રેઈકી – પ્રાચીન ગુઢ વિદ્યા જેનાથી તમારી દરેક સમસ્યાનું થઇ જશે સમાધાન…

રેઈકી – સ્પર્શ દ્વારા ઉર્જાનું સંતુલન

 રેઈકી શું છે?

રેઈકી એક જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે – સર્વવ્યાપી જીવન શક્તિ

image source

(ચેતના શક્તિ – Universal Life force Energy). જાપાનની ભાષામાં “રે” નો અર્થ થાય છે – સર્વવ્યાપી (વિશ્વવ્યાપી)અને કી એટલે જીવન શક્તિ.આપણે બધા આ શક્તિ લઈને જન્મ્યા છીએ.દુનિયામાં આ સર્વોચ્ચ શક્તિ છે. ‘રેઈકી’ અર્થાત ‘જીવન-શક્તિ’ – ચેતના-શક્તિ વિશે વધુ વિસ્તારથી કહીએ તો આપણે જન્મ્યા ત્યાર થી – પ્રાણીમાત્ર – સજીવમાત્રનાં જીવન અસ્તિત્વનો આધાર આ શક્તિ છે. બ્રહ્માંડમાંથી આ શક્તિ આપણા શરીરમાંથી શ્વાસ વાતે શરીરમાં દાખલ થાય છે. વૈજ્ઞાનિક રીતે અને તાત્વિક રીતે વિશ્લેષણ કરીએ તો આપણે ખોરાક કે પ્રવાહી લઈએ ત્યારે તેમાંથી પ્રાણતત્વ છુટું પડી શરીરનાં દરેકે દરેક કોષને શક્તિ પ્રદાન કરે છે. એવી જ રીતે અંદર લીધેલ શ્વાસમાંથી પ્રાણતત્વ છુટું પડે છે. આ પ્રાણતત્વ આપણા આખા શરીરનાં અણુએ અણુમાં લોહી દ્વારા ફરે છે.

image source

હવે જો પ્રાણતત્વનું પ્રમાણ વધારે મળી શકે તો શરીર વધારે સ્ફૂર્તિમય રહી શકે, તેમાં જીવંતતા વધારે રહે, નવીનતા અને ક્રિએટીવીટી વધી શકે પરંતુ હાલના સમયમાં આ શક્ય બનતું નથી. કારણ કે : હવા, ખોરાક તથા અવાજનું પ્રદુષણ અને માનસિક તથા શારીરિક શ્રમ – તણાવ.

image source

સ્વાભાવિક રીતે વધારે પ્રાણતત્વ કઈ રીતે લેવું એ પ્રશ્ન થાય, જે “રેઈકી” જીવન-શક્તિ – ચેતના-શક્તિના અભ્યાસ, તાલીમ અને ચક્રોના એટ્યુનમેન્ટ થી શક્ય છે કે જેમાં મનુષ્ય શરીરમાં સુક્ષ્મરૂપે રહેલાં સાત મુખ્ય ચૈત્યન્યચક્રોને સ્ફુરિત કરવામાં આવે છે. જે થકી આપણું શરીર વધારે પ્રાણતત્વ ગ્રહણ કરી વધારે ચેતનામય, જીવનમય બની શકે છે.

આપણે જન્મથી જ શ્વાસ લઈએ છીએ પણ વધુ સારી રીતે તથા વધારે પ્રમાણમાં શ્વાસ લેવાની પદ્ધતિને પ્રાણાયામ કહેવાય છે. તે જ રીતે આપણે જન્મથી જ ચક્રો દ્વારા કોસ્મિક એનર્જી લઈએ છીએ પણ ચક્રોના એટ્યુનમેન્ટ થવાથી વધારે સારી રીતે તથા વધારે માત્રામાં કોસ્મિક એનર્જી લેવાની પદ્ધતિને રેઈકી તરીકે ઓળખવામાં આવે છે.

image source

‘રેઈકી’ શરીર, મન અને આત્માને એકલ્યમાં લાવી તેના પરિણામ – સ્વરૂપ જીવનમાં સહજતા, જાગ્રતતા અને પૂર્ણતાનો અનુભવ કરાવતી સરળ સારવાર પદ્ધતિ છે.

 રેઈકી શું નથી:

image source

રેઈકી કોઈ ધર્મ નથી, એનો કોઈ પંથ કે જાતિ નથી. રેઈકીને કોઈ પણ રીતે તંત્ર – તંત્ર સાથે સંબંધ નથી, મેલી વિદ્યા કે રાક્ષસી વિદ્યા સાથે સમંધ નથી. તેમ જ તેને સંમોહન ( હિપ્નોટિઝમ ) સાથે કે કોઈ અન્ય માનસશાસ્ત્રીય તરકીબો સાથે સંબંધ નથી.

 રેઈકીનો ઈતિહાસ:

માનવ ઈતિહાસ દરમ્યાન સતત રીતે ચિકિત્સા પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે વિશ્વવ્યાપી, સર્વવ્યાપી એવી શક્તિનો આધાર લેવામાં આવ્યો છે. રેઈકી પણ એ જ શક્તિ છે, જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને એને પોષે છે. હજારો વર્ષો પહેલા ભારતમાં વ્યક્તિઓએ ચૈતન્ય શક્તિ અને પદાર્થ અંગે ઊંડી સમજ કેવી હતી અને આ જ્ઞાનનો ઉપયોગ તેઓ શરીરને સાજું કરવામાં, આત્મા અને શરીરના ચૈતન્યને સંતુલિત બનાવવામાં કરતા હતાં.

image source

આ વિદ્યાને ગુઢ વિદ્યા તરીકે સાચવી રાખવામાં આવતી. તેમ જ પ્રાચીન સંસ્કૃતિમાં આ વિદ્યા સમગ્રપણે બહુ ઓછાઓને પ્રાપ્ત હતી. ખાસ કરીને સાધુઓ અને ગુરુઓ, જેઓ પોતાના શિષ્યોને મૌખિક પરંપરાથી સોંપતા.

જો ડો. મિકાઓ ઉસુઈએ ૧૯મી સદીના અંતમાં ૨૫૦૦ વર્ષ જૂની સંસ્કૃત સુત્રોમાં સચવાયેલી આ વિદ્યાને શોધીને એનો ઉકેલ ન મેળવ્યો હોત તો કદાચ આ વિદ્યા થી આપણે સૌ અજ્ઞાત જ રહ્યા હોત. રેઈકી દરેક ઉંમર અને દરેક ધર્મના લોકો શીખી શકે છે. રેઈકી શીખ્યા પછી પોતાના માં થતા સકારાત્મક પરિવર્તનો એ એક અલગ જ સુખદ અનુભવ હોય છે.

મૈત્રેય દેસાઈ,

રેઈકી ગ્રાન્ડ માસ્ટર,

હિલીંગ હેન્ડ્સ.

મો.નં. ૯૪૨૭૫૭૧૪૫૭

ફેસબુક: www.facebook.com/tarotreikilove/

ઇન્સટાગ્રામ: www.instagram.com/healing_hands1/

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ