મધ તમારા વાળથી લઈને તમારા વજન ઘટાડવા સુધીના અનેક ઉપાયમાં કામ લાગશે..

મધના ચકિત કરતાં ઉપયોગો

શું તમે મધના આ ફાયદાઓ વિષે જાણો છો ?

સદીઓથી મનુષ્યજાતિ મધનો વિવિધ ઉપયોગ કરતી આવી છે. પૌરાણિક ઇજિપ્શિયનો તેનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કરતા હતા અને તેને કેટલાએ પ્રસંગોમાં એક શાહિ સામગ્રીમાં ગણવામાં આવતું હતું. આ કુદરતી સામગ્રીના અસંખ્ય ઉપયોગો છે જો કે તેમાંથી ખુબ જ ઓછા વિષે આપણે જાણીએ છીએ. સમગ્ર પૃથ્વિ પર તમને સેંકડો જાતના મધ જોવા મળશે. પણ આજે અમે તમને આ જ મહત્ત્વના તેમજ કુદરતી પદાર્થના 20 કેટલાક ચકિત કરી નાખતા ઉપયોગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અને અમને ખાતરી છે કે તેમાંના કેટલાક વિષે તો તમે તમારી આખી જિંદગીમાં નહીં સાંભળ્યું હોય.

1. તમારા હોઠને મુલાયમ બનાવે છેઆજના પ્રદુષણ ભર્યા વાતાવરણ તેમજ કઠોર હવામાનના કારણે શુષ્ક હોઠ એ લગભગ દરેક વ્યક્તિની કાયમી સમસ્યા થઈ ગઈ છે. પણ તમને ખ્યાલ નહીં હોય કે તમને 24 કલાક પરેશાન કરતી આ તકલીફનો ઉપાય ખુબ જ સરળ તેમજ અસરકારક છે. અને તે છે મધ, બીઝવેક્સ અને બદામનું તેલ. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારે આ ત્રણે સામગ્રીઓ વ્યવસ્થિત રીતે મિક્સ કરવાની છે અને તેમાંથી તમને તમારા હોઠ માટેનું એક ઉત્તમ બામ મળી રહેશે. અને આ બામના ઉપયોગથી તમને માત્ર થોડા જ અઠવાડિયામાં મુલાયમ હોઠ મળશે અને પછી તમને ક્યારેય ફાટેલા હોઠની ફરિયાદ નહીં રહે અને ન તો તમારે વિશ્વના સેંકડો જાતના લીપબામનો ઉપયોગ કરવો પડે.

2. એક મોઇશ્ચરાઇઝર તરીકે

 

 

 

 

 

તમે તમારા માટે એક ખુબ જ અસરકારક મોઇશ્ચરાઇઝર બનાવી શકો છો જો તમારી પાસે મધ ઉપરાંત કેટલીક કુદરતી સામગ્રી જેમ કે લવન્ડર હોય તો. તમારે માત્ર આટલું જ કરવાની જરૂર રહેશે. તમારે નાનકડા વાસણમાં મધને ગરમ કરવાનું છે અને તે બરાબર પાતળુ થઈ જાય ત્યારે તમારે તેને વનસ્પતી પર રેડી દેવું. તમારે બરણીનું ઢાકણું ઢાંકતી વખતે થોડી કાળજી રાખવી નહીંતર સમગ્ર પ્રક્રિયા નિરર્થક રહેશે. તમારે હર્બ સાથેના મધના પ્રમણ સાથે પણ ખુબ જ ચોક્કસ રહેવાનું છે. 250 ગ્રામ મધ સાથે તમારે માત્ર 1 ટેબલ સ્પૂન હર્બ્સ લેવાના છે. આટલી પ્રક્રિયા અનુસર્યા બાદ તમારે માત્ર એક જ અઠવાડિયાની રાહ જોવાની જરૂર છે ત્યાર બાદ તમારે આ તૈયાર થયેલા મિશ્રણમાં એક ટેબલ સ્પૂન લોશન ઉમેરવાનું છે. તૈયાર થઈ ગયું તમારું મધથી બનેલું કુદરતી મોઇશ્ચરાઇઝર.3. મુશ્કેલીના સમયે ઉપયોગી મધજે લોકો સમુદ્રકિનારાના પ્રદેશમાં રહેતા હોય તેમણે ચોમાસાની ઋતુમાં ખુબ જ સાવચેતીપૂર્વક રહેવું પડે છે. આજના ગ્લોબલ વોર્મિંગ તેમજ ક્લાઇમેટ ચેન્જના જમાનામાં તાજેતરમાં સમુદ્રકાંઠાના વિસ્તારો પર અવારનવાર કૂદરતી આફતો આવતી રહે છે અને તેવા સમયે તમને દરેક પ્રકારની તકલીફો થઈ શકે છે. જેમાં ખોરાકની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. આવા કટોકટીના સમયે તમે તમારા ઘરમાં મધનો સ્ટોક ભરી રાખી શકો છો કારણ કે મધ ક્યારેય જૂનું થતું નથી અને તે વર્ષો બાદ પણ તેનો સ્વાદ સાંચવી શકે છે અને તમે તેને બ્રેડ, રોટલી વિગેરે પર લગાવીને ખાઈ શકો છો અને પુરતી ઉર્જા મેળવી શકો છો. આ ઉપરાંત આજની અગણિત કટોકટીઓ જેવી કે આર્થિક કટોકટી તેમજ ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની કટોકટી ગમે ત્યારે સર્જાઈ શકે છે તો તેવા સમય માટે પણ તમે મધનો સંગ્રહ કરી ઉપયોગ કરી શકો છો.

4. તમારા ફ્રૂટ જ્યૂસમાં તેને મિક્સ કરોમધ એ ઉર્જાનો એક અત્યંત ઉત્તમ સ્રોત છે તે તમારા શરીરમાં ખુબ જ ઝડપથી ઉર્જાનો સંચાર કરે છે. તેનો ઉપયોગ તમે તમારી ચામાં કરી તમારી સુષ્ક ગળાની સમસ્યાને દૂર કરી શકો છો. આ ઉપરાંત તમે તેને તમારા ફ્રૂટ જ્યુસમાં પણ ઉમેરી શકો છો જે ખાંડ કરતાં ક્યાંય સારો વિકલ્પ છે. જે લોકો પોતાની ફીટનેસને લઈને ખુબ જ સજાગ રહે છે તેમણે તેમના રોજિંદા ખોરાકમાં મધનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. તે તમને ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને તમને વધારાની ચરબી જમાવતા રોકે છે કારણ કે તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો છો. અને જો તમે જ્યુસ તેમજ ચાના શોખીન હશો તો ખાંડની જગ્યાએ તે એક સારો વિકલ્પ છે.

5. મધ ડાયાબિટિસનું જોખમ ઘટાડે છેજો તમે તમારા રોજિંદા ખોરાકમાં મધનો ઉમેરો કરશો તો તમને ડાયાબિટિસ થવાનું જોખમ ઘટશે. કાચુ મધ આ ઉદ્દેશ માટે વધારે યોગ્ય છે કારણ કે તે તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારશે અને હાઇપરગ્લિસેમિયા ઘટાડશે. જો કે આ સ્થિતિ દરેક પ્રકારના બ્લડ ગૃપ માટે અલગ અલગ હોઈ શકે છે માટે તમારે તેની શરૂઆત મધના થોડા પ્રમાણથી કરવી જોઈએ જેથી કરીને તે તમારા લોહીને કેવો પ્રતિસાદ આપે છે તેની ખબર પડે અને જો અનુકુળ રહે તો તમે તેમાં વધારો કરી શકો છો.

6. ફેસ ક્લિન્ઝર – ચહેરો સાફ કરવા માટેમોટા ભાગના લોકોને એ નથી ખબર કે મધનો ઉપયોગ તમે ચહેરો સાફ કરવા માટે કરી શકો છો. અને જે લોકોની ત્વચા અતિસંવેદનશીલ હોય તેમના માટે મધ એ ખીલ ઘટાડવા માટે ઉત્તમ વિકલ્પ છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અને તમને ખીલ થતાં હોય તો તમારે કોઈ મોંઘી દવા ખરીદવાની જરૂર નથી, તેના કરતાં તમે થોડું મધ લઈ તમારી ત્વચાની અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો. ત્યાં તમે તેને દસ મિનિટ માટે લગાડી રાખો ત્યાર બાદ પાણી વડે ચહેરો ધોઈ લો. માત્ર થોડાક જ દિવસમાં તમને તફાવત જોવા મળશે. પણ તે માટે તમારે મધનો સતત પ્રયોગ ચાલુ રાખવાનો છે જેથી કરીને તમારી આ સમસ્યા દૂર થઈ શકે.

7. પરજીવીઓનો દુશ્મનજો તમે પેરાસાઇટ દૂર કરવા માટે કેટલીએ પ્રકારની દવાઓ વાપરીને થાકી ગયા હોવ તો તમારે મધનો ઉપયોગ કરી જોવો જોઈએ. તે માટે તમારે મધ, વિનેગર અને પાણીનું મિશ્રણ બનાવવાની જરૂર છે. તમારે આ મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરી તેનો ઉપયોગ પેરાસાઇટ પર કરી શકો છો. થોડા જ દિવસમાં તમને પેરાસાઇટથી છુટકારો મળી જશે અને તમારા ઘણાબધા રૂપિયા પણ બચી જશે. આ પ્રવાહીનો ઉપયોગ મોટા ભાગે દક્ષિણ એશિયામાં વધારે થાય છે. જો કે આ વિષે યુરોપમાં ખુબ ઓછા લોકો જાણે છે માટે બની શકે કે આ માહિતીથી થોડી વિચિત્ર લાગે. પણ હકીકતમાં નાના ઘરોમાં રહેતા લોકો માટે આ એક સારો ઉપાય છે.

8. કુદરતી એન્ટિ-સેપ્ટિકમધનો ઉપયોગ તમે તમારા ઘા પર કુદરતી એન્ટિ-સેપ્ટિક તરીકે કરી શકો છો. આ સિવાય તમે રૂના પુમડા પર મધ રેડી તેને તમારા ઘા પર મુકી રાહત મેળવી શકો છો. રૂ તમારા ઘા પર ચોંટી જશે અને જેમ તમારો ઘા રુઝાઈ જશે કે જાતે જ તે ઉખડી જશે. મધમાં એન્ટિમાઇક્રોબાયલ પ્રોપર્ટી હોવાથી તમે જ્યાં ક્યાંય દાઝ્યા હોવ તો ત્યાં પણ મધ લગાવી રાહત મેળવી શકો છો. તેની આ ગુણવત્તાના કારણે વિશ્વના કેટલાએ ભાગોમાં તેનો ઉપયોગ સૈકાઓથી થતો આવ્યો છે.

9. હેન્ગઓવર દૂર થઈ જશે

જો તમે પાર્ટી લવર્સ હોવ અને કંઈક વધારે જ ચડાવી જતાં હોવ તો તમે કુદરતી ઉર્જાના આ સ્રોતથી મદદ મેળવી શકો છો. હવે જ્યારે ક્યારેય પણ તમને હેન્ગઓવર થાય ત્યારે તમારે ટોસ્ટ પર મધ લગાવી ખાઈ જવું અથવા તમારી ચામાં થોડું મધ નાખી પી જવું. કારણ કે મધમાં ફ્રક્ટસ હોવાથી તે તમને હેન્ગઓવરમાંથી છૂટકારો અપાવે છે. આ ઉપરાંત તે તમને વધારાની ઉર્જા પણ પુરી પાડે છે અને તમારે માથાના દુખાવાને દૂર કરવા માટે કોઈ દવા લેવાની જરૂર પડતી નથી. તમારી ચામાં એક ટેબલ સ્પૂન મધ નાખી તમે તમારા મદ્યપાનની અસરને દૂર કરી શકો છો.

10. તમારા કોણી-ઘૂંટણને મુલાયમ બનાવે છે મધમોટે ભાગે આપણા હાથની કોણી તેમજ પગના ઘૂંટણ હંમેશા સુષ્ક જ રહે છે જે કારણે તે કઠોર અને કાળા પડી જાય છે, ખાસ કરીને નાહ્યા પછી અને ક્યારેય ક્યારેક તો તેના પર ખજવાળ પણ આવવા લાગે છે. જો તમને આ તકલીફ વારંવાર સતાવતી હોય તો તમારે તે માટે મધનો ઉપયોગ કરવો જોઈ. તે માટે તમારે થોડું મધ લઈ તમારી કોણી તેમજ ઘૂંટણ પર ઘસવું જોઈએ અને તેને અરધો કલાક તેમ જ છોડી દઈ પાણીથી ધોઈ લેવું જોઈએ. થોડા અઠવાડિયા સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાથી તમને તેની હકારાત્મક અસર દેખાશે અને તમારા કોણી-ઘૂંટણ મુલાયમ અને ઉજળા દેખાવા લાગશે. આ સમસ્યાનું આ એક લાઇફટાઇમ સોલ્યુશન છે જેનાથી આજે પણ લોકો અજાણ છે.

11. વધારાની ઉર્જા આપે છે

જે લોકો નિયમિત રીતે વ્યાયામ કરતાં હોય તેમના માટે મધ એ ખુબ જ ઉપયોગી પદાર્થ છે. જો તમે નિયમિત વ્યાયામ કરતાં હશો તો તમારા શરીરને ચોક્કસ વધારાની ઉર્જાની જરૂર પડતી હશે અને ઘણા લોકો તે માટે પ્રેટિન શેક કે પછી સ્ટેરોઇડનો ઉપયોગ કરતાં હોય છે જે તમારા શરીર માટે હાનીકારક સાબિત થઈ શકે છે. પણ જ્યારે તમે તમારા રોજિંદા જ્યુસમાં એક ટેબલ સ્પૂન મધ નાખો છો ત્યારે તમારે સ્ટેરોઇડ લેવાની જરૂર પડતી નથી. માટે તમારે રોજ વ્યાયામ કરતાં પહેલાં થોડીક ચમચી મધ નિયમિત રીતે લેવું જ જોઈએ, આમ કરવાથી તમારે ક્યારેય વધારાની ઉર્જા માટે અન્ય કોઈ પુરક ખોરાક લેવાની જરૂર પડશે નહીં.

12. વાળની સુંદરતા વધારવા માટેઆજની મોટા ભાગની સ્ત્રીઓ પોતાના વાળને લઈને ખુબ જ ચિંતિત રહ્યા કરે છે ખાસ કરીને આજના અતિપ્રદુષિત વાતાવરણ તેમજ અસ્વસ્થ ખોરાકની ટેવોના કારણે. આવા લોકો માટે મધ એ એક ઉત્તમ ઉપાય છે. જો તમે પણ તેમાંના એક હોવ તો તમારે માત્ર આટલું જ કરવાની જરૂર છે, નાહ્યા બાદ તમારે તમારા વાળમાં મધ લગાવવાનું છે અને થોડા ક જ દિવસમાં તમને તફાવત જોવા મળશે. તમે મધમાં થોડું પાણી ઉંમેરી તેનું મસાજ કરી તમારા વાળને મુલાયમ તેમજ શાઇની બનાવી શકો છો. આ સોલ્યુશન લગાવ્યા બાદ તમારે વાળ ધોવાના નથી માટે બને ત્યાં સુધી તમારા આ સોલ્યુશનને વધારે હળવું એટલે કે વધારે પાણીવાળુ બનાવવું.

13. મધથી તમારા ફળોને પ્રિઝર્વ કરી શકો છોતમે તમારા માનીતા ફળોને મધની મદદથી વર્ષો સુધી પ્રિઝર્વ કરી શકો છો. તમારે કેટલીક બરણીઓ લેવાની છે તેમાં મધ અને પાણીનું મિશ્રણ નાખવાનું છે. આ મિશ્રણથી જ્યારે અરધી બરણી ભરાઈ જાય ત્યારે તમે તેમાં ફળ નાખી તેનું ઢાંકણું બંધ કરી શકો છો. હવે તમે આ બરણનીને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારું મન થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. આ બાબતનો મહત્ત્વનો ભાગ એ છે કે તમે આ ફળોને મહીનાઓ સુધી ખાઈ શકો છો અને તે પણ તેના સ્વાદમાં જરા પણ ફેર પડ્યા વગર. મધનો આ જ તો જાદુ છે કે તે કોઈ પણ ફળને લાંબા સમય માટે પ્રિઝર્વ કરી શકે છે.

14. વજન ઘટાડી શકે છેકોઈ પણ વ્યક્તિ માટે મધ એ વજન ઘટાડવા માટે મહત્ત્વનો પદાર્થ છે. કારણ કે તેને ખાંડની જગ્યાએ વાપરી શકાય છે એટલે કે તેને કોઈ પણ જ્યુસ કે ચામાં ખાંડની જગ્યાએ વાપરી શકાય છે. તે માટે તમારે વધારે મધની જરૂર પડતી નથી પણ તમે યોગ્ય પ્રમાણમાં મધનું નિયમિત સેવન કરી તમારી જાતને થોડા ઘણા અંશે હળવા કરી જ શકો છો. તે માત્ર ખાંડનો વિકલ્પ જ નથી પણ તેના નિયમિત સેવનથી તમારી પાચન પ્રક્રિયા પણ ઝડપી બને છે અને આ રીતે તે તમને તમારા સ્વાસ્થ્યને સ્થિર કરવામાં મદદ કરે છે અને તે દ્વારા તમે તમારા શરીરનું વજન ઘટાડી શકો છો.

15. એલર્જીઓમાં ઘટાડો કરે છે
આજકાલ ઘણા બધા લોકો વિવિધ જાતની એલર્જીથી ગ્રસ્ત થાય છે અને આ સંખ્યામાં સતત વધારો થતો જાય છે, અને મધ આવા લોકો માટે વરદાનરૂપ છે. તે માટે તમારે તમારા શરીરના એલર્જી ગ્રસ્ત ભાગ પર મધને લગાવવાનું રહે છે અને તેને તેમજ પંદર મિનિટ સુધી રાખી મુક્યા બાદ પાણીથી ધોઈ નાખવું. આ ઉપરાંત તમારે મધનો ઉપયોગ તમારા રોજિંદા ખોરાકમાં પણ કરવો જોઈ કારણ કે તે તમારા મેટાબેલિઝમને વધારે છે અને તે દ્વારા તે શરીરને અંદરથી હિલ કરે છે અને અંદરથી જ રોગો સામે લડવાની તાકાત આપે છે. આ રીતે તમારા શરીરને વધારે એલર્જી થશે નહીં અને તમારા પેટની સાથે સાથે તમારી ત્વચા પણ તાજી રહેશે.

16. રક્ત ભ્રમણ વધારે છે મધમધ એ તમારા શરીરમાંના લોહીના ભ્રમણને વધારે છે અને આ રીતે તે લો બ્લડ પ્રેશરવાળા દર્દીઓને ખુબ જ મદદ કરે છે. મધનો નિયમિત ઉપયોગ કરવાથી તમારું હૃદય મજબુત બનશે જે તમારા શરીરમાંના લોહીના ભ્રમણને સામાન્ય બનાવશે. વધારામાં શરીર તેના આંત્રિક રક્ષણાત્મક તંત્રને સુધારશે અને વિવિધ જાતના રોગો સામે તમને રક્ષણ આપશે. લોહીના સામાન્ય ભ્રમણથી મગજને પણ મદદ મળે છે અને તે સુચારુ રીતે કામ કરે છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર તેમજ લો બ્લડ પ્રેશરના કારણે થતી વિવિધ સમસ્યાઓથી પણ તમને દૂરરાખે છે અને તે કારણે હૃદય સાથે જોડાયેલા વિવિધ રોગોનું જોખમ પણ ટળે છે.

17. એન્ટિઓક્સિડન્ટ્સની સંખ્યામાં વધારો કરે છે

તમારા શરીરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સની સંખ્યાનું પ્રમાણ તમારી પ્લેગ સામે લડવાની ક્ષમતાને નક્કી કરે છે. એન્ટિઓક્સિટન્ડ્સની વધારે સંખ્યા એટલે વધારે મજબુત સંરક્ષણ. મધ એ તમારા શરીરને વધારે એન્ટિઓક્સિડન્ટ્સ પુરા પાડે છે. આ રીતે તે તમને વધારે અને વધારે સ્વસ્થ રાખે છે અને તે કારણસર તમને પ્લેગની અસર થતી નથી. મધનું નિયમિત સેવન કરવાથી તમને સ્વસ્થ શરીર તેમજ સ્વસ્થ મગજ મળે છે જે આજનો દરેક માનવી હંમેશા ઇચ્છે છે. માટે તમારે તમારા રોજિંદા ખોરાકમાં મધનો સમાવેશ તો કરવો જ જોઈ જે તમને સ્વસ્થ તો રાખશે જ પણ તમને અસંખ્ય દવાઓથી પણ દૂર રાખશે.

18. પ્રિબાયોટિક્સમધમાં અસંખ્ય પ્રમાણમાં પ્રિબાયોટિક્સ હોય છે જે તમારા પેટ માટે સારા હોય છે. માટે તમારે મધનું નિયમિત સેવન કરવું જોઈએ. તે માટે તમે તમારી ચામાં રોજ ખાંડની જગ્યાએ મધ નાખીને તેની હકારાત્મક અસર પામી શકો છો. મધની મદદથી તમે તમારી પાચન પ્રક્રિયાને નિયમિત કરી શકો છો જે સ્વાભાવિક રીતે અપચાના કારણે થતાં વિવિધ જાતના રોગોના દરવાજા બંધ કરી દે છે. પણ તે પણ એટલું જ મહત્ત્વનું છે કે તમે મધનું પ્રમાણ યોગ્ય રાખો, જરૂર કરતાં વધારે પ્રમાણમાં મધ લેવાથી તેના નુકસાન પણ થઈ શકે છે ખાસ કરીને તે લોકો જે ડાયાબિટીસ અને પેટના રોગોથી પિડાતા હોય.

19. શેમ્પુ તરીકે ઉપયોગ

ઉપરના એક મુદ્દામાં તમને મધની વાળ પર થતી હકારાત્મક અસર વિષે જણાવ્યું છે તેમ મધ એ વાળને પોષણ પુરુ પાડે છે અને તેને ચમકીલા બનાવે છે. તમે મધનો ઉપયોગ શેમ્પુ તરીકે પણ કરી શકો છો પણ તે કાચુ મધ હોવું જોઈએ. તમારે કાચા મધનો તમારા વાળમાં શેમ્પુની જેમ ઉપયોગ કરવાનો છે એટલે કે તેને તમારી ખોપરી પર ઘસવાનું છે અને જેમ તમે પાણીથી શેમ્પુ ધોઈ નાખો છો તેવી જ રીતે તેને પણ ધોઈ નાખવાનું છે. તે માત્ર તમારા વાળ જ સ્વચ્છ નહીં કરે પણ તે તેને પોષણ આપશે અને તેને વધારે મજબુત બનાવશે. જે લોકો ઉતરતાવાળ તેમજ ખોડાની સમસ્યાથી પિડાતા હોય તેમના માટે આ એક ખુબ જ સારો ઉપાય છે.

20. શ્વસન સ્થિતિ (રેસ્પિરેટરી કન્ડિશન)

મધમાં દાહરોધી સામગ્રી ભરપુર માત્રામાં હોવાથી તે મોટા ભાગના શ્વાસના રોગો જેમ કે અસ્થમા માટે પણ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. જોકે આવા દર્દીઓએ મધનો ઉપયોગ કરતા પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લઈ તેને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ તે વિષે જાણકારી મેળવવી જોઈએ. મધનો નિયમિત ઉપયોગ માત્ર આ રોગની અસરમાં જ ઘટાડો નહીં કરે પણ ધીમે ધીમે તેનું નિવારણ પણ કરશે. તે માટે તમે મધનો ઉપયોગ રોજિંદા ખોરાક તરીકે કરી શકો છો જેમ કે તમારા નાશ્તામાં તેનો ઉપયોગ અથવા ચામાં ખાંડની જગ્યાએ તેનો ઉપયોગ કરવો, વિગેરે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક નાની મોટી ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી