બોમ્બેની પ્રખ્યાત અને સૌની ફેવરીટ ટેસ્ટી ટેસ્ટી પાવભાજી આજે જ બનાવો, આ રેસિપી ખાસ તમારા માટે છે

   મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી

શિયાળો આવતા જ લગભગ બધાને ત્યાં અઠવાડિયામાં એકવાર ભાજીપાવ જરૂર થી બનતા હોય છે. બધાની બનાવવાની રીત થોડી અલગ અલગ હોય છે. મુંબઇના ભાજીપાવ બહુ જ પ્રખ્યાત છે એના ટેસ્ટ માટે.

ભાજીપાવમાં બહુ બધા શાકભાજી હોવાથી તે બહુ પૌષ્ટિક પણ હોય છે. મારી ભાજીપાવ બનાવાની રીત આ મુજબ છે.

તમે ભાજીપાવ બનાવામાં શું અલગ કરો છો? એ જરૂરથી કોમેન્ટમાં જણાવો.

સામગ્રી:-

ભાજી બાફવા માટેની

  • 3 નંગ બટેટા
  • 1 1/2 કપ ફ્લાવર
  • 1 કપ લીલા વટાણા
  • 1 નંગ ગાજર
  • 1/2 કપ કોબી
  • 1 નાનો કટકો દૂધી

૧. તમને ગમતાં શાક પણ ઉમેરી શકો છો.હું ક્યારેક કાચું કેળુ અને રીંગણ પણ ઉમેરવું.આ બધા શાકને સમારી લો.

પછી બધાને કુકર માં 1 ગ્લાસ પાણી નાખી ને મધ્યમ આંચ પર 3 સીટી થઈ ત્યાં સુધી બાફી લો.કુકર ખુલે પછી બધું શાક ભાજીપાવ ક્રશર થી ક્રશ કરો.

વધાર માટેની સામગ્રી:

1 ચમચી લસણ ની પેસ્ટ
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
2 ડુંગળી ઝીણી સમારેલી
1 નાનું કેપ્સિકમ ઝીણા સમારેલાં
3 નંગ ટામેટાં ઝીણા સમારેલાં
3 ચમચા તેલ
1 ચમચો બટર
1 ચમચી જીરું
1/4 ચમચી હિંગ
1/2 ચમચી હળદર
2 ચમચી મરચું
1 ચમચી ધાણાજીરું
3 ચમચી બાદશાહ ભાજીપાવ મસાલા
મીઠું સ્વાદાનુસાર

રીત:

૧. સૌ પ્રથમ કડાઈ માં તેલ અને બટર ગરમ કરવા મુકો.

૨. ગરમ થાય એટલે જીરું ઉમેરો પછી હિંગ અને હળદર ને ડુંગળી નાખીને સાંતળો.

૩. ત્યાર બાદ તેમાં લસણ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરીને થોડીવાર માટે સાંતળો.

૪. ત્યારબાદ ટામેટાં નાખીને પકાવો. હોવી તેમાં મરચું, ધાણાજીરું, ભાજીપાવ નો મસાલો ઉમેરો અને 1 મિનિટ માટે સાંતળો.

૫. હવે કેપ્સિકમ ઉમેરો અને સાંતળો.

૬. બધું સંતળાય જાય એટલે બાફેલા શાકભાજી ઉમેરો .અને મીઠું નાખો. જરૂર હોય તો થોડું પાણી નાખી ને બધું બરાબર ચડવા દો.

૭. 10 મિનિટ ધીમી આંચ પર થવા દો. ભાજી તૈયાર છે.

૮. કોથમીર , ડુંગળી , બટર અને લીંબુ નાખી ને સર્વ કરો.

પાઉં શેકવા માટે:-

૧. ગરમ લોઢીમાં બટર લગાવો અને તેમાં થોડો ભાજીપાવ મસાલો નાખી ને પાઉં ના બે ભાગ કરી ને બંને બાજુ શેકી લો.

૨. બસ.. ગરમાં ગરમ ભાજીપાવ ને કોબી,ટામેટાં,અને ડુંગળી ના સલાડ સાથે પીરસો.

( સલાડ માં મીઠું, મરચું ,ચાટ મસાલો અને લીંબુ ઉમેરો)

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી