આજે શીખો રમેશ મારૂ પાસેથી રીસ્યુમ લખવાની ટેકનિક… શેર કરો તમારા મિત્રો સાથે…

How to make Resume ?
(રીસ્યુમ કેમ બનાવવું ?)

ઘણા મિત્રો મને ￰પુછતા હોય કે સારી નોકરી મેળવવા એપ્લિકેશન કેમ કરવી. આ મિત્રો ને જણાવવા નું કે દોસ્ત આ અરજી નહી પણ પ્રોફેશનલ ભાષામાં RESUME કહેવાય છે. ઘણા મિત્રો આ રેઝયુમ લખવામાં ભૂલ કરે છે અને નોકરીમાં પસંદગી પામતા નથી.
મારો આ નાનકડો પ્રયાસ કદાચ આ મિત્રોને સહાયરૂપ થઈ શકે અને નોકરી મેળવવામાં મદદગાર સાબિત થય શકે. તો આવો રીસ્યુમને સમજીએ

રીસ્યુમના ચાર ભાગ છે .

ભાગ 1 ( અંગત માહિતી )

રીસ્યુમનાં આ ભાગમાં ઉમેદવારની અંગત માહિતીનો સમાવેશ થાય છે.જેમાં નામ , સરનામું , મોબાઈલ મોબાઇલ નંબર અને ઈ-મેઇલ જેવી માહિતી આપવાની હોય છે. શક્ય હોય તો આની સાથે બ્લોગની લિંક નાખવી જોઇએ.જેથી કોઈ આપના અંગત રસ વિષે જાણી શકે.

ભાગ 2( પ્રોફેશનલ સમરી)

આ ભાગમાં ઉમેદવારે અત્યાર સુધીમાં કરેલી નોકરી ની ટૂંક માં માહિતી આપવાની હોય છે. જો કોઇ ખાસ નોકરી કરી હોઈ તો તેની વિગત પણ અલગથી આપી શકાય.

ભાગ 3( હાલની મુવમેન્ટ)

આપ હાલમાં કઇ નોકરી કરી રહ્યા છે તે આ ભાગમાં આવે છે. આ ઘણી મહત્વની માહિતી છે અને આ માહિતી સાચી અને સચોટ આપવાની હોય છે. શકય હોય તો હાલમાં ચાલતી નોકરીનું પ્રમાણપત્ર જોડો. કોઈનુ ભલામણવાળુ લખાણ આપવાનું ટાળો.તમે જ તમારી જાતને સાબિત કરો.

ભાગ 4

આ ભાગમાં આપ ક્યાં કારણોથી આ નોકરી માટે આવ્યા એ આવે છે . આપ કયા અલગ પ્રયાસથી કમ્પનીને આગળ લાવી શકો એ પણ લખી શકો.

હા અગત્યની વાત ઘણા મિત્રો રીસ્યુમ માં સહી કરતા નથી.આવી ભૂલ ન કરવી . છેલ્લે સહી કરવાનું ભૂલશો નહી.

આપ ખુબ જ સારી નોકરી મેળવો એવી અભિલાષા સહ….All the best guys

લેખક : રમેશ મારૂ

મદદરૂપ થાવ તમારા મિત્રોને  આ માહિતી શેર કરો. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી