આવી રીતે બનાવો ‘રાજસ્થાની કચોરી’, ખુબ જ સ્વાદિષ્ટ છે મિત્રો

રાજસ્થાની કચોરી

સૌપ્રથમ મેંદાના લોટમાં તેલનું મોણ કરી જોઈતું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સામગ્રી :

મસાલો તૈયાર કરવા
બે ચમચી તેલ,
બે ચમચી ચણાનો લોટ,
બે ચમચી કોપરાનું છીણ,
એક ચમચી શેકેલા તલ,
એક ચમચી વરિયાળીનો ભૂકો,
એક ચમચી લાલ મરચાંનો પાઉડર,
એક ચમચી ધાણાજીરું,
એક નાની ચમચી ગરમ મસાલો,
એક ચમચી લીંબુનો રસ,
મીઠું સ્વાદ પ્રમાણે,
ખાંડ સ્વાદ પ્રમાણે,

કચોરીનું બહારનું પડ તૈયાર કરવા :

એક વાટકી મેંદ,
તેલનું મોણ,
તળવા માટે તેલ,
ગાર્નિશિંગ માટે,
ખજૂર-આમલીની ચટણી,
કોથમીર-મરચાંની લીલી ચટણી,
તાજું દહીં,
કાંદો બારીક સમારેલો,
બારીક સમારેલી કોથમીર,
બારીક સેવ.

રીત :

સૌપ્રથમ મેંદાના લોટમાં તેલનું મોણ કરી જોઈતું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

લોટને ઢાંકીને સાઇડ પર મૂકી રાખો. હવે એક પૅનમાં બે ચમચી તેલ મૂકી એમાં ધીમા તાપે ચણાનો લોટ હલકો બદામી થાય એવી રીતે શેકી લો.

એમાં કોપરાનું છીણ, શેકેલા તલ, વરિયાળીનો ભૂકો, લાલ મરચાંનો પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું, ખાંડ, લીંબુનો રસ બધું ઉમેરીને આશરે પાંચેક મિનિટ જેટલું શેકો.

આ મિશ્રણને એક બાઉલમાં ખાલી કરી ઠંડું પાડી દો. હવે મેંદાના લોટમાંથી નાના લૂઆ કરીને જાડી પૂરી વણો.

એમાં ચણાના લોટનું પૂરણ ભરી એને કવર કરી એમાંથી ફરી પાછી હલકા હાથે પૂરી વણી લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને આ સ્ટફ્ડ પૂરીઓને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.

ટિશ્યુ પેપર પર વધારાનું તેલ નિતારી લઈ તૈયાર થયેલી કચોરીમાં વચ્ચોવચ કાણું પાડી ખજૂર-આમલીની ગળી ચટણી, કોથમીરની ગ્રીન ચટણી, દહીં, કાંદો, કોથમીર અને સેવનું ગાર્નિશિંગ કરીને સર્વ કરો.

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી