ટાઇમલેસ બ્યુટી રેખાની મેકઅપ વગરની તસ્વીરો
સામાન્ય રીતે બોલીવૂડની અભિનેત્રીઓ ભાગ્યે જ તમને મેકઅપ વગર જાહેરમાં જોવા મળે છે. જો કે હવે બોલીવૂડ એક્ટ્રેસિસક જેમ કે આલિયા ભટ્ટ, કરિના કપૂર, કેટરીના કૈફ, દિયા મિરઝા વિગેરે મેઅકપ વગરને પણ જોઈ શકો છો પણ ઘણી બધી અભિનેત્રીઓ મેકઅપ વગર જાહેરમાં આવતા ખચકાતી રહે છે.

પણ રેખાને તમે ભાગ્યે જ મેકઅપ વગર જોઈ હશે કારણ કે તેણીને આપણે હંમેશા કોઈ એવોર્ડ ફંક્શન વિગેરેમાં જ જોતા હોઈએ છે જ્યાં દરેક કલાકાર સજીધજીને જ જવાનું પસંદ કરે છે. પણ તે સિવાય રેખા પોતાની કેરિયર દરમિયાન અને આજે પણ કેટલીકવાર મેકઅપ વગર જોવા મળી જ જાય છે.

રેખાએ જ્યારે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેણી પોતાની સાથી અભિનેત્રીઓ જેટલી સૌંદર્યવાન નહોતી. તે એક સાવજ સામાન્ય દેખાવ ધરાવતી એક્ટ્રેસ હતી. તે શ્યામ હતી, થોડી મેદસ્વી પણ હતી પણ ત્યાર બાદ ધીમે ધીમે સમય પસાર થતાં તેનું સૌંદર્ય નિખરવા લાગ્યું અને આજે તેણી ટાઇમલેસ બ્યુટી તરીકે ઓળખાવા લાગી છે.

તમને જણાવી દઈએ કે રેખાનું મૂળ નામ ભાનુરેખા ગણેશન છે. – રેખાનું નામ સામે આવતા જ આપણને તેણી કાંજિવરમ સાડી, લાલ હોઠ અને સુંદર ઘટાદાર કાળા દેખાવા લાગે છે. રેખા એક એવી અભિનેત્રી છે જેને પોતાની વ્યક્તિગત સ્ટાઇલ ખુબ પસંદ છે તેને સમય સાથે કોઈ જ લેવા દેવા નથી.
તો ચાલો આજે અમે તમને બતાવીએ રેખાની મેકઅપ વગરની કેટલીક તસ્વીરો.
શ્રીદેવી સાથે સેટ પર રેખા

આ ઘણી જુની તસ્વીર છે. અહીં તમે તેણીને મેકઅપ વગર જોઈ શકો છો. મેકઅપ વગરની રેખા જોશો તો તમને તેણી ઘણી સામાન્ય લાગશે.

આ તસ્વીર જોશો તો તમને ધ્યાનમાં આવશે કે આ તસ્વીર ત્યારે લેવામા આવી હતી જ્યારે રેખાએ કોઈ પણ સ્કીન લાઇટનિંગ ટ્રીટમેન્ટ નહોતી કરાવી. આ તસ્વીર તે સમયની છે જ્યારે તેણી ફેટ ટુ ફીટના પરિવર્તનમાંથી પસાર થઈ રહી હતી.
વિદ્યાબાલન સાથે રેખા

રેખાનો આ સાવ જ તાજો ફોટો છે જેમાં તમે તેને મેકઅપ વગર જોઈ શકો છો. જો કે તેણીએ પોતાની લાલ લીપસ્ટીક તો નથી જ છોડી. 65 વર્ષની વયે રેખાનો ચહેરો તમે આલિયા ભટ્ટ જેવો તાજો તો ન જ એસ્પેક્ટ કરી શકો.
આ તસ્વીરમાં તમે રેખાની આંખો આસપાસના કાળા કુંડાળા જોઈ શકો છો. ચોક્કસ તેણીની ઉંમર વધી રહી છે પણ તેનાથી તેના પ્રભાવમાં કોઈ જ ફરક નથી પડ્યો.
ખૂન ભરી માંગનો રેખાનો ડી-ગ્લેમ લૂક

આ તસ્વિર ખૂન ભરી માંગ ફિલ્મની છે. આ ફિલ્મના ફર્સ્ટ હાફમાં તેણીને એક સામાન્ય ગૃહિણી બતાવવામાં આવી છે અને માટે તેણી પર જરા પણ મેકઅપ નથી કરવામાં આવ્યો. આ તસ્વીરમાં પણ રેખા એક સામાન્ય યુવતિ જેવી જ લાગી રહી છે. પણ આ ફિલ્મના સેકન્ડ હાફમાં રેખાને સંપૂર્ણ ગ્લેમરસ બતાવવામાં આવી છે.
ભીનાવાળવાળી રેખા
આ તસ્વીરમાં તેણી કોઈ ફિલ્મમાં સ્નાન કરી રહી હોય તે સિનની છે. તમે તેના ભીના વાળ જોઈ શકો છો. અહીં પણ તમે રેખાના કુદરતી સૌંદર્યને જોઈ શકો છો. તસ્વીર જોતાં લાગી રહ્યું છે કે રેખા તે વખતે ઘણી નાની ઉંમરની હતી. કારણ કે તેણીનો લૂક ઘણો ઇનોસન્ટ છે.
રેખાનો બીજો એક ડી ગ્લેમ લૂક

આ તસ્વીર પણ કોઈ ફિલ્મની જ છે કઈ ફિલ્મ તેની જાણ નથી પણ ફરી એકવાર તમે તેને મેકઅપ વગર જોઈ શકો છો. અહીં તેણીએ સાદી સાડી પહેરી છે અને વાળ પણ ઘણા સિમ્પલ રીતે ઓળ્યા છે.

આ તસ્વીરમાં પણ તમે રેખાને કોઈ ટાઇમલેસ બ્યુટી તરીકે નહીં જોઈ શકો. પણ ખરી હિમ્મત તો મેકઅપ વગર પાત્ર ભજવવામાં છે અને તેના માટે આપણે ચોક્કસ રેખાને બીરદાવવી જોઈએ.
બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરમાં રેખા

આ બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરમાં રેખા અત્યંત સુંદર લાગી રહી છે. ચોક્કસ આ કોઈ મેકઅપ લેસ તસ્વીર નથી પણ આ એક ફોટો શૂટ દરમિયાનની તસ્વીર છે. અહીં તેણે ઘણો ઓછો મેકઅપ લગાવ્યો છે પણ આ તસ્વીરમાં તેણી અત્યંત આત્મવિશ્વાસુ લાગી રહી છે.
ગામડાની છોરી – રેખા

આ તસ્વીર પણ એક ફિલ્મની છે જેમાં રેખા એક ગ્રામિણ કન્યાનું પાત્ર ભજવી રહી છે. અહીં પણ તેણીએ કોઈ જ મેકઅપ યુઝ નથી કર્યો માત્ર કપાળમાંનો ચાંદલો છે. આ તસ્વીરમાં રેખા થોડી હેલ્ધી લાગી રહી છે અને તેનો વાન પણ ઘણો કુદરતી છે જે એક સારી વાત કહેવાય. આ તસ્વીર પણ તેણીની કહેવાતી સ્કીન લાઇટનિંગ ટ્રીટમેન્ટ પહેલાનો જ છે.
છુટ્ટાવાળમાં વિધાઉટ મેકઅપ- રેખા

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે રેખાએ તેના ટ્રેડમાર્ક સમાન હેરસ્ટાઇલ કરી છે એટલે કે તેણીએ પોતાના સુંદર, ઘેરા, કાળા વાંકડિયા વાળને છુટ્ટા રાખ્યા છે અને એક તરફ રાખ્યા છે. પણ અહીં પણ તેણીને મેકઅપ વગર જોઈ શકાય છે.
રેખાની અત્યંત લોકપ્રિય તસ્વીર

રેખાની આ તસ્વિર લોકોને ખૂબ જ પ્રિય છે. આ તસ્વીર છે તો ફિલ્મ ઉમરાવજાનની પણ તે આજે પણ સોશિયલ મિડિયા તેમજ સમાચાર પત્રો તેમજ મેગેઝિન્સમાં સર્ક્યુલેટ થતી રહે છે. અહીં તેણે હળવો મેકઅપ કર્યો છે. આંખ પર ઘણો ઓછો મેકઅપ છે તેમ છતાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી છે.
રેખાની લેટેસ્ટ તસ્વીર

ચોક્કસ આ તસ્વીરમાં રેખાએ ભરપૂર મેકઅપ કર્યો છે, તેણીની ઉંમરની ચાડી ખાતી નિશાનીઓ મેકઅપ નીચે ઢંકાઈ ગઈ છે. જો કે તેણીના ચહેરા પર કેટલીક ખીલ કે ફોલ્લીની નિશાનીઓ જોઈ શકાય છે પણ તેમ છતાં આ તસ્વીરમાં તેણી ગજબની સુંદર લાગી રહી છે.
માટે જ તમારે પણ તમારા કુદરતી સૌંદર્યને છતું કરતાં ક્યારેય ચૂકવું ન જોઈએ. ચોક્કસ મેકઅપ તમને સુંદર બનાવે છે પણ તેનો ઉપયોગ તમારા આકર્ષક ફિચર્સને નિખારવા માટે કરવો જોઈએ. તમારી ખામીઓ છૂપાવવા માટે નહીં.

તેમ કરવાથી તમારું ખરું સૌંદર્ય અને નિર્દોષતા પણ તેમાં ખોવાઈ જશે. માટે હંમેશા તમારી મૂળ જાતને જ લોકો સમક્ષ લાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ