એકદમ હેલ્ધી અને પૌષ્ટિક ‘વેજીટેબલ ઢેબરા’, બનાવો આજે જ બધાને ભાવશે

વેજીટેબલ ઢેબરા

સામગ્રી:

૧ મોટો બાઉલ બાજરીનો લોટ,
૧ કપ ઢોકળાનો લોટ (૧/૨ ચણાનો+૧/૨ ચોખાનો),
૧/૨ કપ છીણેલી દુધી,
૧/૨ કપ છીણેલું ગાજર,
૧/૨ કપ સુધારેલી મેથી,
૨ tsp લસણની પેસ્ટ,
૧ tbsp તલ,
૧ tbsp આમળાની ચટણી,
૨ tsp હળદર,
મીઠું,
૩ tsp તેલ,

રીત:

સૌ પ્રથમ આમળાની ચટણી બનાવાની,જેમાં ૩-૪ નંગ આમળા,૪-૫ નંગ તીખા લીલા મરચા, થોડા શીંગ દાણા,૨ tsp ખાંડ, ચપટી હળદર,મીઠું અને અડધા લીંબુનો રસ મિક્ષર જારમાં લઇ પીસી લેવું,બાઉલમાં કાઢી તેમાં ૧/૨ tbsp દહીં નાખી ઢીલી કરવી.

હવે લોટમાં દુધી, ગાજર, મેથી, લસણની પેસ્ટ, આમળાની ચટણી, તલ, હળદર, મીઠું, તેલ નાખી મિક્ષ કરવું. જો કઠણ પડે તો દહીં નાખવું. તેલ ગરમ થઇ જાય એટલે થેપી થેપીને તેલમાં નાખી ગોલ્ડન તળી લેવા. તો તૈયાર છે ગરમ ગરમ વેજીટેબલ ઢેબરા જેને ચા જોડે અથવા દહીં જોડે સર્વ કરી શકાય.

નોંધ:

જો આમળા ન હોય તો તેની જગ્યાએ કોથમીર વાપરીને પણ થાય, માત્ર મરચામાં બધી વસ્તુ મિક્ષ કરીને પેસ્ટ બનાવી શકાય.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી