વિશ્વનું સૌથી આમિર ગામ, જ્યાં એક એક વ્યક્તિના ખાતામાં છે 1.5 કરોડ રૂપિયા….

તમે ક્યારેય એવું ગામ જોયું છે, જ્યાંના બધા જ લોકો કરોડપતિ હોય? ૨૦૦૦ની વસ્તી વાળું એવું ગામ જોયું છે, જ્યાં દુનિયાભરની દરેક સુવિધાઓ હાજર છે? એવા લોકોનું ગામ જોયું છે, જ્યાં દરેક વ્યક્તિના ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા ઓછામાં ઓછા પડ્યા હોય છે?

આ ગામની આવી જ ખાસિયતોને કારણે લોકોએ તેને ‘સુપર વિલેજ’ નો ખિતાબ આપ્યો છે. અને આ ગામ આવેલું છે આપણા પાડોશી દેશ ચીનના જીયાગ્સું પ્રાંતમાં.

વૈભવી લોકોના આ ગામડામાં ૭૨ માળના સ્કાયસ્ક્રેપર, થીમ પાર્ક, વિલા, હેલીકોપ્ટર ટેક્સીસ જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ છે. અહીના આકાશ તરફ એક નજર મારીએ, તો સારા એવા હેલીકોપ્ટર પણ ઉડતા દેખાશે.

ફક્ત આટલું જ નહી, આ ગામના દરેક પરિવારને ઓથોરીટી તરફથી કાર અને વિલા પણ આપવામાં આવે છે. જો કે જયારે પણ પરિવાર આ ગામ છોડે, ત્યારે તેમણે આ દરેક વસ્તુઓ પરત કરવાની રહે છે.

આયોજનપૂર્વક બનાવેલા આ ગામમાં સ્ટીલ તેમજ શીપીંગની મુખ્ય કંપનીઓ આવેલી છે તેમજ આવી મોટી મોટી કંપનીઓની હાજરીને કારણે તેને કરોડ ડોલર હબ પણ કહેવામાં આવે છે.

ખાલી નામથી ઓળખાતું આ ગામડુ કોઈ શહેરથી ઓછું નથી. ગામડાના દરેક ઘરો એક જ જેવા દેખાય છે તેમજ આ ઘરો દુરથી હોટેલ જેવા જ લાગે.
જો કે એવું કહેવામાં આવે છે કે આ ગામડાના પૂર્વજો ખુબ જ ગરીબ હતા. વિકાસનું અનોખુ ઉદાહરણ ઉભું કરનારા આ ગામની પાછળ અહીની કમ્યુનિસ્ત પાર્ટીના સચિવ વુ રેના બો નો હાથ છે. કારણ કે તેમણે જ આ ગામના વિકાસનો નકશો તૈયાર કર્યો હતો તેમજ શરૂઆતના સમયમાં સામુહિક ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું.

શું કહેવું ! આવું ગામ ભારતમાં બની શકે એમ છે? જો કે અઘરું છે, પરંતુ આપણે આપણા ગામ માટે પ્રાથમિક સુવિધા જેમ કે વીજળી, પાણી, રોજગારી વગેરે લાવવા માટે મહેનત કરવી પડશે.

લેખન.સંકલન : યશ મોદી