નોંધી લો આ ‘ગ્રીન પંજાબી ગ્રેવી’ મસાલેદાર અને ટેસ્ટી રેસિપિ, પછી ક્યારે બનાવશો?

ગ્રીન પંજાબી ગ્રેવી

સમય – 40 મિનિટ-

સામગ્રી

ગ્રેવી માટે

– 1 કાંદાની પેસ્ટ,
– 6-7 લસણની કળીની પેસ્ટ,
– 1/2-1 કપ કોથમીરની પેસ્ટ,
– 2-3 ટેબલસ્પુન લીલું નારિયેળ પેસ્ટ,
– 1 ટેબલ સ્પુન ખમણેલું નારિયેળ,
– આદુ – મરચીની પેસ્ટ જરૂરીયાત મુજબ,
– 3-4 ટેબલ સ્પુન શીંગદાણા પાવડર,
– 1/2 ટી સ્પુન આમચુર,
– તજ, લવિંગ, એલચી પાવડર,
– ગરમ મસાલા,
– ખસ ખસ – ધાણા- શેકેલાદાળીયા પાવડર,
– મીઠું સ્વાદ મુજબ,
– તેલ.

વેજીટેબલ

– 200 ગ્રામ બાફેલા વટાણા,
– 200 ગ્રામ બાફેલું ફલાવર,
– 100 ગ્રામ બાફેલી ફણસી,
– 100 ગ્રામ બાફેલા બટાટા.

રીત-

– તેલ ગરમ કરી કાંદા, લસણને સાંતળો.
– આદુ – કોથમીરની પેસ્ટને પણ સાંતળો.
– કોથમીરની પેસ્ટ, નારિયેળ પેસ્ટ, શીંગદાણા પાવડર, આમચુર, તજ, લવિંગ, એલચી પાવડર, ગરમ મસાલા, ખસ ખસ – ધાણા- શેકેલાદાળીયા પાવડર, મીઠું ઉમેરી ગ્રેવીને રાંધવા દો.
– વેજીટેબલ્સ નાખી મસાલા બરાબર મિક્સ થાય ત્યાં સુધી રાંધો અને સબ્જી તૈયાર.
– ખમણેલા નારિયેળથી સજાવી સર્વ કરો.

નોંધ

– વેજીટેબલ્સમાં તમારી પસંદ પ્રમાણે વેરીએશન કરી શકો.
– ક્રીમ -કોથમીર થી પણ સજાવી શકાય.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી