પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી આ હકીકત વિશે તમે જાણો છો?

26મી જાન્યુઆરી 2020ના રોજ સમગ્ર ભારત દેશ 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે.

image source

જેની દેશની રાજધાની દીલ્લી ખાતે પુરજોશમા તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આ એક રાષ્ટ્રિય તહેવાર હોવાથી દેશમાં રહેતાં બધા જ ધર્મના લોકો આ તેહવારને પૂર્ણ દેશભક્તિથી ઉજવે છે.

image source

હાલ દીલ્લી ખાતે ગણતંત્ર દિવસ પર થતી પરેડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 1950ની 26મી જાન્યુઆરીના દિવસે દેશમાં બંધારણ લાગુ કરવામા આવ્યો હતો તે જ નિમિતે દર વર્ષે આ રાષ્ટ્રિય તહેવારની ઉજવણી કરવાં આવે છે.

ચાલો જાણીએ પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક હકીકતો વિષે

image source

– સ્વતંત્રતા દિવસની ઉજવણી સામાન્ય રીતે સમગ્ર દેશમાં ગલીએ ગલીએ થતી હોય છે પણ ગણતંત્ર દિવસની ઉજવણી ખાસ કરીને દેશની રાજધાની દીલ્લીમાં કરવામા આવે છે.

– આ દિવસે પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પર પુષ્પહાર ચડાવી વીરગતિ પામેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપે છે.

image source

– આ દિવસે વડાપ્રધાન નહીં પણ રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે.

image source

– ધ્વજ ફરકાવ્યા બાદ ગણમાન્ય લોકો તેમજ રાષ્ટ્રપતિ ધ્વજના સમ્માનમાં રાષ્ટ્રિયગીત ગાય છે.

– આ દિવસે રાજધાનીમાં પરેડ કાઢવામા આવે છે.

image source

– આ પરેડ રાજપથથી લઈને ઇન્ડિયા ગેટ સુધી કરવામા આવે છે. જેમાં ભારતના સૈન્ય બળને પ્રદર્શિત કરવામાં આવે છે. તેમાં ભારતની જળ સેના, થલ સેના અને વાયુ સેનાના જવાનો ભાગ લે છે.

– આ પરેડ દરમિયાન ભારતીય સેનાના જવાનો પોતાના શૌર્યનું પ્રદર્શન કરે છે.

image source

– દીલ્લી સિવાય દરેક રાજ્યોની વાત કરીએ તો દરેક રાજ્યોની સરકાર દ્વારા આ દિવસે જે તે રાજ્યના લોક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવે છે. અને શાળાઓમાં ધ્વજવંદનનું આયોજન પણ કરવામાં આવે છે.

– પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોતાના સુરક્ષાબળો સાથે 14 ઘોડાથી સજ્જ સુંદર રીતે શણગારવામાં આવેલી બગ્ગીમાં બેસીને ઇન્ડિયા ગેટ પર આવે છે અને તેમનું સ્વાગત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે.

image source

– સૈન્ય બળના પ્રદર્શનની સાથે સાથે દરેક રાજ્યની ઝાંખી કરાવતી સુંદર પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવે છે અને સાથે સાથે 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ