રિકા વેક્સના છે અનેક પ્રકાર, જાણો તમારી સ્કિન પ્રમાણે તમારે કયુ કરાવવુ જોઇએ

વેક્સ કરાવતી વખતે દરેક છોકરીને થોડાક ઘણા અંશે પીડા થાય છે.

ઘણી વાર તો સ્કીન લાલ થઈ જાય છે,તો કોઈ વાર ખંજવાળ કે બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.ઘણી વાર સેન્સિટિવ,નાજુક અને નરમ સ્કીન હોય એવિ છોકરીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

image source

વેક્સ કરાવતી વખતે એક કરતાં વધુ વખત સ્ટ્રીપનો ઉપયોગ કરવાથી ઘણી વાર સ્કીન લાલ થવાની સાથે સ્કીન પર દાણા નીકળે એવી ફોલ્લીઓ પણ થઈ જાય છે.

આવી સમસ્યાથી બચવા નેચરલ વસ્તુમાંથી બનેલ રિકા વેક્સનો ઉપયોગ કરો. આ વેક્સ સ્કિનને કોઈ પણ પ્રકારની નુકશાન વગર અને કોઈ પણ પીડા વગર ત્વચા પર રહેલા વાળ નીકાળવામાં તમારી મદદ કરશે.

શું છે આ રિકા વેક્સ?

image source

આ એક ઇટાલિયન વેક્સ છે જે નેચરલ વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ઓલિવ ઓઇલ અથવા દૂધમાં ગ્લિસરીન અને રોસીનેટ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ વેક્સનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પીડા થતી નથી. સાથે જ સ્કિનને નરમ અને ગ્લોઇંગ બનાવે છે.

ક્યા પ્રકારની સ્કીન પર કયુ રિકા વેક્સ કરાવવું?

image source

એક પ્રકારનું વેક્સ વાપરવાથી દરેકને ફાયદો જ થાય એવું નથી હોતુ. ઘણીવાર નુકશાન પણ પહોંચી શકે છે. આવા સમયે રિકા વેક્સ અલગ-અલગ સ્કીન ટાઈપના હોય છે મુખ્ય રીતે 3 પ્રકારના મળે છે. આ કોઈ પણ પ્રકારની સ્કીન ટાઈપ માટે ઘણું ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ કઈ સ્કીન પર કયું વેક્સ કરવું જેથી કરીને સરળતાથી એને પસંદ કરી શકો અને પીડા માંથી છૂટકારો મેળવી શકો.

image source

– જો તમારી સ્કીન નોર્મલ ટાઈપની છે તો તમે ટાઈટેનિયમ રિકા વેક્સ અથવા પીલ ઓફ વેક્સ કરો ફાયદો થશે.

-જો તમારી સ્કીન ડ્રાય અને શ્યામ છે તો તમે ઓલિવ ઓઇલવાળું રિકા વેક્સ પસંદ કરો.

-જેમની સ્કીન સેન્સિટિવ છે એ લોકો દૂધ અથવા આર્ગન ઓઇલ વાળું રિકા વેક્સ પસંદ કરો.

રિકા વેક્સ કરાવવાના ફાયદા

image source

-આ વેક્સ કર્યા પછી સ્કીન મુલાયમ થાય છે.

-ધૂળ -માટી અને પ્રદૂષણને કારણે ત્વચા પર જમા થયેલી મૃત ત્વ્ચે દૂર થાય છે.

-સ્કિનના કલરમાં પણ ફર્ક પડે છે.

-રિકા વેક્સમાં મોઇસ્યુરાઇઝર હોવાથી આનો ઉપયોગ કરવાથી પીડા ઓછી થાય છે અને ત્વચા મુલાયમ બને છે.

-સામાન્ય વેક્સની જેમ આ વેક્સથી ખંજવાળ કે બળતરા નથી થતી.

image source

-રિકા વેક્સ કોઈ પણ પ્રકારની પીડા વગર સ્કીન પર વાળ નીકાળીને ત્વચાને ખૂબસૂરત બનાવે છે.

-નેચરલ વસ્તુ માઠી બને હોવાથી રિકા વેક્સ સ્કીન પર કોઈ પણ પ્રકારનું ઇન્ફેકસન કે નુકસાન પહોંચાડતું નથી.

-આ વેક્સ સ્કિનની અંદર સુધી જઈને નાના -નાના વાળ પણ સરળતાથી નીકાળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ