પાણીપૂરી એક એવી વાનગી છે જેના નાના મોટા સૌ આશિક છે, તો ચાલો આજે ઘરે જ ‘પાણી પૂરીનો રગડો’ બનાવીએ

પાણી પૂરીનો રગડો

સામગ્રી :

 • ૨ ક્પ – બાફેલા બટાકા,
 • ૧ કપ – બાફેલા સફેદ વટાણા,
 • ૧ ચમચી – લીલી પેસ્ટ,
 • ૧ ચમચી – લાલ પેસ્ટ,
 • ૧/૨ ચમચી – પાણીપુરી મસાલો,
 • ૧ નાની ચમચી – સંચળ,
 • ૧ નાની ચમચી – હળદર,
 • મીઠું,
 • પાણી,
 • કોથમીર.

લાલ પેસ્ટની સામગ્રી

 • ૧૨-૧૫ – સૂકા લાલ મરચાં,
 • ૨ ચમચી – સીંગદાણા,
 • ૧ નાની ચમચી – ધાણાજીરું,
 • ૨ મોટી ચમચી – લાલ મરચું,
 • મીઠું,
 • પાણી.

મરચાં અને સીંગદાણાને થોડી વાર નવશેકા પાણીમાં પલાળી દેવા પછી તેનું પાણી નિતારી બધું મિક્ષ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી સરસ પેસ્ટ બનાવવી.

લીલી પેસ્ટની સામગ્રી

 • ૧/૨ કપ – કોથમીર,
 • ૨ ચમચી – ફુદીનો,
 • ૨ ચમચી – કોથમીરની ડાળી,
 • ૩-૪ – લીલા મરચા,
 • ૧/૨ નાની ચમચી – જીરું,
 • ૧/૮ નાની ચમચી – લીંબુના ફૂલ,
 • મીઠું,
 • પાણી.

રીત : 

મિક્ષરના જારમાં પહેલા બધું મિક્ષ કરી પાણી વગર ક્રશ કરો પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ તેની સરસ પેસ્ટ બનાવી લો.

પાણીપુરી લગભગ દરેક ને ખુબજ જ પસંદ હોય છે એમાંય શિયાળાની  ઠંડી માં ગરમા ગરમ રગડા વાળી પાણીપુરી ખાવાની તો મજા જ કઈક અલગ હોય ,તો આજે આપણે ઘરે સ્વાદિષ્ટ રગડો કેવી રીતે બનાવવો તે જોઈશું

૧. એક કડાઈ માં બાફેલા વટાણા અને બટાકા લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરવા મુકીશું

૨. તેમાં હળદર ,મીઠું ,સંચળ ,પાણીપુરી મસાલો અને બંને પેસ્ટ ઉમેરી દઈશું.

૩. એને મિક્ષ કરી ૪-૫ મિનીટ ગરમ કરી લો,જરૂર લાગે એ પ્રમાણે બીજું થોડું પાણી એડ કરવું.

૪. સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો.

૫. ગરમા ગરમ રગડો સર્વ કરવા માટે તૈયાર છે.

 

નોંધ – રગડો બનાવવા સૂકા સફેદ વટાણા જ વાપરવા ,લીલા વટાણાનો ટેસ્ટ બહાર જેવો નહી આવે ,રગડો હંમેશા ગરમ સર્વ કરવો તો જ એ ટેસ્ટી લાગે.

સૌજન્ય : શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી