પ્રેગ્નેન્સીમાં એસીડીટી થતી હોય તો આટલું ધ્યાન રાખો…

આમ તો સગર્ભાવસ્થામાં નાનીથી લઈ મોટી ઘણી બધી સમસ્યાઓ એક પ્રેગ્નંટ મહિલાઓએ જોવી પડે છે. ઘણા શારીરિક ફેરફારોના કારણે અનેક મુશ્કેલીઓ થાય છે. મહિલાઓને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. પ્રેગ્નંસીમાં એસિડિટી ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઘણી પ્રેગ્નંટ મહિલાઓ આ સમસ્યામાંથી પસાર થાય છે.

પરંતુ આ એસિડથી બચવાની અનેક સલામત રીતો છે. આ જરૂરી નથી કે સગર્ભા મહિલાઓ એસિડનો ભોગ બને અને તેમને બચાવી ન શકાય. અમે અહીં ઘણા ઉપાયો બતાવ્યા છે કે જેનાથી આપ એસિડિટીથી બચવાનો પ્રયત્ન કરી શકો છો :

1. ધીમે-ધીમે ખાવો

ઉતાવળામાં જમવાથી પણ છાતીમાં બળતરા અને એસિડિટી થાય છે. કોશિશ કરો કે ખોરાક ધીમે-ધીમે અને આરામથી ખાવો. આવુ કરવાથી આપ વધુ ખાવાથી પણ બચી શકશો.

2. લિક્વિડ વધુ પીવો

રાત્રિના ભોજન બાદ એક મોટુ ગ્લાસ ભરીને દૂધ પીવુ સારૂ છે. દરેક વખતે જમ્યા બાદ પાણી કે જ્યુસ પીતા રહો. દરરોજનું પાણીનુ પ્રમાણ પૂર્ણ કરવા માટે જમવાની વચ્ચે પાણી પીવુ શ્રેષ્ઠ છે. જમવાની વચ્ચે કંઈક તરળ પીણુ પીતા રહો.

3. દરેક વખત જમ્યા બાદ બેસો અને થોડાક ઊભા રહો

જમ્યા બાદ થોડુક ટહેલો, થોડુક ઘરનું કામ કરો, બેસો કે પુસ્તક વાંચો, બસ સૂવો નહીં અથવા આવું કોઈ કામ કરો કે જેમાં આપને ઝુકવાની જરૂર ન હોય. આ બંને કામ કરવાથી એસિડનો એસોફૅગસમાં જવાનો ખતરો હોય છે.

4. સૂતા પહેલા કંઈ ન ખાવો

સૂતા પહેલા પેટ ભરીને ખાવું એસિડિટીને પ્રોત્સાહન આપે છે. સગર્ભાવસ્તાના સમયે સૂવાના ત્રણ કલાક પહેલા ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે કે જેથી ભોજન પચાવવાનો સમય મળી જાય. અહીં સુધી કે સૂવાના થોડાક સમય પહેલા કોઈ તરળ પીણુ પણ નહીં પીવું જોઇએ.

5. ઢીલાં કપડાં પહેરો

સગર્ભાવસ્થા દરમિયાન ટાઇટ કપડાં પહેરવાથી પેટના પડ પર દબાણ પડે છે કે જેનાથી એસિડિટી થવાની શક્યતા પેદા થાય છે. ઢીલાં કપડાં પહેરવાની કોશિશ કરો. આ કપડાં આરામદાયક હોય છે અને સાથે જ પેટ પર દબાણ ઓછું કરે છે.

6. આદુ ખાવો

સગર્ભાવસ્થા દરમિયાન આદુ ખાવાથી છાતીની બળતરા અને એસિડિટીથી રાહત મળે છે. આ મસાલો વૉમિટ અને ચક્કરથી પણ આરામ આપે છે કે જે સામાન્ય રીતે એસિડિટીનાં કારણે થાય છે.

સૌજન્ય : બોલ્ડ સ્કાય 

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી