ચહેરા પરના કાળા ડાઘથી છુટકારો જોઈએ છે? વાંચો આ ઘરગથ્થું ઉપચાર…

પિગમેન્ટેશન માર્ક્સ એટલે કે કાળા ધબ્બાથી છૂટકારો કેવી રીતે મેળવવો

પિગમેન્ટેશનના ડાઘા તમારા ચહેરાને ઝાંખો તેમજ શુષ્ક દેખાડે છે. આજના આ લેખમાં અમે તમને આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે કેલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

ચંદન અને દહીંની પેસ્ટઃસેન્ડલ વુડ એટલે કે ચંદન અને દહીંના મિશ્રણથી તૈયાર થયેલી આ પેસ્ટ તમારા ચહેરાને મુલાયમ અને સ્વસ્થ બનાવશે. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરના કાળા ધબ્બા તો દૂર થશે જ પણ સાથે સાથે તમારો ચહેરો પણ ચમકવા લાગશે.

તમારી ત્વચાને અનુકૂળ ફેસવોશ નો ઉપયોગ કરોઃ તમારી ત્વચાને અનુકુળ હોય તેવું ફેસવોશ વાપરવું ખુબ જ મહત્ત્વનું છે. ઉદાહરણ તરીકે, જો તમારી ત્વચા શુષ્ક હોય અને જો તમે ઓઇલી સ્કીન માટે બનાવામાં આવેલું ફેસવોશ યુઝ કરશો તો તે તમારી ત્વચામાંનું રહ્યુંસહ્યું તેલ પણ શોષી લેશે. માટે ફેસવોશ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન આપવું.

રાત્રે સુતા પહેલાં ચહેરા પરનો બધો જ મેકઅપ સાફ કરી લોઃ મેકઅપ સાથે સુઈ જવું તેની તદ્દ્ન મનાઈ છે. તે તમારી ત્વચાને લાંબા ગાળા માટે નુકસાન પહોંચાડી શેક છે અને તેને શુષ્ક અને રુક્ષ બનાવી દે છે.

પુષ્કળ પાણી અને ફ્રૂટ જ્યુસ પીવોઃ પાણી અને ફ્રૂટ જ્યૂસની અસર તમારા શારીરિક તંત્ર પર ખુબ જ સારી પડે છે અને તેના કારણે તમારી ત્વચા સ્વસ્થ લાગે છે અને તમારું કોમ્પ્લેક્ષન ચમકે છે. તે તમારા શારીરિક તંત્રને ડિટોક્સીફાઇ પણ કરે છે.

સૂર્યના યુવી કીરણોથી તમારી ત્વચાને રક્ષણ આપોઃ તમારી ત્વચા નુકશાનગ્રસ્ત થવાનું મુખ્ય કારણ સુર્યના નુકશાનકારક યુવી કીરણો છે. તે તમારી ત્વચાના છીદ્રોમાં ઊંડે સુધી ઉતરીને તેને નુકસાન પહોંચાડે છે અને તમારી ત્વચા પર કાળા ધબ્બા થઈ જાય છે. માટે તમે જ્યારે તડકામાં ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવવાનું ચૂકો નહીં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર જરૂર કરજો જેથી ઘણી બીજી મિત્રોને ઉપયોગી થઇ શકો, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારી પેજ પર.

ટીપ્પણી