આઇફોન પડી ગયો સમુદ્રમાં, તો આ રીતે વ્હેલ માછલીએ મોંઢામાં ફોન લઇને આપ્યો પાછો માલિકને, જોઇ લો વિડીયોમાં તમે પણ

આઇફોન સમુદ્રમાં પડ્યો તો વ્હેલ પરત આપ્યો, રિચાએ આ વાયરલ વીડિયો તેના ચાહકો સાથે શેર કર્યો.

તમને જણાવી દઈએ કે, આ બેલુગા વ્હેલ વિશે એવી અફવા છે કે તે રશિયાની નેવલ તાલીમમાંથી બહાર આવેલી છે. આ વ્હેલને રશિયાની જાસૂસ માછલી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તાલીમમાં આ વ્હેલને કેમેરા, શસ્ત્રો અને એ સમાન વિશેષ કામગીરીની તાલીમ આપવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આ વ્હેલ એ યુવતીનો ફોન પાણીમાંથી કાઢી ને આપવામાં કામયાબ બની શકી.

image source

રિચા ચઢ્ઢા (જન્મ: ૧૮ ડિસેમ્બર ૧૯૮૬) એ ભારતીય અભિનેત્રી છે. તેણીએ ઓયે લક્કી! ઓયે લક્કી! (૨૦૦૮) ફિલ્મથી બોલીવુડ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૨૦૧૦માં ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ ૧ અને ભાગ ૨ માં તેણીનો અભિનય વખણાયો હતો અને તે માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર એનાયત થયો હતો.

રિચા ચઠ્ઠા તેની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેણીના વ્યાવસાયિક કાર્યની સાથે સાથે તે રાજકીય અને પર્યાવરણને લગતી પોસ્ટ્સ પણ શેર કરે છે. તેણે તાજેતરમાં જ એક વિડિઓ રીટ્વીટ કર્યું જેમાં વ્હેલ માછલી આશ્ચર્યજનક રીતે મહિલાને આઇફોન પાછો આપતી જોઈ શકાય છે.

ટ્વિટર પ્રોફાઇલ સાયન્સ ગર્લે આ વિડિઓ શેર કર્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે – આ તે જ ક્ષણ છે જ્યારે બેલુગા વ્હેલે એક મહિલાનો આઇફોન દરિયાની અંદરથી પાછો આપ્યો કારણ કે આ મહિલાનો આઈફોન આકસ્મિક રીતે પાણીમાં પડી ગયો હતો. આ ઘટના નોર્વેના હૈમરફેસ્ટ હાર્બરની છે.

હકીકતમાં બે વિદ્યાર્થીઓ આ ફ્રેન્ડલી વ્હેલને જોવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન આમાં ના વિદ્યાર્થીઓમાંથી એકનો આઇફોન દરિયામાં પડી ગયો હતો. તે જ સમયે, આ વ્હેલે, સમય ગુમાવ્યા વિના, આ ફોન તેના મોંમાં લીધો અને આશ્ચર્યજનક રીતે તે સ્ત્રીને પાછો આપ્યો. તમને જણાવી દઈએ કે, આ બેલુગા વ્હેલ વિશે અફવા છે કે તે રશિયાની નૌકા તાલીમમાંથી બહાર આવેલી છે.

આ વ્હેલને રશિયાની જાસૂસ માછલી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તાલીમમાં આ વ્હેલને કેમેરા, શસ્ત્રો અને આ સમાન વિશેષ કામગીરીની તાલીમ આપવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આ વ્હેલ યુવતીનો ફોન પાણીમાંથી કાઢી આપવામાં કામયાબ રહી. જો કે આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

રિચા ચડ્ડા હમણાં પ્રોફેશનલ કક્ષાએ ઘણી વ્યસ્ત છે.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો રિચા ચડ્ડા થોડા સમય પહેલા ફિલ્મ પંગામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કંગના રાનાઉતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અશ્વિની ઐયર તિવારીએ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ કલેક્શન નથી કર્યું. આ ફિલ્મ સિવાય રિચા ચડ્ડા એમેઝોન પ્રાઈમના શો ઇનસાઇડ એજની ત્રીજી સીઝનમાં જોવા મળશે. આ સિવાય તે દક્ષિણ ભારતીય (સાઉથ ઇન્ડિયા) અભિનેત્રી શકીલાની બાયોપિકમાં પણ જોવા મળશે.

image source

રિચા કહે છે કે હાલમાં મી ટુ મોમેન્ટ જોરશોરથી ચાલે છે પણ આ બાબતની અસર શકિલા પર બનતી બાયોપિક પર ગૌણ હશે. એમણે આ ફિલ્મનું શૂટીંગ જૂન મહિનામાં શરૂ કર્યું અને મીટુ મોમેન્ટે ઓક્ટોબર મહિનાથી જોર પકડયું. રિચાના દાવો છે કે આ ફિલ્મ સમાજના તમામ વર્ગ માટે આંખ ઉઘાડનારી બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ