રુચિબેનનાં હાથના ‘સેન્ડવીચ ઢોકળા’ જોઇને જ મન લલચાઈ ગયું ને ? તો બનાવો છો આ જોરદાર ઢોકળા

વધેલા ઈડલી ડોસાના ખીરુંમાંથી બનાવેલા આ સેન્ડવીચ ઢોકળા ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ છે …આશા છે પસંદ પડશે આપને. જો ઈડલી ઢોસાનું ખીરુંના હોય તો આપ ચોખા અને અડદની દાળ પલાળીને પણ આ ઢોકળા બનાવી શકો છો . એના માટે ૨ વાડકા ચોખા અને ૧/૨ વાડકો અડદની દાળ લેવી .

સામગ્રી :

• ૩ વાડકા ઈડલી ઢોસાનું ખીરું,
• મીઠું , સ્વાદનુસાર,

• ૨ ચપટી ખાવાનો સોડા,

• ૧/૨ વાડકો જાડી કોથમીર મરચાની ચટણી,

• ૧/૪ ચમચી મરીનો ભૂકો,

• ૨ ચમચી તેલ,

• ૧ ચમચી રાઈ,

• ૧ ચમચી તલ,

• ૧/૨ ચમચી જીરું,

• થોડા લીમડાના પાન,

• ૨ લીલા મરચાના કટકા,

• ૧/૨ ચમચી હિંગ.

રીત :

ઈડલી ઢોસાના બેટરમાં મીઠું અને સોડા નાખી મિક્ષ કરો .
જરૂર મુજબ પાણી ઉમેરી બેટરને ઢોકળા માટે જરૂરી એવું પાતળું કરું .. બેટરના ૨ ભાગ કરો ..તેલ લગાવી એક નાની થાળીને ઢોકલીયા ગરમ કરો .. બેટરનો એક ભાગ ગરમ થાળીમાં નાખો.ઢાંકી ને ૫ min સુધી થવા દો . ૫ min બાદ ઢોકળા પર ચટણી પાથરો .. ૨ min માટે ઢાંકીને પકાવો ..
હવે એ ચટણીના લેયર પર બેટરનો બીજો ભાગ રેડો .

એના પર મરી નો ભૂકો છાંટો . ઢાંકી ને ૭-૮ min માટે પકાવો .. થાળીમાં વચ્ચે છરી નાખી ચેક કરો .. ગેસ બંધ કરી થાળી બહાર કાઢી લો.
નાની કડાય માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું , તલ , લીલા મરચા , હિંગ ઉમેરી આ વઘાર ઢોકળાની થાળી પર પાથરો .. છરી થી કટકા કરો અને પીરસો ..

રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.