બાળકોને પ્રિય એવા “પાસ્તા કપ્સ” બનાવો, એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ.

પાસ્તા કપ્સ (Pasta Cup)

પાસ્તા એ એક જાતનો ખોરાક છે, જે કાંજી અને પાણીથી બનાવામાં આવે છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે,  સામાન્ય રીતે પસ્તાને સોસ સાથે કે પછી સુપમાં અથવા  વઘારીને ખાવામાં આવે છે. પણ આજે અમે પાસ્તાની એક અલગ જ વેરાયટી “પાસ્તા કપ્સ” લઈને આવ્યા છીએ.

સામગ્રી:

૧ કપ બોઇલ્ડ પાસ્તા,
૨ tsp કોર્ન ફ્લોર,
૧ કપ દૂધ,
૧ tsp બટર,
૧ કપ ટોમેટો પ્યુરી,
૧ tsp ઓરેગાનો,
૧ tsp ચીલી ફ્લેક્સ,
૧ tsp ઓલીવ્સ,
૧/૨ tsp પેપેર પાઉડર,
મીઠું,
૨ tsp ઓલિવ ઓઇલ,
૧ tsp બ્રેડ ક્રમ્સ,
૧ કપ ચીઝ,

રીત:

સૌ પ્રથમ એક પેન લઇ તેમાં બટર લઇ કોર્ન ફ્લોર ઉમેરી થોડોક શેકી લેવો પછી તેમાં દૂધ ઉમેરી સતત હલાવવું.
પછી ટોમેટો પ્યુરી ઉમેરી થોડીક વાર કુક થવા દેવું તે દરમ્યાન ઓલિવ ઓઇલ અને સિઝલિંગ મસાલા ઉમેરવા.
પછી પાસ્તા ઉમેરી થોડીક વાર કુક થવા દેવું.

હવે સિલિકોન મોલ્ડ લઇ તેને ઓઇલવ ઓઇલથી ગ્રીસ કરી બ્રેડ ક્રમ્સ ભભરાવી પછી પાસ્તાનું મિક્ષણ મૂકી ચીઝ ભભરાવું.

પછી પ્રિહીટેડ ૨૦૦ ડિગ્રી c’ પર ૨૦ મિનિટ માટે બેક કરી સર્વ કરો.
તો તૈયાર છે પાસ્તા કપ.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડી શકો છો ! તમારી ઓરીજીનલ વાનગી અને ઓરીજીનલ ફોટો અમને ઈમેઈલ કરો અમે તે વાનગી ફેસબુક પેઈજ અને “રસોઈની રાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું ! આજે જ ઈમેઈલ કરો – [email protected]

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી