ઉતરાયણ પર બાળકો માટે કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો આ ‘ઑરેન્જ કુકીઝ’ બનાવજો, બહુ મજા આવશે બાળકોને

ઑરેન્જ કુકીઝ 

સામગ્રી :

૧૦૦ ગ્રામ બટર,
પચાસ ગ્રામ સાકર પાઉડર,
૪૫ ગ્રામ ડ્રાય ક્રેનબેરી,
૧૩૫ ગ્રામ મેંદો,
૧/૮ ટી-સ્પૂન બેકિંગ પાઉડર,
એક સંતરાની છાલ,

રીત :

એક બોલમાં મેંદો-બેકિંગ પાઉડરને ચાળી લેવા.

બીજા બોલમાં બટર અને સાકર બીટ કરવાં (હલકું).

એમાં સંતરાની છાલ ઉમેરી ધીમે-ધીમે મેંદો નાખતા જવું અને બીટ કરવું.

બધો મેંદો ખતમ થાય ત્યારે ક્રેનબેરી ઉમેરી કટ અને ફોલ્ડ મેથડથી મિક્સ કરવું.

બીટરથી બીટ ન કરવું અને એનો રોલ કરી ગોળ શેપમાં કટ કરવું.

એક બેકિંગ ટ્રેમાં ગોઠવી એને ૧૬૦ ડિગ્રીથી ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૨૫-૩૦ મિનિટ માટે બેક કરવાં. ઠંડાં કરી ઍરટાઇટ ડબ્બામાં ભરવાં.

નોંધ : (૧) નાનું અવન હોય તો ૧૬૦ ડિગ્રી પર પચીસ મિનિટ. (૨) મોટું અવન હોય તો ૧૮૦ ડિગ્રી પર વીસ મિનિટ માટે બેક કરવાં.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી