કાંટો કાઢવા માટેનો ઘરેલુ ઉપચાર!

ઘણી વાર કામ કરતી વખતે આપણા હાથ અથવા પગમાં કાંટો ફસાઈ જતો હોય છે. કાંટો વાગે ત્યારે ખુબ જ દુખાવો થતો હોય છે અને ઘણી વાર તો એ જગ્યાએ ઇન્ફેક્શન પણ થઇ જતું હોય છે.
કાંટો વાગ્યા પછી ખુબ જ બળતરા અને દુખાવો થતો હોય છે એટલે તેને ફટાફટ પગ અથવા હાથમાંથી કાઢવો ખુબ જ જરૂરી હોય છે.
તમે પણ ખુલ્લા પગે ચાલવાના ફાયદાઓ વિષે સાંભળ્યું હશે પરંતુ તેમ કરવાના કારણે તમને મુશ્કેલીઓ પણ પડી શકે છે. કેટલીક વાર લહુલ્લા પગે ચાલવાને કારણે પગમાં કાંટો ઘુસી જતો હોય છે.
તેવામાં તમને ખુદને પણ સમજમાં નાઈ આવતું હોય કે હવે કરીએ તો કરીએ શું જેથી કરીને આ કાંટો ફટાફટ નીકળી જાય અને વધારે દુખાવો પણ ના થાય.
આજે આ આર્ટિકલના દ્વારા અમે આપણે જણાવશું કે કાંટો વાગે ત્યારે કાયા ઘરેલુ ઉપચારની મદદથી તમે તમે તેને કાઢીને દુખાવો ઓછો કરી શકો છો.
* કાંટો વાગવા પર શું કરવું જોઈએ!

૧ – સાબુ અને પાણીથી સાફ કરવું જોઈએ.
શરીરના કોઈ પણ ભાગમાં વાગેલા કાંટાને કાઢવા માટે સૌથી પહેલા તો એ ભાગમાં સફાઈ કરવી ખુબ જ જરૂરી છે જેથી કરીને ઇન્ફેક્શન ન થાય.

કાંટાને કાઢવા પહેલા કોઈ એન્ટિસેપ્ટિક સાબુ અથવા તો ગરમ પાણીથી તે ભાગને સાફ કરી લો. વધારે દબાણપૂર્વક સાફ કરવું નહીં. હવે તે ભાગને કોરા કપડાથી લૂછી નાખો.
૨ – આ વાતોનું ધ્યાન રાખો.
જો કાંટો નાનો છે અને તેને કારણે એટલો બધું દુખાવો નથી થઇ રહ્યો તો તેને જાતે જ નીકળી જવા ડો. થોડાક સમયમાં તે આપોઆપ નીકળી જશે પરંતુ જો તેને કારણે તમને દુખાવો થઇ રહ્યો છે તો તે જગ્યા પર આરામથી ટેપ લગાવો અને થોડાક ક્ષણો બાદ તેને ઉખાડી લો.
જો તમે ટેપ નો ઉપયોગ ન કરવા માંગતા હોવ તો તો તેની જગ્યાએ તમે હર રિમૂવર વેક્સનો ઉપયોગ પણ કરી શકો છો.
૩ – મોટો કાંટો વાગવા પર શું કરવું જોઈએ!
એક નાનકડી સોઈ અને ટ્વીઝર લો અને તેને આલ્કોહોલ અથવા તો એન્ટી સેપ્ટિક થી સાફ કરી લો.
જો તમે કાંટા નારી આંખે દેખાઈ રહ્યો છે તો તેને ટ્વીઝરની મદદથી બહાર ખેંચી લો.

જો ટ્વીઝરથી કાંટો નથી નીકળી રહ્યો તો સોઈનો ઉપયોગ કરો.
જો તમને ચામડીમાં ફસાયીઓ કાંટો નરી આંખે નથી દેખાઈ રહ્યો તો તેને કાઢવા તમે મેગ્નિફાયિંગ ગ્લાસનો ઉપયોગ કરી શકો છો.
* કાંટો કાઢવાનો ઘરેલુ ઉપાય!

ચામડીમાં ફસાયેલા કાંટાને ઘરેલુ ઉપાયોની મદદથી પણ આરામથી કાઢી શકાય છે. જો તમારા શરીરમાં કાંટો વાગ્યો છે તો તમે નીચે આપેલા ઘરેલુ ઉપાયોની મદદથી પણ કાંટો કાઢી શકો છો.
૧ – બેકિંગ સોડા
થોડું પાણી લો અને તેમાં ચમચીના ચોથા ભાગનું બેકિંગ સોડા નાખો. તેનું પેસ્ટ તૈયાર કરી લો. કાંટા વાગવા વળી જાગ્યની સરખી રીતે સફાઈ કર્યા બાદ તેના પર આ પેસ્ટ લગાવો.

તેના પર પટ્ટી બાંધી ડો અને તેને એમ જ ૨૪ કલાક સુધી રહેવા દો. પટ્ટી હટાવ્યા બાદ તમને કાંટો સ્પષ્ટ રીતે નજર આવશે જેને તમે ટ્વીઝરની મદદથી બહાર કાઢી શકો છો.
૨ – સિંધયુક્ત / સિંધવ મીઠું
જો તમને વાગેલો કાંટો નજર નથી આવી રહ્યો તો શરીરના તે ભાગને સિંધયુક્ત મીઠાના પાણીમાં ડૂબાવો. તમે ઇચ્ચો તો સિંધયુક્ત મીઠાની પટ્ટી પણ કરી શકો છો.

ત્યારબાદ ટ્વીઝરની મદદથી તમે આરામથી કાંટાને બહાર કાઢી શકો છો પરંતુ જો તમે ટ્વીઝરનો ઉપયોગ નથી કરવા માંગતા તો રોજ સિંધવ મીઠાની પટ્ટી કરવાથી પણ કાંટો જાતે જ બહાર નીકળી જશે.
૩ – વિનેગર / સિરકો
વિનેગરની મદદથી કાંટો વાગેલી જગ્યા સંકોચાઈ જશે અને સંકોચાવવાના લીધે કાંટો તાથી નીકળી જશે. તે માટે સફેદ વિનેગર અથવા તો એપ્પલ સાઇડર વિનેગર બંનેનો ઉપયોગ કરી શકાય છે.

૧૦ થી ૧૫ મિનિટ માટે વિનેગરમાં કાંટા વાગેલા ભાગને ડુબાવીને રાખો. જો આ તરકીબ કામ નથી કરતી તો વિનેગર માં તે ભાગને ડુબાવવા પહેલા તેને ગરમ પાણીમાં ડુબાવીને રાખો.
૪ – કેળાની છાલ

કાંટો કાઢવા માટે કેળાની છાલને કાંટો વાગ્યા વળી જગ્યા પર ફેરવો. તેના પર પટ્ટી બાંધીને આખી રાત એમ જ રહેવા દો. કેળાની છાલને જ પતિ સાથે બાંધી દો. તેમ કરવાથી ફસાયેલો કાંટો જ કેળાની છાલ સાથે બીજા દિવસે બહાર નીકળી જશે.
૫ – ઈંડુ
કાંટો વાગ્યા બાદ તમને તમારા રસોડામાં જ તેનો ઈલાજ મળી શકે છે! કાંટા ને કાઢવા માટે ઈંડાનો પણ ઉપયોગ કરી શકાય છે. તે માટે સૌથી પહેલા ઈંડાને તોડો અને તેના છોતરાંને કાંટા વાગ્યા વાળા ભાગ પર લગાવીને મૂકી દો.

છોતરાંની સાથે – સાથે કાંટો જાતે જ બહાર નીકળી જશે, નાનો કાંટો વાગવા પર ઈંડાનો આ ઉપાય ખુબ જ અસરકાર સાબિત થઇ શકે છે.
૬ – દૂધ અને બ્રેડ
કાંટો વાગવા પર દૂધ અને બ્રેડની પણ મદદ લઇ શકાય છે.બ્રેડનો એક ટુકડો લો અને તેને પર દૂધના ૨ – ૩ ટીપા નાખો. તેને પ્રભાવિત ભાગ પર રાખો અને આખી રાત પટ્ટી બાંધીને છોડી દો.

સવાર સુધી બ્રેડમાં થી કાંટો બહાર નીકળી જશે. એક વાતનું અચૂક ધ્યાન રાખો કે આ ઉપાયને આજમાવવા પહેલા કાંટા વાગ્યા વળી જગ્યાને સરખી રીતે સાફ કરી લો જેથી કરીને ઈંફેક્શનનો ભય ન રહે.
* કાંટો કાઢવાની રીત

જો તમારા શરીરના કોઈ ભાગ પર કાંટો વાગ્યો છે તો તેને ઘરે જ અલગ – અલગ પદ્ધતિ થી કાઢી શકાય છે.કાંટો કાઢવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કાંટો કાયા ભાગમાં વાગ્યો છે, કાંટો ચામડીમાં કેટલી ઊંડાઈ સુધી ઘુસ્યો છે, તેનો આકાર શું છે અને તે કઈ દિશામાં છે.
કાંટો કાઢવાની રીતો:
૧ – ટ્વીઝર

જો નાનકડો કાંટો ફસ્યો છે અને જો તમને લાગે છે કે આરામથી નીકળી જશે તો તે માટે તમે ટ્વીઝર નો ઉપયોગ કરી શકો છો. ટ્વીઝરની મદદથી કાંટાને પકડીને સહેલાઈથી કાઢી શકાય છે.
કેવી રીતે કરવું:
સૌથી પહેલા તો આલ્કોહોલથી ટ્વીઝરને સાફ કરી લો.
ટ્વીઝરને વચ્ચેથી પકડીને કાંટાને બહાર ખેંચો.

૨ – ડક્ટ ટેપ:
આ ટેપ ખુબ જ મજબૂત હોય છે અને ચામડીમાં અંદર સુધી ફસાયેલા કાંટાને ખુબ જ આસાનીથી બહાર કાઢી શકાય છે.
કેવી રીતે કરવું:
સૌથી પહેલા તો પ્રભાવિત ભાગને સાફ કરી લો.
હવે જ્યાં કાંટો વાગ્યો છે તે જગ્યા પર ડક્ટ ટેપ લગાવો.

૩૦ મિનિટ બાદ ટેપને ખેંચી લો.
જો પહેલી વર્મા આ રીતે કાંટો નથી નીકળતો તો તમે તેનાથી ફરી થી પ્રયાસ કરી શકો છો.
* કાંટો વાગવા પર ઈલાજ, ઉપચાર અને દવા!
કાંટો વાગવા પર તેને કાઢવા પહેલા એ જરૂરથી જોઈ લો કે તે કેટલી ઊંડાઈ સુધી તમારી ચામડી માં ઘૂસેલો છે અને તેને કારણે ક્યાંક તમને કઈ વાગી તો નથી ગયું ને.

ફસાયેલા કાંટાને કાઢવા પહેલા લીકવીડ અને સાબુથી હાથ ધોઈ લો. કાંટો કાઢ્યા બાદ પણ કાંટો વાગ્યા વાળી જગ્યાને સાફ પાણી થી ધોવું ખુબ જ જરૂરી છે જેથી ઇન્ફેક્શન થતું અટકે છે.
જો કાંટાને સાફ રીતે જોવા માટે તમારી પાસે મેગ્નિફાયિંગ ગ્લાસથી તો લેમ્પ અથવા યોગ્ય સૂર્યપ્રકાશની મદદથી પણ તમે તેને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જે ભાગ પર કાંટો વાગ્યો હોય તેને દબાવો અથવા સંકોચવો નહીં. તેના પર દબાણ આપવાથી કાંટાના નાના – નાના ટુકડા થઇ શકે છે જેના કારણે મુશ્કેલી હજુ વધી શકે છે.

જો કાંટો વાગ્યા વાળી જગ્યા પર ઘા થઇ ગયો હોય તો તેને ડેટોલ અથવા સેવલોનથી સાફ કરીને સોપ્રોમાઇસિન લગાવી દો.
ડોક્ટરની મદદ ક્યારે લેવી જોઈએ?!
જો પ્રભાવિત ભાગ lal થઇ ગયો હોય અને તેનો રંગ ફીકો પડી ગયો હોય તો તમારે તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ.
પ્રભાવિત ભાગમાં સોજો થવા પર.
પ્રભાવિત ભાગમાંથી રસી નીકળવા પર.

કાંટાનો આકાર મોટો હોય તો.
અડકવાથી ચામડી ગરમ થઇ જતી હોય તો
જયારે આંખની આસપાસ કાંટો વાગે ત્યારે
જો કાંટો ચામડીમાં ખુબ જ અંદર સુધી ઘુસી ગયો હોય તો

*કાંટો કાઢ્યા બાદ શું કરવું જોઈએ!
કાંટો કાઢ્યા બાદ પ્રભાવિત ભાગને ગરમ પાણી અને સાબુ થી સાફ કરવું જોઈએ.
ઘા ને સુકાવવા દો અને ત્યારબાદ તેના પર પટ્ટી બાંધી દો.

નોટ – જો ટેટનસ નું ઇન્જેક્શન લગાવીને પાંચ વર્ષ થઇ ગયા હોય તમારે ડોક્ટર સાથે જરૂરથી વાત કરવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ