ફોલો કરો આ ટિપ્સ, અને દૂર કરી દો મોઢા, નાક અને દાઢી પરની કાળાશને…

મોઢા, નાકઅને દાઢીની આસપાસની કાળાશથી પરેશાન થઈ ગયા છો ? તો ઉપાય કરી દેશે બધી જ કાળાશ દૂર

image source

આપણે ગમે તેટલી ફેરનેસ ક્રીમ લગાવી લઈએ કે પછી ગમે તેટલા ફેશિયલ કરાવી લઈએ તેમ છતાં ચહેરા પરના કેટલાક સ્પોટની કાળાશ દૂર નથી થતી. તેવી જ એક સમસ્યા છે મોઢાની આસપાસ, તેમજ ડાઢી અને નાક આસપાસની કાળાશ.

ખાસ કરીને મોઢાની આસપાસની કાળાશથી તો ક્યારેક આખો ચહેરો વિચિત્ર લાગે છે. જો તમને પણ આવી જ કોઈ સમસ્યા હોય તો તેને આ ઉપાયોથી દૂર કરી દો.

image source

કેટલાક લોકો આ સમસ્યાને મેકઅપથી દૂર કરવાનો પ્રયાસ કરે છે પણ તેમ કરવાથી ચહેરાના જાણે કેટલાક ભાગ પડી જાય છે એટલે કે ચહેરા પર મેકઅપના વિવિધ શેડ ઉભરી આવે છે જે મેકઅપની અસર તો દર્શાવતા નથી પણ ઉલટાનો ચહેરાને બગાડી મુકે છે.

પણ અહીં તમારે મેકઅપ નહીં પણ કુદરતી ઉપાયો દ્વારા કાળાશને દૂર કરવાના ઉપાયો અજમાવવાના છે.

ચણાનો લોટ અને દૂધ

image source

ચણાનો લોટ અને દૂધ તમારી અકદૂરતી રીતે શામ થઈ ગયેલી ત્વચાને ઉજળી બનાવવાનો સદીઓ જુનો ઉપચાર છે. તમારે અહીં એક ચમચો ચણાનો લોટ અને તેની જાડી પેસ્ટ બને તેટલું કાચુ દૂધ લેવું અને તેને મિક્સકરી તેની પેસ્ટ બનાવી લેવી.

આ પેસ્ટને તમારે ચહેરા પર લગાવાની જગ્યાએ હળવા હાથે તેનું મસાજ કરવું. અને ત્યાર બાદ તે સુકાઈ ત્યાં સુધી તેને તેમ જ રહેવા દેવું અને ઠંડા પાણીએ ચહેરો ધોઈ લેવો. આ પ્રયોગ નિયમિત કરવાથી ચહેરાનો અનઇવન ટોન દૂર થશે અને ચહેરાને એકસરખો વાન મળશે.

રેટીનોલ ક્રીમ

image source

રેટીનોલ ક્રીમ ખાસ કરીને વધતી ઉંમરવાળા લોકો માટે છે એટલે કે જે સ્ત્રીઓએ પોતાની ચાલીસીમાં પ્રવેશ કર્યો છે તેઓ ક્રીમનો ઉપયોગ કરી શકે છે.

આ ક્રીમ જૂની કાળી ત્વચાને દૂર કરીને ચહેરાપર નવી ત્વચા લાવે છે. આ ત્વચાને તેના પર લખવામા આવેલા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે વાપરવાથી તે સારું ફળ આપે છે.

એલોવેરા જેલ

image source

સામાન્ય રીતે ચહેરાના આ ત્રણ ભાગ કાળા પડવાનું કારણ તે જગ્યાએ મોઇશ્ચરાઇઝર એટલે કે ભેજનો અભાવ છે. જો ચહેરાના મોઢાની આસપાસના ભાગ, નાક તેમજ દાઢીને પુરતા પ્રમાણમાં મોઇશ્ચરાઇઝર મળે તો આ ભાગ કાળા ન પડે.

અને આ જ મોઇશ્ચરાઇઝરની ખોટ તમે એલોવેરા જેલ પુરુ પાડી આપશે. કારણ કે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ કરે છે. એલોવેરા જેલને તમારે તમારા ચહેરાના કાળા ભાગો પર આખીરાત લગાવી રાખવું અને સવાર પડ્યે તેને ધોઈ લેવું.

વિટામીન ઇ

image source

વિટામીન ઇનું તેલ તમારી ત્વચાને ભેજ પુરો પાડે છે અને સાથે સાથે તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તે ચહેરા પરના ડાર્ક પેચીસને દૂર કરવામાં તમને મદદ કરે છે.

તેના માટે તમારે રોજ રાત્રે વિટામીન ઈ ધરાવતું તેલ લેવું તેનું તમારે ચહેરા પર મસાજ કરવું અને ચહેરાના કાળા ભાગો પર થોડું વધારે મસાજ કરવું. ધીમે ધીમે આ પ્રયોગથી ચહેરાનો રંગ એકસરખો થઈ જશે.

હળદર અને દહીં

image source

તમારી ડાઢીની આસપાસનો ભાગ અને મોઢાનો આસપાસનો ભાગ આ બન્ને ભાગ જો કાળા રહેતા હોય તો તમારે હળદર અને દહીંના પ્રયોગને અજમાવવો જોઈએ.

તેમાં તમારે એક નાની ચમચી હળદર અને તેની પાતળી પેસ્ટ બને તેટલું દહીં ઉમેરવું અને આ બન્ને સામગ્રીને મિક્સ કરી તેની એક પાતળી પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટને તમારે ચહેરાના કાળા ભાગ પર લગાવવી.

image source

તેને તેમ જ લગાવીને 10-15 મિનિટ છોડી દેવું. આમ કરવાથી કાળાશ દૂર થશે અને ત્વચા ચમકીલી પણ બનશે.

ધૂમ્રપાનની આદત છોડી દો

image source

ધૂમ્રપાનથી તમારા હોઠ બીલકુલ કાળા પડી જાય છે અન તેની આસપાસની ત્વચા પણ શુષ્કતાના કારણે કાળી પડી જાયછે. જો તમે ધૂમ્રપાન છોડી દેશો તો તમારું શરીર અનંદરથી સ્વસ્થ બનશે અને તમારા ચહેરા પરની કાળાશ પણ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ