યા અલગ હોય છે, કેટલાક પોતાના વાળ ઓઈલી વાળથી તકલીફ હોય છે તો કેટલાકને જરૂરિયાત કરતાં વધારે ડ્રાઈ વાળના કારણે મુશ્કેલી આવે છે.

image source

જો આપની સાથે પણ કઈક આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો?, તો આજે અમે આપને જણાવીશું કેટલીક એવી નાની નાની ટિપ્સ જેની મદદથી આપ આપના વાળની આ સમસ્યાઓમાં રાહત મેળવી શકો છો.

ઓઈલી વાળની સમસ્યા:

image source

કેટલીક વાર ઓઈલી વાળની સમસ્યા એટલી વધારે વધી જાય છે કે વાળ ધોયા પછી પણ વાળમાંથી ઓઇલ ખતમ થતું નથી. આ સમસ્યામાં આપે વાળ ધોવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

વાળ ધોવા માટેનું પાણી વધારે ગરમ હોવું જોઈએ નહિ, જો આપ વાળ ધોવા માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો આપના વાળ વધારે શુષ્ક થવાની સંભાવના વધી જાય છે.

image source

આ ઉપાય કર્યા પછી પણ જો આપને ઓઈલી વાળની સમસ્યા દૂર નથી થતી તો આપ એક હેર પેક બનાવીને પણ આ સમસ્યાથઈ છુટકારો મેળવી શકો છો. હવે જાણીશું વાળનું એકસ્ટ્રા ઓઇલ દૂર કરવા માટે હેર પેક બનાવવાનો રીત..

ઓઈલી વાળ માટે હેર પેક:

– અડધું એગ વાઇટ લો.

image source

-એક ટી.સ્પૂન લીંબુનો રસ ભેળવો.

-અડધું એગ વાઇટ અને એક ટી. સ્પૂન લીંબુનો રસ ભેળવીને તેને વાળમાં લગાવો.

-ત્યારબાદ આ પેકને વાળમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો.

-ત્યારપછી વાળને માઈલ્ડ ફ્રી શેમ્પૂથી વાળને ધોઈ લેવા.

image source

-વાળ ધોવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો.

-આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણવાર ઉપયોગ કરી શકો છો.

આનાથી ઓઈલી વાળની સમસ્યા દૂર થશે અને વાળ લાંબા, જાડા,અને શાઈની પણ થશે.

ડ્રાઈ વાળ માટે

image source

જો આપના વાળ શેમ્પૂ કર્યા પછી પણ શુષ્ક રહે છે તો વાળને ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો. આ બંને રીતને અજમાવાથી આપ ઓઈલી અને શુષ્ક બંને પ્રકારની વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

image source

આના સિવાય જો આપ ઈચ્છો કે આપના વાળ લાંબા, જાડા અને સ્ટ્રોંગ બને તો વાળને સમયે સમયે ઓઈલિંગ કરતાં રહો. ઓઈલિંગ કરવા માટે શેમ્પૂ કરવાની એક રાત પહેલા વાળમાં સારી રીતે ઓઇલ લગાવીને વાળની મસાજ કરો. સવારે ઊઠીને પોતાનું મનપસંદ અને વાળને સ્યુટેબલ શેમ્પૂ થી વાળ ધોઈ લેવા.

image source

વાળમાં તેલ લગાવ્યા પછી બહાર ધૂળ-માટીમાં જવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી સ્કેલ્પમાં ધૂળ જામી જાય છે જેના કારણે વાળ તૂટવા લાગે છે અને વાળમાં નબળાઈ આવવા લાગે છે. જો આપ આખીરાત વાળમાં તેલ નથી લગાવી શકતા તો આપે ઓછામાં ઓછા બે કલાક સુધી વાળમાં તેલ રાખવું જરૂરી છે. વાળમાં તેલ લગાવ્યાના બે કલાક પછી જ વાળ ધોવા જોઈએ.

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે:

image source

જો આપ ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો કોકનટ ઓઇલમાં લીંબુનો રસ ભેળવવો. ત્યારપછી આ મિશ્રણને માથાની સ્કેલ્પ પર લગાવો. આ મીશ્રણને વાળમાં બે કલાક સુધી લગાવી રાખો ત્યાર પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. જો આપ અઠવાડિયામાં બે વાર આ થેરેપીનો ઉપયોગ કરશો તો આપના વાળ જલ્દી જ વધવા લાગશે.

image source

તેની સાથે જ વાળમાં નવી શૈં અને સોફ્ટનેસને મેહસુસ કરશો. ઉપરાંત વાળમાં થતાં ડેન્ડ્રફથી પણ છુટકારો મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ