Republic Day 2021: રાજપથ પરેડમાં આ ખાસ વસ્તુનો જોવા મળશે જલવો, જાણો અને જોજો ખાસ તમે પણ

ગણતંત્ર દિવસના અવસર પર દેશની રાજધાની દિલ્લીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ત્રણ વર્ષ પછી એનએસજી કમાંડો એક વાર ફરીથી રાજપથ માર્ગ પર થનાર પરેડમાં જોવા મળશે.

વર્ષ ૨૦૧૭ પછી ફરીથી રાજપથ માર્ગ પર હશે NSG કમાંડો.

પરેડમાં જોવા મળશે NSGની અત્યાધુનિક મશીનરીની ઝલક.

image source

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ભારતમાં ૭૨મો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસના અવસર પર દેશની રાજધાની દિલ્લીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજપથ માર્ગ પર થનાર પરેડમાં શક્તિશાળી, મજબુત અને બુલંદ ભારતનું વિહંગમ દ્રશ્ય બતાવવામાં આવે છે.

image source

પરેડમાં શાનદાર દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર હોય છે. જેને જોવા માટે લોકો દુર દુરથી મોટી સંખ્યામાં પહોચે છે. ખાસ વાત આ છે કે, ત્રણ વર્ષ પછી આ વર્ષે રાજપથ માર્ગ પર થનાર પરેડમાં એકવાર ફરીથી એનએસજી કમાંડોના ‘જલવા’ જોવા મળશે.

image source

તા. ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રાજપથ પર થનાર પરેડની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વખતે વર્ષ ૨૦૧૭ પછી એકવાર ફરીથી એનએસજી એટલે કે નેશનલ સિક્યોરીટી ગાર્ડ (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) ના કમાંડો રાજપથ માર્ગ પર પોતાના જલવા બતાવશે. એનએસજી જેમને બ્લેક કેટ કમાંડો પણ કહેવામાં આવે છે. એકવાર ફરીથી એનએસજી આ વખતે રાજપથ માર્ગ પર પરત ફરી રહી છે.

image source

એનએસજી તે કમાંડો હોય છે, જે કોઈપણ આતંકી ગતિવિધિ થવા પર સૌથી પહેલા તેમને મુહતોડ જવાબ આપવા માટે આગળ આવીને એમનો સામનો કરે છે. તા. ૨૬ નવેમ્બરનો હુમલો હોય કે પછી પઠાનકોટનો હુમલો સૌથી પહેલા એનએસજીના કમાંડો મોરચો સંભાળ્યો અને આતંકીઓને મુહતોડ જવાબ આપ્યો.

image source

આધુનિક હથિયારોથી સજ્જ આ કમાંડો એટલા માટે પણ કહેવામાં આવે છે, કેમ કે, એમની આખી યુનિફોર્મ બ્લેક હોય છે. તમામ હથીયારો એમની પાસે હોય છે. આ તે દળ છે જેને સૌથી આગળ રાખવામાં આવે છે. રેસ્કયુ ઓપરેશનને કેટલાક કલાકોમાં જ અંજામ આપી દે છે. દરેક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આ દળ સક્ષમ હોય છે. આ જ કારણ છે કે, એમને સૌથી ઘાતક કમાંડો પણ કહેવામાં આવે છે. એનએસજી કમાંડો આ વખતે રાજપથ માર્ગ પર એકલા નહી, ઉપરાંત કોઇપણ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અત્યાધુનિક મશીનરી જેવા કે, maas, rook, tcv ની સાથે જોવા મળશે. એનએસજી કમાંડોની અત્યાધુનિક મશીનરીની ઝલક પણ આ વખતે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ