શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડી ખેતરમાં અવારનવાર બનના ‘રીંગણનાં ઓળાની’ રેસેપી મેળવો ઘરે બેઠા

રીંગણનો ઓળો

સામગ્રી (વ્યક્તિ દીઠ લેવી) :

રીંગણ,

લીલું લસણ,

લીલી ડુંગળી,

બાફેલા લીલાં વટાણા,

ટામેટાં,

કોથમીર,

લીલાંને સૂકાં મરચા,

વધાર માટે હવેજ,

અને જરૂરીયાત મુજબ તેલ.

રીત :

૧. સૌ પ્રથમ રીંગણને તેલ વાળા કરીને તેને ગેસ પર શેકી લો…તેલ વાળા એટલે કરવાના છે કે જેનાથી રીંગણની છાલ એકદમ સરળતાથી ઉતારી શકાય.

૨.હવે શેકેલા રીંગણ ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લો.

૩. છાલ ઉતર્યા બાદ, બધા જ રીંગણનો છૂંદો કરી માવો બનાવી દો.

૪. પછી કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડાના પાનનો વધાર કરી તેમાં લસણની પેસ્ટ, લીલું મરચું, લાલ સુકું મરચું નાખીને વધાર કરીને હલાવવું. .

૫. પછી તેમાં વટાણા, ડુંગળી નાખી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું નાખી હલાવી લેવું, ટમેટા મિક્ષ કરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળવું.

૬. હવે, રીંગણાનો માવો ઉમેરી મિક્ષ કરવો પછી ઉપરથી કોથમીર નાખવી.

૭. તૈયાર છે ગરમા ગરમ રીંગણનો મસાલેદાર તીખો તમતમતો ઓળો સર્વ કરો.

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

 

ટીપ્પણી