આ એક એવા માણસની કહાની છે, જે તેની મહેનત અને જુસ્સા દ્વારા, એક ભિક્ષુકમાંથી મિલિયોનર બન્યા…..

આ એક એવા માણસની કહાની છે, જે તેની મહેનત અને જુસ્સા દ્વારા, એક ભિક્ષુકમાંથી મિલિયોનર બન્યા હતા. એક સમય એવો પણ હતો જયારે તેઓ ઘરે ઘરે જઈને ભીખ માગતા હતા અને….આજે પણ તેમની કંપનીનું ટર્નઓવર 30 કરોડ જેટલું તો છે જ પણ સાથે સાથે તેમની કંપનીથી 150 થી વધુ ઘરોમાં રોજગારી મળી રહી છે.

અમે રેણુકા આરાધ્યા વિશે વાત કરી રહ્યા છીએ, જેમની ઉંમર 50 વર્ષ છે. તેમનું જીવન બંગાળ નજીક અનેકાલ તાલુકાના ગોપેન્દર ગામથી શરૂ થયું હતું. તેમના પિતા એક નાના સ્થાનિક મંદિરના પુજારી હતા, જેમાં મળેલા દાન-પુણ્યની રકમથી તેઓનું ઘર ચાલતું હતું. પણ તે રકમથી ઘર ચલાવવું તેમના માટે ઘણું અઘરું હતું આથી તે નજીકના ગામોમાં ભીખ માંગવા જતા જેમાં તેઓને ભીખમાં અનાજ મળતું. એ અનાજને એકત્ર કરીને બજારમાં વેચીને જે રૂપિયા મળતા તેમાંથી ઘર ચલાવતા.

રેણુકા પણ તેમના પિતાને ભીખ માગવા માટે મદદ કરતા હતા. પરંતુ પરિવારની સ્થિતિ એટલી બગડતી હતી કે છઠ્ઠા ધોરણ પછી પિતાની જેમ પુજારી બનીને પણ તેમને ઘરોમાં કામ નોકર તરીકે કામ કરવા જવું પડતું હતું.

ટૂંક સમયમાં, તેમના પિતાએ તેમને ચિકપેટના આશ્રયસ્થાનમાં મૂકી દીધા, જ્યાં તેમને વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો પ ત્યાં દિવસમાં ફાકત ૨ વાર જ ખાવાનું મળતું હતું – એક સવારે 8 વાગે અને બીજું સાંજે 8 વાગે. આ કારણે તેઓએ ભુક્યા જ રહેવું પાડતું હતું અને એને જ કારણે તેઓ અભ્યાસ પર ધ્યાન ન આપી શક્યા. પરિણામે, તેઓ દસમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા.

ત્યારબાદ તેમના પિતાનુ મૃત્યુ થયું અને મોટાભાઈ ઘર છોડીને ભાગી જતા તેમની માતા અને બહેનની જવાબદારી તેમના ખભા પર આવી. પરંતુ તેઓએ દર્શાવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં પણ તેઓએ તેમની જવાબદારીને નિભાવી હતી.

અને આ સાથે, તેઓ આજીવિકા મેળવવા માટે ખૂબ લાંબા યુદ્ધમાં લડ્યા. જેમાં તેમને ઘણી તકલીફોની સાથે સાથે નિરાશાઓનો સામનો કરવો પડ્યો હતો. ધક્કા ઉપર ધક્કા ખાવા પડ્યા હતા.
આવા સમયે તેમને ખુબ જ ખરાબ કામ કરવા પડ્યા હતા જેમ જે પ્લાસ્ટિકનાં એક કારખાનામાં મજુર તરીકે, કોઈક જગ્યા એ ચોકીદાર તરીકે તો ક્યારેક માળી તરીકે!

પરંતુ તેમણે કંઇક સારું કરવાની લાલચમાં આ કામ ક્યારેય છોડ્યું નઈ. આ દરમિયાન તેઓએ ઘેર ઘેર જઈને સુટકેસો અન બેગને સાંધવાનું કામ શરૂ કર્યું, જેમાં તેમને 30,000 રૂપિયાનું નુકસાન થયું.

પરંતુ તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે આ બધું છોડીને ડ્રાઇવર બનવાનું નક્કી કર્યું. પણ એમની જોડે વાહન ચલાવવાનું લાઈસન્સ પણ નહોતું. આથી તેઓએ થોડા રૂપિયા ઉધાર લઈને તેમજ સગાઈની વીટી ગિરવી મુકીને લાઈસન્સ પ્રાપ્ત કર્યું.

તેમને એવું લાગ્યું કે હવે બધું બારોબાર થઇ જશે પણ જીવને તેમને બીજો ઝટકો આપ્યો જયારે તેઓએ DRIVER તરીકેની પેહલી નોકરી શરૂઆતના અમુક કલાકોમાં જ ગુમાવી દીધી હતી.

પરંતુ સજ્જન ટેક્સી ઓપરેટેરે તેને તક આપી અને એના બદલામાં, રેણુકાએ તેમના માટે પૈસા લીધા વગર ગાડી ચલાવી જેથી તે પોતાની જાતને સાબિત કરી શકે. તેઓ આખો દિવસ નોકરી કરતા અને રાત પાડે એટલે ગાડી ચલાવવાની પ્રેક્ટિસ જતા રહેતા. તેમને નાકી કરી લીધું કે
“ભલે કઈ પન્ન થાય હવે હું ફરીથી ચોકીદાર તરીકે કામ નઈ અ જ કરું અને એક સારો ડ્રાઈવર બનીને બતાવીશ.”

તેઓ હંમેશા તેના મુસાફરોનુ ધ્યા રાખતા, જીનથી લોકોનો તેમના ઉપરનો વિશ્વાસ વધતો ગયો અને ડ્રાઈવર તરીકે તેમના માંગ વધતી ગઈ.

મુસાફરો ઉપરાંત, તેઓ મૃત શરીરને પણ હોસ્પિટલમાંથી તેમના ઘરોમાં લઇ જવાનું કામ કરતા હતા. તેઓ કહે છે,
“મૃતકોને ઘરે પોહચાડી તરત પછી તેઓ યાત્રિકોને તીર્થ સ્થળે યાત્રા કરવા લઇ જતા ત્યારે એમને સીખવા મળ્યું કે જીવન અને મૃત્યુ એ બહુ મોટી યાત્રાના બે છેડા છે અને જો કોઈએ જીવનમાં આંગળ આવું હોય તો કોઈ પણ પ્રકારની તક જતી કરાવી જોઈએ નહિ.”

સૌ પ્રથમ તો તેમણે એક ટ્રાવેલ કંપનીમાં 4 વર્ષ સુધી કામ કર્યું, ત્યારબાદ તેમણે તે ટ્રાવેલ કંપની છોડી અને બીજી ટ્રાવેલ કંપનીમાં ગયા, જ્યાં તેમને વિદેશી પ્રવાસીઓને ફેરવવાની તક મળી. વિદેશી પ્રવાસીઓ તેમને ડોલરમાં ટીપ્સ આપતા અને સતત ચાર વર્ષ સુધી ટીપની કમાણી કર્યા પછી, અને પત્નીના પીએફ અને બીજા કેટલાક લોકોની મદદથી ‘સિટી સફારી’ નામની એક કંપની ખોલી. તેઓ આ કંપનીમાં વધુ આગળ વધ્યા અને મેનેજર બન્યા.

જો તેમની જગ્યાએ બીજા કોઇ હોય, તો તે માત્ર આટલામાં જ સંતુષ્ટ થઇ જાત, પણ તેમણે પોતાની મર્યાદાઓ ચકાસવાનો નિર્ણય લીધો હતો. તેથી તેઓએ લોન પર “ઇન્ડિકા” કાર લીધી, અને તેના દોઢ વર્ષ પછી બીજી પણ એક કાર લીધી.

આ કારની મદદથી, તેણે બે વર્ષ ‘સ્પોટ સિટી ટેક્સી’ માં કામ કર્યું હતું. પરંતુ તેઓ વિચાર્યું

“હજી મારું સ્થળ દૂર છે અને મારે પોતાની પ્રવાસ કંપની બનાવવી છે.”
એવું કહેવાય છે ને કે નસીબ પણ હિંમતવાલાને જ ટેકો આપે છે. રેણુકા સાથે પણ એવું જ થયું જ્યારે તેમને ખબર પડી કે ‘ઇન્ડિયન સિટી ટેક્સી’ નામની કંપની વેચાઈ રહી છે. 2006 માં, તેમણે તે કંપનીને રૂ .650,000 માં ખરીદી લીધી, જેના માટે તેમણે પોતાની બધી કાર વેચવી પડી હતી.
તેમના શબ્દોમાં,
“મેં મારા જીવનનું સૌથી મોટું જોખમ લીધું હતું, પરંતુ આજે એ જોખમ ક્યાંથી ક્યાં લઇ આવ્યું! ”
તેમણે પોતાના કંપનીનું નામ બદલીને ‘ઓવરસીઝ કેબ્સ’ કર્યું અને તે પછી, તેઓ સફળતા પર વધુ આગળ વધ્યા.
સૌ પ્રથમ, એમેઝોન ઇન્ડિયાના પ્રમોશન માટે રેણુકાની કંપનીને પસંદ કરી. તે પછી, રેણુકાએ તેની કંપનીને ઉપર લઇ જવા પોતાનું જીવન સમર્પિત કારી દીધું. ધીમે ધીમે તેના ગ્રાહકો વધતા ગયા અને એ યાદીમાં જાણીતા ગ્રાહકો જેમ કે વોલ-માર્ટ, અકામાઈ, જનરલ મોટર્સ, વગેરે પણ હતા.

આ પછી તેમણે ક્યારેય પાછા વળીને જોયું નથી અને સફળતા તરફ તેના પગલાં ચાલુ રાખ્યા. પરંતુ તેઓએ શીખવાનું કદીય બંધ ન કર્યું. તેમની કંપની એટલી મજબૂત બની હતી કે જ્યારે ઘણી ટેક્સી કંપનીઓ ‘ઓલા’ અને ‘ઉબેર’ આવવાથી બંધ થઇ ગઈ હતી ત્યારે પણ તેમની કંપની હજી સફળતા તરફ આગળ વધી રહી છે. આજે, તેમની કંપનીના નામની 1,000 થી પણ વધુ કાર ચાલે છે.

આજે, તે ત્રણ સ્ટાર્ટ અપના ડિરેક્ટર છે અને ત્રણ વર્ષમાં 100 મિલિયન સ્પર્શ થવાની ધારણા પણ છે અને ત્યારબાદ તે આઇપીઓ તરફ આગળ વધશે.

કોણ એવું વિચારી શકે કે ઘરે ઘરે અનાજ માટે પૂછતો છોકરો જે દસમા ધોરણમાં નાપાસ થયો હતો જેની પાસે એક રૂપિયો પણ ન હતો, તે આજે 30 કરોડની કંપનીનો માલિક છે.

રોજ રોજ આવી પ્રેરણાદાયક સ્ટોરી વાંચવા માટે અમારું પેજ લાઈક કરવાનું ભૂલતા નહિ….!!!

 

 

ટીપ્પણી