બોલિવૂડ સેલેબ્સના આ બિઝનેસ વિશે તમે નહીં જાણતા હોય, કોઈ એક તો કોઈ 3-3 હોટલોના છે માલિક, જાણો સમગ્ર માહિતી

સામાન્ય રીતે લોકોને એવું હોય કે બોલિવૂડ સ્ટાર્સ માત્ર એક્ટિંગમાંથી જ કમાણી કરતા હશે, પણ એવું નથી, એ લોકોના પણ ઘણા સાઈડ બિઝનેસ ચાલતા હોય છે. હાલમાં જ કંગના રનૌત પોતાના પ્રોડક્શન હાઉસ બાદ હવે મનાલીમાં પોતાની નવી રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહી છે. કંગનાએ પોતાનું સપનું પૂરું કરવા માટે જમીન પણ ખરીદી લીધી છે. જો કે કંગના આવું કરનારી પહેલી નથી. આ પહેલાં પણ કંઈ કેટલા સેલેબ્સે રેસ્ટોરાંમાં નસીબ અજમાવ્યું છે.

બોબી દેઓલ

image source

હાલમાં જ આશ્રમમાં ચમકેલો બોબી દેઓલ તો એક નહીં પણ ત્રણ રેસ્ટોરાંનો માલિક છે. તેની એક હોટલમાં ઈન્ડો-ચાઈનીઝ ડિશ મળે છે. બીજી હોટલ સુહાનામાં ઈન્ડિયન ડિશ મળે છે. ઝિઓનમાં ચાઈનીઝ ફૂડ મળે છે.

આશા ભોસલે

image source

આશા ભોસલે પણ આ બાબતે કંઈ ઓછી નથી. લોકપ્રિય સિંગર આશા ભોસલે પણ રેસ્ટોરાં બિઝનેસ ચલાવે છે. તેમની હોટલ દુબઈ, કુવૈત, ઈંગ્લેન્ડમાં છે. આ હોટલનું નામ પણ તેના જ નામ પરથી આશા રાખવામાં આવ્યું છે.

સુસ્મિતા સેન

image source

સુસ્મિતા સેન પણ આવું જ એક નામ છે. વેબ સિરીઝ ‘આર્યા’થી એક્ટિંગ વર્લ્ડમાં કમબેક કરનાર સુસ્મિતા સેન એક્ટિંગ ઉપરાંત બિઝનેસમાંથી કમાણી કરે છે. એક્ટ્રેસનો જ્વેલરીનો બિઝનેસ છે. તેને સુસ્મિતાની માતા સંભાળે છે. સુસ્મિતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. એક્ટ્રેસ મુંબઈમાં રેસ્ટોરાં પણ ચલાવે છે અને જેમાં બંગાળી વાનગીઓ ઘણી જ ફેમસ છે.

શિલ્પા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટીએ હાલમાં જ બોલિવૂડમાં કમબેક કર્યું છે. એ પણ રેસ્ટોરાં, સ્પા તથા બારનો બિઝનેસ કરે છે. આ સાથે જ શિલ્પાએ થોડાં મહિના પહેલાં મુંબઈના વર્લી વિસ્તારમાં બેસ્ટિયન ચેન નામની એક નવી રેસ્ટરાં શરૂ કરી છે. આ બધા જ બિઝનેસમાંથી તે લાખો કરોડોની કમાણી પણ કરે છે

ડિનો મોરિયા

image source

ડિનો મોરિયા થોડી અલગ રીતે આ ધંધા સાથે જોડાયેલો છે. કારણ કે ડિનો મોરિયા પોતાના ભાઈ સાથે પાર્ટનરશિપમાં રેસ્ટોરાં ચલાવે છે. રેસ્ટોરાંનું નામ ક્રીપ સ્ટેશન છે, જે નોર્થ, વેસ્ટ તથા ઈસ્ટર્ન ઈન્ડિયામાં છે.

અર્જુન રામપાલ

image source

અર્જુન રામપાલ પણ આવો જ અભિનેતા છે. વિગતે વાત કરીએ તો અર્જુન રામપાલ દિલ્હીના પોશ એરિયામાં ફાઈવ સ્ટાર હોટલમાં ડિસ્કો બાર ખોલ્યું છે. આ ડિસ્કો બારનું નામ લેપ છે.

સોહેલ ખાન

image source

સોહેલ ખાન વિશે આ બાબતે વાત કરીએ તો અભિનેતાએ થોડાં વર્ષ પહેલાં શિલ્પા શેટ્ટીની પોઈઝન ક્લબ ખરીદી હતી. આ ક્લબનું નામ હવે રોયલ્ટી ક્લબ કરી નાખવામાં આવ્યું છે. યુરોપિયન ટચ ધરાવતું ઈન્ટરનેશનલ સ્ટાર્ડન્ડ પબ છે. આ પબ 10 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. આટલું મોટું પબ ખુબ ઓછી જગ્યાએ હોય છે.

જેકલીન

image source

શ્રીલંકામાંથી ભારતમાં આવીને પોતાનું નામ કમાનાર જેકલીને શ્રીલંકામાં કોલંબામાં પોતાની રેસ્ટોરાં શરૂ કરી છે. રેસ્ટોરાંમાં શ્રીલંકાની તમામ ડિશો મળે છે. આ રેસ્ટોરાંનું નામ કાએમાસૂત્ર છે. નામ થોડુ અજીબ છે પણ આવક ખુબ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ