સફેદ વાળને દુર કરવા બનાવો બટેકાની છાલનો આ પેક, અને કરી દો 1 Weekમાં જ તમારા હેરને કાળા

આજના આ સમયમાં અનેક બાળકોને નાનપણથી જ સફેદ વાળની સમસ્યા સતાવતી હોય છે. જો કે સફેદ વાળ તમારી પર્સનાલિટીને થોડી ઝાંખી પાડી દે છે. આમ, જો પહેલાના સમયની વાત કરીએ તો જેમ-જેમ ઉંમર વધે તેમ સફેદ વાળ થતા હતા. પહેલાના સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ જ અલગ હતી. પહેલા બહાર હોટલમાં તેમજ હરવા-ફરવાના શોખ લોકોને ઓછા હતા. આમ, કહી શકાય કે, તેઓ ઘરનુ જ ખાવાનુ આગ્રહ રાખતા હતા. જ્યારે હાલના આ સમયમાં પરિસ્થિતિ ખૂબ જ બદલાઇ ગઇ છે. તમને ખ્યાલ જ હશે કે, આજના આ સમયમાં લોકો ઘર કરતા બહારનું ખાવાનું વધુ પસંદ કરતા હોય છે જેની સૌથી મોટી અસર તમારી સ્કિન અને હેલ્થ પર પડે છે.

તમને જણાવી દઇએ કે, ધોળા વાળ થવા, વાળમાં ખોડો થવો તેમજ વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓ પાછળ મહત્વનુ કારણ તમારી લાઇફસ્ટાઇલ છે. જો તમે પૌષ્ટિક ખોરાક નથી ખાતા તો તમારા હેરને અનેક ઘણુ નુકશાન થાય છે. આમ, જો તમે ધોળા વાળને કાળા કરવા માટે બહારની પ્રોડક્ટ્સનો યુઝ કરતા હોવ તો તેનાથી હવે તમારે ચેતી જવુ જોઇએ, કારણકે તે તમને અનેક ઘણું નુકશાન કરે છે. આ સાથે જ ઘણા લોકોની ફરિયાદ એવી પણ હોય છે કે, અનેક બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ તેમના વાળ કાળા થતા નથી. જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો તમારે આ ઘરેલુ પેક ટ્રાય કરવો જોઇએ. આ ઉપાયથી એક જ અઠવાડિયામાં તમારા હેર કાળા થઇ જશે અને તમારી પર્સનાલિટી પણ એકદમ મસ્ત પડશે. તો જાણી લો તમે પણ આ ઘરેલુ પેક કેવી રીતે બનાવશો ઘરે અને કેવી રીતે કરશો તેનો ઉપયોગ…

પેક બનાવવા માટેની સામગ્રી

– 3-4 બટાકાની છાલ
– જરૂરિયાત મુજબ લવેન્ડર ઓઇલ

પેક બનાવવાની રીત સૌ પ્રથમ 3-4 બટાકા લો અને તેની છાલ કાઢી લો. ત્યારબાદ આ છાલને ઠંડા પાણીમાં નાખો. હવે આ પાણીને એક પેનમાં લઇને તેને ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકાળો. આમ, આ મિશ્રણને નોર્મલ ટેમ્પરેચર પર જ ઠંડુ થવા દો. ધ્યાન રહે કે મિશ્રણ જલદી ઠંડુ થઇ જાય તે માટે તેને ફ્રિજમાં નથી મુકવાનું. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેને એક જારમાં લઇ લો અને પછી જરૂરિયાત મુજબ તેમાં લવેન્ડર ઓઇલ એડ કરો.

આ રીતે કરો પેકનો ઉપયોગ
તૈયાર થઇ ગયેલા આ મિશ્રણને તમે સ્કેલ્પ પર ધીરે-ધીરે લગાવો અને 15 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી હેરમાં અડધો કલાક સુધી આ પેકને રહેવા દો. આ પેક લગાવતા પહેલા એક વાતનુ ખાસ કધ્યાન એ રાખો કે, તમારા માથામાં જ્યાં ધોળા વાળ વધારે હોય ત્યાં આ મિશ્રણને થોડુ વધારે પ્રમાણમાં લગાવવુ. છેલ્લે ઠંડા પાણીથી તમારા હેર વોશ કરી લો. જો કે હેર વોશ કરતી વખતે શેમ્પૂ તેમજ કોઇ પણ પ્રકારના કન્ડિશનરનો ઉપયોગ કરવાનો નથી. કારણકે જો તમે શેમ્પૂ અથવા કન્ડિશનરથી હેર વોશ કરશો તો તમારા વાળમાં આ પેકની કોઇ અસર દેખાશે નહિં.

લેખન સંકલન : નિયતી મોદી

શેર જરૂર કરજો આ ઉપયોગી માહિતી દરેક મિત્રો સાથે અને દરરોજ આવી અગણિત નવીન માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી