આ ખૂની મર્ડર કરી લાશનું લોહી પી જતો, વાંચો હત્યારા રિચર્ડ ચેજ (ડ્રેકુલા કિલર) ની રિયલ સ્ટોરી

27 જાન્યુઆરી 1978 નો દિવસ અમેરિકાના કોલીફોર્નિયા શહેર માટે ભયાનક હતો.

image source

કેમ કે આ દિવસે શહેરમાં ચાર મર્ડર કેસનો બનાવ બને છે અને ચારેય મર્ડરના આરોપી તરીકે રિચર્ડ ચેજનું નામ ખુલે છે. રિચર્ડ ચેજ એ જ ખૂની છે જે આ ઘટના બાદ ” ડ્રેકુલા કિલર ” તરીકે ઓળખાવા લાગ્યો હતો.

રિચર્ડ ચેજ ખૂન કરી તેનું લોહી પીતો

image source

આમ તો મર્ડરના બનાવો તો વિશ્વભરમાં રોજેરોજ બનતા જ હોય છે પણ રિચર્ડ ચેજ એક અલગ જ પ્રકારનો ખૂની હતો. તેની વિચિત્રતા એ હતી કે એ માનવલોહી પીવાનો બંધાણી હતો.

જ્યારે 27 જાન્યુઆરી 1978 ના દિવસે કોલીફોર્નિયામાં રિચર્ડ ચેજે એવલીન મિરોથ, ડેનિયલ મેરેડીથ, એવલીન મિરોથનો 6 વર્ષીય પુત્ર અને એક અન્ય મહિલાનું મર્ડર કર્યું ત્યારે તેણે મર્ડર બાદ મિરોથના શરીરને ચાકુ મારી મારી વિકૃત કરી નાખી હતી.

image source

મીડિયાના કહેવા મુજબ આ ડ્રેકુલા કિલર બધા વ્યકિઓના શરીરનાં અંગો કાપી તેને તેમના જ લોહીથી ભરી પોતાની સાથે લઈ ગયો હતો.

તપાસ કરતા પોલીસ પણ ચોંકી

image source

ઉપરોક્ત ખૂન કેસ અંગે પોલીસે રિચર્ડની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસ જ્યારે રિચર્ડના ઘરે ગઈ તો ત્યાં બધે માનવ લોહી પડેલું જોવા મળ્યું હતું. ત્યાં સુધી કે બ્લેન્ડર અને હાથ હોવાની ગેંડી પણ લોહી વાળી હતી. પોલીસ તપાસમાં એમ પણ બહાર આવ્યું હતું કે રિચર્ડ છેલ્લા ઘણા સમયથી માનવલોહી પીતો હતો.

બાળપણથી જ વિકૃત માનસ ધરાવતો હતો રિચર્ડ

image source

રિચર્ડ ચેજ ખૂન કર્યા પહેલા એક બગીચામાં નિવસ્ત્ર હાલતમાં જોવા મળ્યો હતો અને તેનું આખું શરીર લોહીથી રંગાયેલું હતું. કહેવાય છે કે તે લોહી એક ગાયનું હતું. જો કે રિચર્ડનો આવો વિચિત્ર વ્યવહાર તેના પરિચિતો માટે જરાય નવીન નહોતો. તેઓના મતે રિચર્ડ ચેજ બાળપણથી જ આવો હતો. તેને જાનવરોને મારવામાં આનંદ આવતો એક વેળા તો તેણે એક પક્ષીને મારી તેનું લોહી પણ પીધું હતું.

image source

એવું પણ કહેવાય છે કે રિચર્ડ માનસિક રીતે સ્વસ્થ ન હતો અને તેના જીવનનો મોટો ભાગ તેણે ગાંડાઓની હોસ્પિટલમાં વિતાવ્યો હતો. જો કે જ્યારે કોલીફોર્નિયામાં મર્ડરનો બનાવ બન્યો તેના એક વર્ષ પહેલાં જ તેને હોસ્પિટલમાંથી બીમારીમાં સુધારો થવાના કારણોસર રજા આપવામાં આવી હતી.

અંતે અંત સુસાઈડ

image source

ઉપરોક્ત કેસ સંદર્ભે વર્ષ 1979 માં રિચર્ડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેના વકીલોએ બચાવ માટે કોર્ટમાં દલીલ આપી કે રિચર્ડ માનસિક રીતે સ્વસ્થ નહોતો. પરંતુ કોર્ટે તેને માન્ય રાખી ન હતી અને મર્ડરના છ કેસોમાં દોષિત ઠેરવી મૃત્યુ દંડની સજા ફટકારી હતી.

image source

પણ આ સજાનો અમલ થાય તે પહેલાં 26 ડિસેમ્બર 1980 માં રિચર્ડ ચેજે સૈન ક્વેંટીનમાં સુસાઈટ કરી લઈ પોતે જ પોતાના જીવનનો અંત આણ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ